Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 204
________________ ૧૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- પંચ મહાવ્રત ધારણ કરીને ગુરુ બતાવે તે ક્રિયાઓ કરે છે. તથા આગમનો અભ્યાસ કરે છે. અનાદિ કાળની અશુભ ક્રિયા પ્રત્યેની પ્રિય રુચિને તજી રાતદિવસ શુભ ક્રિયા કરે છે. તે શુભ ભાવોને જ અજાણપણામાં શુદ્ધ ભાવ માને છે, પણ ખરા અધ્યાત્મને જાણતા નથી. આપણા ગૃહસ્થોને સ્ત્રી-પુત્ર સંસાર-વૃદ્ધિ દે, પંડિતોને ગ્રંથ અધ્યાત્મ વણ, વદે. માત્ર અધ્યાત્મ શાસ્ત્ર મુમુક્ષુ આદરે, કરી બહુ વાર વિચાર, કહેલું તે કરે. ૬ અર્થ - ગૃહસ્થોને જેમ સ્ત્રી, પુત્ર, સંસાર વૃદ્ધિનું કારણ છે તેમ પંડિતોને અધ્યાત્મ વગરના શાસ્ત્રો સંસારવૃદ્ધિનું કારણ છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. આત્મતત્ત્વને નિરૂપણ કરનારા અધ્યાત્મ શાસ્ત્રોને જે મુમુક્ષુ હોય તેજ આદરે છે. તે મુમુક્ષુ છ પદ, આત્મસિદ્ધિ જેવા અધ્યાત્મશાસ્ત્રો ઉપર અનેકવાર વિચાર કરીને તેમાં કહ્યા પ્રમાણે માનવાનો કે કરવાનો પ્રયત્ન કરે છે. કા. જે તરવાનો કામી તેને પણ શીખવે, જ્ઞાન-પ્રદાન મહાન, સ્વહિત તે લેખવે; મિથ્યાત્વરહિત ભાવ, ક્રિયા આત્માર્થની- જ્ઞાની કહે અધ્યાત્મ; કુંચી સૌ યોગની. ૭ અર્થ - બીજો પણ કોઈ તરવાનો કામી હોય તેને પણ આત્મા સંબંધી જ્ઞાનની શિખામણ આપે છે. કેમકે જ્ઞાનદાન એ પ્રકૃષ્ટ દાન છે, મહાન છે. માટે તેમ કરવામાં તે પોતાનું હિત માને છે. મિથ્યા માન્યતાના ભાવોથી રહિત અને સાચા દેવ, ગુરુ ઘર્મના શ્રદ્ધાન સહિત, જે આત્માર્થે ભક્તિ સત્સંગાદિની ક્રિયા કરે તેને જ્ઞાની પુરુષો અધ્યાત્મ કહે છે. તે ક્રિયા મોક્ષની સાથે જીવને જોડે એવા સર્વ યોગ સાઘનોને પ્રાપ્ત કરવાની કુંચી સમાન છે. આવા દાન્ત, શાન્ત, વળી ગુસ, મોક્ષાર્થી સમકિતી, અધ્યાત્મ-ગુણ કાજ કરે નિર્દભ કૃતિ; દંભ જ્ઞાનાદ્રિ-વજ, દુઃખોને નોતરે, મહાવ્રતોનો ચોર, મુમુક્ષુને છેતરે. ૮ અર્થ - સમ્યક શ્રદ્ધાવાળો મોક્ષાર્થી સમકિતી તો દાન્ત એટલે ઇન્દ્રિયોનું દમન કરી, શાન્ત એટલે કષાયોનું શમન કરીને; ગુપ્ત પણે આત્મગુણોને પ્રગટાવવા અર્થે નિર્દભ એટલે ડોળ કે ઢોંગ વગર ગુરુ આજ્ઞાએ શુદ્ધ ક્રિયાને કરે છે. કેમકે દંભ એટલે માયાવડે કરેલ ઘર્મમાં ઢોંગ, તે જ્ઞાનાદ્રિ વજ અર્થાત્ જ્ઞાનરૂપી પર્વતને તોડવા માટે વજ સમાન છે. તે દુઃખોને નોતરું આપનાર છે. અધ્યાત્મજ્ઞાનના અભાવે જે મહાવ્રતોને લઈ પાળે નહીં અને બાહ્ય વેષવડે લોકોને ઢોંગ બતાવે તે મહાવ્રતોનો ચોર છે. તે મોક્ષમાર્ગના ઇચ્છુક એવા મુમુક્ષુઓને પણ બાહ્ય ડોળવડે છેતરી જાય છે. કેટલાં જેમ જહાજે છિદ્ર ડુબાડે અથવચે, અધ્યાત્મ-રત-ચિત્ત જરી દંભ ના રચે; વિકાર-નદીનો નાથ ક્રોઘાદિથી ઊછળે, વડવાનલરૂપ કામ, ગુખ દુઃખે છળે. ૯ અર્થ - જેમ જહાજમાં પડેલું છિદ્ર માર્ગમાં અધવચ્ચે સમુદ્રમાં ડુબાડી દે તેમ દંભી એવા કુગુરુ મોક્ષમાર્ગે ગમન કરનાર મુમુક્ષને ભવસમુદ્રમાં ડુબાડી દે છે. પણ અધ્યાત્મમાં જેનું ચિત્ત લીન છે તે ભવ્યાત્મા જરા પણ દંભને રચતા નથી. જ્યારે દંભીના મનમાં તો વિકારરૂપી નદીનો નાથ એટલે સમુદ્ર છે, તેમાં ક્રોધાદિ કષાયભાવરૂપ મોજાંઓ સદા ઊછળ્યા કરે છે તથા તેના અંતરમાં વડવાનલરૂપ કામવાસના ગુપ્તપણે રહીને તેને છેતરી સદા દુઃખ આપ્યા કરે છે. ગાલા

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208