________________
૧૯ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાગ, દ્વેષ, અજ્ઞાન–હેતુ ભવના ગણ્યા, “ભવ-હેતુ પ્રતિ ખેદ, વિષયે ન વર્તના ને સંસાર અસાર ગયે ઉદાસીનતા- સગુરુ-બોઘને યોગ્ય ગણાય એવી દશા. ૧૪
અર્થ - રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જ સંસારના મુખ્ય કારણ ગણાય છે. જેને સંસારના આ કારણો પ્રત્યે ખેદ એટલે વૈરાગ્ય વર્તે છે તે જીવો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાચતા નથી. તથા સંસારને અસાર ગણવાથી તે પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. તેવા જીવોની દશા સદ્ગુરુના બોઘને ગ્રહણ કરવાને યોગ્ય ગણાય છે. ૧૪.
બોથ-બ્જે અધ્યાત્મનો અંકુર ઊગશે, ત્યાં વૈરાગ્ય યથાર્થ, અધ્યાત્મ પોષશે; ગુણસ્થાન ચતુર્થ', કહ્યું “વિરતિ વિના, વળી અધ્યાત્મ હોય', પૂંછે “સમજાય ના.” ૧૫
અર્થ :- સદગુરુનો બોઘ પરિણામ પામ્યાથી અધ્યાત્મનો એટલે આત્મા સંબંધી જ્ઞાનનો અંકુર ફુટશે. તેવો સાચો વૈરાગ્ય આત્માને પોષણ આપશે તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું કે તે જીવ ચોથા અવિરત સમ્યકદ્રષ્ટિ નામના ગુણસ્થાનકને પામશે. ત્યાં વિરતિ એટલે વ્રત સંયમ વિના પણ તેને આત્મજ્ઞાન હોય છે. કોઈ પૂછે કે કેવી રીતે? તો બાહરથી કર્મ ઉદયને આધીન તેમને ત્યાગ ન હોવાથી સામાન્ય માણસને તે સમજાય નહીં. પણ અંતરથી તે અવિરત સમ્યકુદ્રષ્ટિ વિષય કષાયના ત્યાગી હોય છે. ||૧પ
ગૃહવાસે જિનનાથ, વૈરાગ્યમાં ઝૂલે, અધ્યાત્મનો એ પ્રતાપ, સંસારી જન ભેંલે; ભવ-ઇચ્છા-ઉચ્છેદ થયે વિષયે રતિ-પૂર્વિક પુણ્ય-પ્રતાપ, ઉરે રહી વિરતિ. ૧૬
અર્થ - જિનેશ્વર ભગવાન પણ ભોગાવલી કર્મ બાકી હોવાથી અમુક કાળ સુઘી ઘરમાં નિવાસ કરે છે; છતાં વૈરાગ્યમાં જ ઝીલે છે. એ બઘો પ્રતાપ આત્મજ્ઞાનનો છે. એવા સપુરુષોને સંસારી જીવો ઓળખી શકે નહીં; તેથી ભૂલે છે. જિનનાથની સંસાર સંબંધી ઇચ્છાનો ઉચ્છેદ થયા છતાં રાજ્યરિદ્ધિ વગેરે વિષયોમાં પ્રવર્તન હોય એમ દેખાય છે, પણ તે માત્ર તેમના પૂર્વોપાર્જિત પુણ્યના પ્રતાપથી છે; તેમના હૃદયમાં તો સદા વિરક્તભાવ જાગૃત હોય છે. ૧૬ના
મૃગજળ જેવા ભોગ ગણી ગભરાય ના, ત્યાં જળ-ક્રીડા-ભાવ સુજ્ઞને થાય ના; ઘર્મ-શક્તિ બળવાન હણાય ન ભોગથી, વાથી દીપ ઓલાય, બળે દવ જોરથી. ૧૭
અર્થ :- મહાપુરુષો ઇન્દ્રિયોના ભોગોને ઝાંઝવાના પાણી સમાન અતૃતિકર જાણી તેની ઇચ્છા કરી દુઃખી થતા નથી. તે ભોગોમાં જળક્રીડા કરવા સમાન ભાવ સુજ્ઞ એવા મહાપુરુષોને થતા નથી. તેમની પ્રગટેલ બળવાન આત્મશક્તિને ભોગો હણી શકે નહીં. જેમ હવાથી દીપક ઓલવાઈ જાય પણ બળતો દાવાનળ તો વઘારે ભભૂકી ઊઠે તેમ મહાપુરુષોનો અનાસક્તભાવ આવા મોહના પ્રબળ નિમિત્તોમાં વઘારે બળવાન થાય છે. તેના
વિષયોમાં આસક્ત, માખી સમ લીંટમાં લખદાતો જીવ જેમ, ભીની માટી ભીંતમાં; સૂકો માટીનો પિંડ ન ભીંતે ચોંટતો, જીવ અનાસક્ત તેમ ન વિષયે રીઝતો. ૧૮
અર્થ:- જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત જીવો છે તે માખી જેમ લીંટ એટલે કફના મળમાં લબદાય, તેમ તે જીવો સંસારમાં લબદાઈને દુઃખી થાય છે. અથવા ભીની માટી જેમ ભીંતમાં ચોંટી જાય તેમ તેઓ મોહભાવવડે સંસારમાં ચોંટી રહે છે. પણ જેમ માટીનો સૂકો પિંડ ભીંતે ચોંટતો નથી તેમ