Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 201
________________ (૬૯) અવિરતિ ૧ ૯૧. સૂર્યોદય ના સ્પષ્ટ જણાતો, તેમ સ્વરૃપ-ચારિત્ર જોને, અનંતાનુબંઘી જાતાં છે; પણ નહિ વ્રત-સુંમિત્ર જોને. ૧૨ અર્થ - ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ નામના ગુણસ્થાનક સુઘી આ અવિરતિના બંઘ સ્થાનકનું રાજ્ય છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મજ્ઞાન થવાથી સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ્યું. તે જાણે ઉષા એટલે સવારે પ્રભાતમાં સૂર્યનું કિરણ ફૂટ્યું હોય તેના સમાન છે. તે સમયે સૂર્યોદય સ્પષ્ટ જણાતો નથી. તેમ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર અનંતાનુબંધી કષાય જતાં પ્રગટ્યું છે, પણ હજુ વ્રતરૂપી સન્મિત્રનો યોગ થયો નથી અર્થાતુ હજુ જીવનમાં અંશે પણ વ્રત આવ્યા નથી. ૧૨ા ગણના પંચમ ગુણસ્થાનેથી વિરતિની શરૂઆત જોને, પૂર્ણ અયોગી ગુણસ્થાને તે; મુક્તિ ત્યાં સાક્ષાત્ જોને. કર્મક્લેશ શૈલેશીયોગે ટળતાં પૂર્ણ વિરામ જોને, યોગથી ચંચળતા ત્યાં સુધી અવિરતિનું નામ જોને. ૧૩ અર્થ - તે વ્રતોની શરૂઆત હવે આ પંચમ દેશવિરતિ નામના ગુણસ્થાનકથી છે. અને તે વિરતિની પૂર્ણતા તો અયોગી એવા ચૌદમા ગુણસ્થાનમાં છે, જ્યાં સાક્ષાત્ આત્માની મુક્ત અવસ્થા છે. તે ચૌદમાં ગુણસ્થાને શૈલેશીકરણ એટલે મેરુ પર્વત જેવી અડોળ આત્મસ્થિતિનો યોગ થવાથી સર્વ કર્મરૂપી ફ્લેશ ટળી જઈ સંસારનો પૂર્ણ વિરામ થાય છે; અર્થાતુ સંપૂર્ણ શાશ્વત આત્મવિશ્રાંતિરૂપ મોક્ષદશા પ્રગટે છે. તેરમા ગુણ સ્થાનક સુધી મનવચન કાયાના યોગોની ચંચળતા હોવાથી ત્યાં પણ અવિરતિનો અંશ છે, એમ ગણાય છે. ૧૩ના કષાય કારણ અવિરતિનું ટળે દશમ ગુણ-સ્થાન જોને, યથાખ્યાત ચારિત્ર ગણ્યું ત્યાં, ક્યાં અવિરતિ-નિદાન જોને? સામાન્યપણે તો વાત ખરી એ, પણ આ સૂક્ષ્મ વિચાર જોને, પૂર્ણ દર્શન-જ્ઞાન-ચારિત્રે મોક્ષ ઘટે નિર્ધાર જોને. ૧૪ અર્થ :- અવિરતિનું કારણ તો કષાયભાવો છે અને તે તો દશમાં ગુણસ્થાને નાશ થઈ જાય છે. તેથી ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર ગણ્યું છે. તો પછી આગળના ગુણસ્થાનકમાં અવિરતિ એટલે અસંયમનું નિદાન એટલે કારણ ક્યાં રહ્યું? સામાન્યપણે તો આ વાત ખરી છે. પણ સૂક્ષ્મ વિચારથી જોતાં સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા થયે જ મોક્ષની પ્રાપ્તિ ઘટે છે એ વાત પણ નિશ્ચિત છે. [૧૪ ત્રણે તેરમે પૂર્ણ ગણો તો મોક્ષ ન થાય વિચિત્ર જોને, ક્ષીણમોહ ગુણ-સ્થાને છે તો યથાખ્યાત ચારિત્ર જોને; તે ચારિત્ર યોગ-સંયોગે ગણાય હજું અપવિત્ર જોને, શૈલેશી-કરણે યોગોની સ્થિરતા પૂર્ણ પવિત્ર જોને. ૧૫ અર્થ - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેયની, તેરમા ગુણસ્થાનકે પૂર્ણતા ગણીએ તો પણ જીવનો મોક્ષ કેમ થતો નથી? એ પણ વિચિત્ર વાત છે. કેમકે બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે પણ યથાખ્યાત ચારિત્ર તો છે. પણ તે યથાખ્યાત ચારિત્ર જ્યાં સુધી મન વચન કાયાના યોગ સહિત છે ત્યાં સુઘી અપવિત્ર ગણાય છે. પણ જ્યારે ચૌદમાં ગુણસ્થાને શૈલેશીકરણમાં મન વચન કાયાના યોગોની

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208