________________
(૭૦) અધ્યાત્મ
૧૯૩
અર્થ :- આગમનું જ્ઞાન વસ્તુના સ્વભાવને બનાવનાર છે, જ્યારે અધ્યાત્મ એ પોતાનું આત્મસ્વરૂપ છે. સંસારી જીવે આગમ દ્વારા છએ દ્રવ્યનું સ્વરૂપ જાણી તેમાંથી અધ્યાત્મમય એવા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને જાણવા માટે, આગમ અને અધ્યાત્મ બેયનો સાથે સંબંઘ જરૂરી છે.
આગમ છે તે કર્મના સ્વરૂપને બતાવી તેથી કેમ નિવર્તવું તે બતાવે છે જ્યારે અપર એટલે બીજું અધ્યાત્મ શુદ્ધ ચેતનામય પોતાનું સ્વરૂપ છે. તે સ્વરૂપને પામવા કર્મોને નિવારવા. તે કર્મસ્વરૂપના આગમમાં બે ભેદ કહ્યાં છે. એક દ્રવ્યકર્મ અને બીજું ભાવકર્મ. તેમાં દ્રવ્યકર્મ તે જડ છે અને પુદગલની વર્ગણારૂપ છે. સારા
ભાવકર્મ=વિભાવ, તે કર્મ-નિમિત્તથી, આગમરૂપ એ બેય ગણાય સુશાસ્ત્રથી; ગણો દ્રવ્ય ને ભાવ ભેદ અધ્યાત્મના, દ્રવ્યરૂપે જીવત્વ, જ્ઞાનાદિ ભાવ આ. ૩
અર્થ - કર્મસ્વરૂપનો બીજો ભેદ ભાવકર્મ છે. તે રાગદ્વેષરૂપ વિભાવભાવ છે. તે વિભાવભાવ દ્રવ્યકર્મના નિમિત્તથી ઉદભવે છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મ એ બેય આગમરૂપ એટલે કર્મના સ્વરૂપ ગણાય છે. તે શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે.
હવે અધ્યાત્મના પણ બે ભેદ જાણો. એક દ્રવ્ય અધ્યાત્મ અને બીજું ભાવ અધ્યાત્મ. દ્રવ્ય અધ્યાત્મ તે જીવનું જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ છે અને ભાવ અધ્યાત્મ તે સમ્યકજ્ઞાનદર્શનચારિત્ર આદિ આત્માના ગુણો છે. સા.
જડયુગમાં અધ્યાત્મ વિલુપ્ત સમાન છે, પરમાર્થે જ અજાણ જીવ ઘરે માન તે; જ્ઞાની ઘણાય ગણાય, સ્વરૂપ ન ઓળખે, નહિ અલૌકિક ભાવ, ગુણ દોષને લખે. ૪
અર્થ - જડ એવી પૌદ્ગલિક વસ્તુઓનું જેમાં વિશેષ માહાભ્ય છે એવા આ જડયુગમાં અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન વિશેષપણે લુપ્ત થઈ ગયા જેવું છે. આ યુગમાં જીવો પરમાર્થ એટલે આત્માનું સાચું હિત શામાં છે એવા મૂળ તત્વથી અજાણ છે. છતાં જીવો અધ્યાત્મનું માન ઘરાવે છે કે અમે આત્મતત્વને જાણીએ છીએ.
આ કલિયુગમાં ઘણા જીવો જ્ઞાની ગણાય છે પણ પોતાના આત્મસ્વરૂપને ઓળખતા નથી. તેમનામાં ત્યાગ વૈરાગ્ય સંયુક્ત આત્મકલ્યાણ કરવાનો અલૌકિક ભાવ નથી અને અનેક દોષયુક્ત બાહ્યત્યાગ વ્રતાદિ સેવી તેને ગુણરૂપ માને છે. “આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મીઓ જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઇંડાના દ્રષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.” (વ.પૃ.૭૦૪)
દેવળના ઇંડાનું દ્રષ્ટાંત – શેઠે પુત્રને કહેલું કે જ્યારે તારે ઘનની જરૂર પડે ત્યારે દેવળના ઇંડા નીચે છે ત્યાંથી લઈ લેજે. શેઠ મરી ગયા. પુત્રને ઘનની જરૂર પડી ત્યારે મંદિરના શિખર ઉપર રહેલા ઇંડાને તોડવા લાગ્યો. પણ ઘન મળ્યું નહીં; પછી પોતાના પિતાના મિત્રને મળ્યો ત્યારે તેમણે કહ્યું–જ્યાં મંદિરના ઇંડાની છાયા પડે ત્યાં ખોદજે તો અંદરથી ચરૂ નીકળશે. તેણે તેમ કર્યું તો ઘન નીકળ્યું. તેમ આજના જીવો ભગવાનના કહેલા મૂળ પરમાર્થને સમજતા નથી.
કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી.” (વ.પૃ.૭૦૫) //૪ પાંચ મહાવ્રતઘારી કહેલી કરે ક્રિયા, આગમનો અભ્યાસ, અનાદિ રુચિ પ્રિયા; અશુભ તજી કરે શુંભ ક્રિયા નિશદિન એ, શુભ ભાવોને શુદ્ધ અજાણે લેખવે. ૫