________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૪ ૧
તેને પાળવા જે કુમાર્ગોને તજીને સાવઘાન છે તેવા મુનિ પરસ્પર ઘર્મથી એક બીજાને પડતા દેખીને મદદ કરી ઘર્મમાં સ્થાપિત કરે છે. રજા
ભુક્ત ભોગ ચિંતવે ન તે, નવા ન ઇચ્છે દુર્ગતિપ્રદ,
કર્મ આઠ દૂર દે તજી, પરાથીન ન વર્તે, સમાધિત. ૨૭ અર્થ - પૂર્વે ભોગવેલા શબ્દાદિ વિષય ભોગોનું જે ચિંતવન કરતા નથી તેમજ નવા ન ભોગવેલા વિષયોની જે ઇચ્છા કરતા નથી કેમકે તે દુર્ગતિને આપનાર છે. વળી તે આઠે કમને કરવાનું દૂર મૂકી ઇન્દ્રિયોને આધીન થઈ વર્તતા નથી તે સમાધિત એટલે સમાધિસ્થ મુનિ જાણવા. સારા
ઉત્તમ ઘર્મજ્ઞ તે મુનિ, કૃતક્રિય, મમતા ન ઘારતા,
વિકથા ના સંયમી કરે, પ્રશ્ન પૂછે ને, કહે ભવિષ્ય ના. ૨૮ અર્થ - જે ઘર્મજ્ઞ એટલે રાગદ્વેષના ત્યાગરૂપ ઘર્મને જાણે છે એવા ઉત્તમ મુનિ પોતાના ઘર્મ અનુષ્ઠાનરૂપ ક્રિયામાં લીન રહે છે. જે કોઈ પરપદાર્થમાં મમતા રાખતા નથી. જે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા કે ભોજનકથારૂપ વિકથા કરતા નથી એવા સંયમી તે મુનિ કોઈને પ્રશ્ન પૂછે નહીં. બીજો કોઈ પૂછે તો પણ જ્યોતિષની પેઠે ભવિષ્ય ભાખે નહીં પણ પોતાના સંયમમાં જ રત રહે. ૨૮
ક્રોશ, માન, લોભ આદિનો ત્યાગ મહાપુરુષે કહ્યો કરે,
તે સંયમી સાવઘાન છે, સજ્જન-સેવિત પંથ આદરે. ૨૯ અર્થ - જે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયભાવોનો ત્યાગ મહાપુરુષોએ કહ્યો તે કરે, તે સંયમી મુનિ ચારિત્ર પાળવામાં સાવઘાન છે; જે સજ્જન પુરુષો દ્વારા લેવાયેલા મોક્ષમાર્ગને જ આદરે છે. રા
કષ્ટ આત્માર્થ સાર્થીએ : નિર્મમ નિરીહ હિતલક્ષ જે,
ઘર્માર્થી વીર્ય ફોરવી તપે, વિચરે સમાધિ-અર્થી તે. ૩૦ અર્થ - કષ્ટથી આત્માર્થ સઘાય છે. માટે તે મુનિ નિર્મમ એટલે પર વસ્તુ ઉપર મમતા રહિત છે. નિરિહ એટલે ઇચ્છા રહિત છે. તેમજ જે કાર્યમાં પોતાના આત્માનું હિત છે તે જ કાર્ય લક્ષપૂર્વક કરે છે. એવા ઘર્માર્થી મુનિ તપમાં પોતાનું વીર્ય ફોરવે છે. એમ આત્મસમાધિના ઇચ્છુક મુનિ તપ અને મમતારહિત વિચરે છે. ૩૦ના
વિશ્વ દેખતા મહાવીરે સામાયિકાદિ જે બતાવિયાં,
પૂર્વે સુયાં નથી, ખરે! વા ન યથાર્થ કદી ઉઠાવિયાં. ૩૧ અર્થ :- આખા વિશ્વને જ્ઞાનબળે જોઈને ભગવાન મહાવીરે જે સામાયિક એટલે સમભાવ રાખવા આદિની ક્રિયાઓના સાઘન જ્ઞાન, ધ્યાન, ભક્તિ આદિ બતાવ્યા છે, તેવાં પૂર્વે સાંભળ્યા નથી અથવા ખરેખર તે વચનોને યથાર્થ રીતે એટલે રૂડા પ્રકારે કરી ઉઠાવ્યાં નથી.
“હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” (વ.પૃ.૨૬૦) //૩૧||