________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૬૦) | (ચાર) ઉદયાદિ ભંગા
૨ ઉદય, ૩ ઉદીરણા, ૪ સત્તા (દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો, હો લાલ, સમાધિરસે ભર્યો–એ રાગ)
૨ ઉદય બંઘાયેલા કર્મનો અબાઘાકાળ પૂર્ણ થયે, ઉદયાવલિકામાં પ્રવેશી ફળ આપે તે ઉદય.
જીવ-પ્રદેશે બંધ, ક્ષીર-નીર સમ મળે, હો લાલ ક્ષીર
રસ દેવાને યોગ્ય થતા સુઘી ના ચળ-હો લાલ થતા. ૧ અર્થ:- આત્માના પ્રદેશો સાથે કર્મનો બંઘ, દૂઘ અને પાણીની જેમ મળેલો છે. તે કર્મો જ્યાં સુધી રસ દેવાને યોગ્ય એટલે ફળ દેવાને યોગ્ય થતાં નથી ત્યાં સુધી તે ઉદયમાં આવતાં નથી પણ સત્તામાં સ્થિર રહે છે. [૧
તે આબાથા કાળ; પછી ઉદય કાળ આ હો લાલ પછી
શુભ-અશુભરૂપ કર્મ-વિપાકની વેદના. હો લાલ વિપાક. ૨ અર્થ :- જ્યાં સુધી કમ સત્તામાં રહે છે ત્યાં સુધી તે આબાઘાકાળ કહેવાય છે. પછી ઉદયમાં આવે ત્યારે ઉદયકાળ કહેવાય છે. ઉદયાવળીમાં આવ્યા પછી તે કમોં શુભ-અશુભરૂપ કર્મ વિપાકની એટલે કર્મ ફળની શાતા-અશાતારૂપ વેદનીયને આપે છે. તેરા
વિપાક-કાળની મોર કર્મ-ફળ વેદવું હો લાલ કર્મફળ૦
ઉદીરણા કહેવાય : એટલું સમજવું. હો લાલ એટલું ૩ અર્થ - વિપાક-કાળ એટલે કર્મફળ આપે તે સમયની મોર એટલે પહેલાં જ કર્મના ફળને વેદી લેવું તે ઉદીરણા કહેવાય છે. કા
ઉદય-ઉદીરણા-યોગ્ય પ્રકૃતિ સામાન્ય તો હો લાલ પ્ર.
ગણ સો ને બાવીસ : કહે ક્રમ ઉદયનો-હો લાલ કહે ૪ અર્થ - કર્મોના ઉદય અને ઉદીરણાને યોગ્ય સામાન્યપણે એટલે સર્વજીવની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ હોય છે. હવે કર્મ પ્રકૃતિના ઉદયનો ક્રમ ગુણસ્થાન અનુસાર અત્રે જણાવવામાં આવે છે. જો
ઉદય મિથ્યાત્વમાંહીં સો ને સત્તરનો-હો લાલ સો ને.
મિશ્ર-સમકિત-મોહ, આહારક-દ્વિકનો, હો લાલ આહા. ૫ અર્થ - પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. કારણ તેમાં ૧. મિશ્ર મોહનીય, ૨. સમકિત મોહનીય તથા ૩. આહારક શરીર અને ૪. આહારક અંગોપાંગનો ઉદય હોતો નથી. પાા * જુઓ ‘ઉદય યંત્ર' પૃષ્ઠ ૬૦૩ ઉપર