Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 205
________________ (૭૦) અધ્યાત્મ ૧૯૫ ભવસાગર સમ માન અપાર અનંત એ, સગુરુ-બોઘ-જહાજ, ચઢી પાર પામજે; નરભવ અનુપમ લ્હાવ, ન મોહ-મદે-ચેંકો, અંજલિ-જલ સમ આયુ, હવે મમતા મેંકો. ૧૦ અર્થ :- દંભને તું ભવસાગર સમાન માન કે જે અનંત અને અપાર છે. માટે સદગુરુના બોઘરૂપી જહાજ પર ચઢી વિષયકષાયરૂપે વર્તતા દંભરૂપ સમુદ્રથી પાર ઊતરી જજે. કેમકે આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે તે કલ્યાણ કરવા માટે અનુપમ લ્હાવો મળ્યા સમાન છે. તેને મોહના મદવડે ગાંડો થઈ ચુકીશ નહીં. આયુષ્ય પણ અંજલિમાં લીઘેલ જળ સમાન ક્ષણ ક્ષણ વહી રહ્યું છે, માટે હવે અવશ્ય શરીર કુટુંબાદિ પર વસ્તુઓમાં રહેલ મમતાને મૂકી દેજે. ૧૦ના પ્રિયા-વાણ, વાજિંત્ર, શયન, તન-મઈને, સુખ અમૃત સમાન ગણેલું મુજ મને; સગુરુ-યોગે દ્રષ્ટિ ફરી ત્યાં ફરી ગયું, એક અધ્યાત્મ-ભાવ વિષે રાચતું થયું. ૧૧ અર્થ - સ્ત્રી સાથે વાર્તાલાપ કરવો, વાજિંત્ર સાંભળવા, સુખે શયન કરવું તથા શરીરના મર્દનમાં મારા આત્માએ અજ્ઞાનવશ અમૃત સમાન સુખ માનેલું હતું. પણ સદ્ગુરુના યોગે મિથ્યાવૃષ્ટિ ફરીને સમ્મદ્રષ્ટિ થતાં તે બધું ફરી ગયું અને એક અધ્યાત્મ-ભાવ એટલે આત્મભાવમાં કે જ્યાં સાચું, સ્વાધીન, શાશ્વત, અખંઘકારી એવું આત્માનું સુખ રહ્યું છે, તેમાં જ મન રાચતું થઈ ગયું. ૧૧ના ક્ષણિક પરાથી સુખ, વિષય-ઇચ્છાભર્યું, ભવે ભીતિનું સ્થાન, વિષમતા વિષ નર્યું; સ્વાથન, શાશ્વત સુખ, અભય નિરાકુળતા, આધ્યાત્મિક સુખમાંહિ; રહી ના ન્યૂનતા. ૧૨ હવે ઇન્દ્રિયોનું સુખ કેવું છે તે જણાવે છે : અર્થ - તે ક્ષણિક એટલે અલ્પ સમય માત્ર ટકનાર છે, તે ઇન્દ્રિય સુખ શરીરાદિ પર વસ્તુને આધીન હોવાથી પરાધીન છે, નવા નવા ઇન્દ્રિયોના વિષયો મેળવવાની ઇચ્છાથી ભરપૂર છે, વિષયો ભોગવતાં રાગદ્વેષના પરિણામ થાય છે માટે તે સંસારમાં ડૂબાડનાર હોવાથી ભયનું સ્થાન છે. તે સુખની ઘારા એક સરખી ન રહેવાથી વિષમ છે, અને ભવોભવ મારનાર હોવાથી નર્યું વિષ જ છે એટલે કેવળ ઝેરમય જ છે. જ્યારે આત્માનું સુખ તે પોતાને જ આધીન હોવાથી સ્વાધીન, મોક્ષમાં સ્થિતિ કરાવનાર હોવાથી શાશ્વત અને જન્મમરણના ભયથી રહિત હોવાથી અભય તથા વીતરાગતા પ્રાપ્ત કરાવનાર હોવાથી નિરાકુળ છે. એવા આધ્યાત્મિક એટલે આત્મા સંબંધીના સુખમાં કોઈ પ્રકારની ન્યૂનતા એટલે કમી નહીં હોવાથી તે જ સદા ઉપાદેય છે. ૧૨ા. ભવ-સ્વરૂપ-વિચાર સુવૈરાગ્ય બોઘશે, ભવ-ઇચ્છા-ઉચ્છદ, સ્વરૂપ-સુખ શોઘશે; વૈરાગ્યથી અધ્યાત્મ પ્રગટ પોષાય છે, જેમ માતાથી જન્મી શિશુ ઉછેરાય છે. ૧૩ અર્થ :- હવે ઇન્દ્રિયોથી વિરક્તભાવ લાવવા સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિચારવા જણાવે છે. સંસાર સ્વરૂપનો વિચાર કરવાથી તે અશરણ, અનિત્ય અને અસાર જણાઈ જીવને સાચા વૈરાગ્યનો બોઘ થશે. સંસારનું સાચું સ્વરૂપ સમજવામાં આવવાથી સંસારસુખની ઇચ્છાનો ઉચ્છેદ થશે અને તે આત્મસુખની ખરી શોઘ કરશે. વૈરાગ્યભાવથી આત્મા સંબંધી અધ્યાત્મજ્ઞાન જન્મ પામી – તેને પોષણ આપવાનો ભાવ થશે. જેમ માતાથી શિશુનો જન્મ થઈ તેના દ્વારા જ તેનું પાલનપોષણ કરાય છે તેમ. ||૧૩ના

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208