Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 207
________________ (૭૦) અધ્યાત્મ અનાસક્ત એવા મહાપુરુષો તે વિષયોમાં રાજી થઈ સંસારમાં લબદાતા નથી. ।।૧૮।। ભોગ ન ભોગવે તોય કોઈ તો ભોગવે, ભોગવતો પ્રત્યક્ષ અોગી તોય એ; પર-આશ્રય ચર જેમ કરે પરદેશમાં, તોય ન તેનો થાય, ફરે પરવેષમાં. ૧૯ ૧૯૭ અર્થ :– સંસારમાં કોઈ જીવો ભોગ ભોગવતા નથી છતાં તંદુલ મત્સ્યની જેમ ભાવથી ભોગવે છે. વળી કોઈ સમ્યક્દૃષ્ટિ જીવ ઉદયાધીન પ્રત્યક્ષ ભોગ ભોગવતો દેખાય છતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્યશક્તિના બળે અંતરથી તે અલિપ્ત છે. જેમ પરદેશમાં કોઈ ચર એટલે ગુપ્ત બાતમી મેળવનાર પુરુષ પરનો આશ્રય ગ્રહણ કરી બીજા વેષમાં ત્યાં રહે છતાં તે અંતરથી તેનો થતો નથી; તેમ મહાપુરુષો અંતરથી સદા અનાસક્ત રહી ક્યાંય લેપાતા નથી. ।।૧૯। જીવ શમાવે કષાય વિષય-વિયોગથી, સદા એ વૈરાગ્ય ઃ એ જ રાજ-પતિ; જ્ઞાની નિવૃત્તિરૂપ, અયંત્રિત ઇન્દ્રિયે, ઉદીરણાથી રહિત, તૃપ્ત; અપવાદ એ. ૨૦ અર્થ :— જીવ જો પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ અઘ્યાત્મજ્ઞાન પામી કષાયોને શમાવે તો સદા વૈરાગ્યભાવમાં રહે અને એજ મોક્ષનો રાજમાર્ગ છે. જ્ઞાનીપુરુષ ઉદયાધીન બાહ્ય પ્રવૃત્તિમાં દેખાવા છતાં અંતરથી નિવૃત્તિરૂપ છે. તેઓ ઇન્દ્રિયોને આધીન નથી, પણ ઉદીરણાથી રહિત માત્ર ઉદયાથીન પ્રવર્તન કરે છે. તેઓ આત્મસુખ વડે તૃપ્ત હોવાથી ઇન્દ્રિયસુખની ઇચ્છા કરતા નથી માટે જગતમાં અપવાદરૂપ પુરુષોત્તમ છે. ।।૨૦।। વન-ઠાથીની જેમ, પરાણે પ્રેરતાં, ન ઇન્દ્રિયો વશ થાય, કરે બળ રોતાં; નીચું લજ્જાથી જોઈ કરે દુર્ધ્યાન જે, નરકે તે લઈ જાય દંભી સ્વ-આત્મને. ૨૧ અર્થ :– વન-હાથીને પરાણે વશ કરવા જતા તે સામો થાય તેમ પરાણે કોઈ ઇન્દ્રિયોનો સંયમ - કરવા જાય તો તે ઇન્દ્રિયો વશ થતી નથી પણ ઊલટી પરાણે રોકતાં તે વધારે બળ કરીને સામી થાય છે. જેમ કોઈ દંભી સાધુ કે બાહ્યવ્રતધારી લજ્જાથી નીચું મુખ રાખી જુએ પણ અંતરમાં દુર્ધ્યાન છે તો તે પોતાના આત્માને નરકમાં લઈ જાય છે. તેમ મનમાં ઇન્દ્રિયો પ્રત્યે આસક્તિ છે તે જીવ કર્મ જ બાંધે છે. ।।૨૧।। સદા સ્વ-પર-ભેદજ્ઞ વૈરાગી જીવ તો, સદ્ભાવે ઉપયોગ ઘરીને વંચતોઇન્દ્રિયગણ, રોકાય વિના શ્રમ તે કહે; વર્તતાં નહિ વિકલ્પ વૈરાગ્યના બળે. ૨૨ == અર્થ :— જ્યારે સ્વપર ભેદને જાણનાર એવા વૈરાગી જીવ તો સદા સમ્યભાવોવડે આત્મા તરફ ઉપયોગ રાખી, ઇન્દ્રિયોના સમૂહને જ ઠગી લે છે અર્થાત્ જીતી લે છે. તે અટક્યા વિના નિરંતર પુરુષાર્થ કરી કળપૂર્વક વૈરાગ્યના બળે વર્તતાં, વિષયોના વિકલ્પ તેમને ઊઠતા નથી. ।।૨૨।। કર્મ-ચાવીવંત યંત્ર સમા અનાસક્ત આ, લોકાનુગ્રહ હેતુ જ્ઞાની પ્રવર્તતા, ઇન્દ્રિયના વિકાર, વિકલ્પો પણ જતા, અદ્ભુત એ વૈરાગ્ય, જ્ઞાની જન ધારતા. ૨૩ અર્થ :– જ્ઞાનીપુરુષો તો, યંત્રને ચાવી આપવાથી જેમ તે ચાલે, તેમ અનાસક્તભાવે માત્ર કર્મના = ઉદય પ્રમાણે પ્રવર્તે છે. તથા લોકોના કલ્યાણ અર્થે પ્રવર્તે છે. માત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.’” (વ.પૃ.૩૩૦) જ્ઞાનીપુરુષોને ઇન્દ્રિયોના વિકાર તથા વિકલ્પો

Loading...

Page Navigation
1 ... 205 206 207 208