Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 200
________________ ૧ ૯૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કૃપા કરે તે આત્મકૃપા અર્થાત્ સ્વદયાનો પ્રથમ વિચાર કરે તેને સારભૂત વિચારવાળા જાણવા. અવિરતિ એટલે જીવનમાં અસંયમનું કારણ શું? તે વિચારતાં માત્ર આ પ્રથમ અનંતાનુબંધી કષાય, પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયભાવો જ જણાશે. IIટા ઘોરી મૂળ મિથ્યાત્વ ગયું છે, કષાય-પ્રેરક તેહ જોને, ભજવા યોગ્ય ભુલાવી દે તે, મૃગજળ પાતું એહ જોને; જેમ ગોપ માખણ સંતાડે, સૌને દેતી છાશ જોને, છાશ દૂઘ સમ, જગજન માને, માખણ કોઈક પાસ જોને. ૯ અર્થ - તે બધા કષાયભાવોનું ઘોરી મૂળ મિથ્યાત્વ છે, જે કષાયભાવોને પ્રેરણા આપે છે. તે મિથ્યાત્વ નિરંતર ભજવા યોગ્ય એવા પોતાના “સહજાત્મસ્વરૂપને ભુલાવી દે છે અને મૃગજળની જેમ જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરાવી સંસારરૂપી વિષનું પાન કરાવે છે. જેમ ગોપી એટલે ગોવાલણ માખણને સંતાડી સૌને છાસ આપે તેમ લોકો પણ સંસારસુખરૂપ છાસને દૂઘ સમાન માની રાજી થાય છે. પણ માખણ તો કોઈકની પાસે હોય છે; અર્થાત્ સાચું સુખ તો કોઈ વિરલા જાણે છે. લાં મિથ્યાત્વ-મતિ મથી માખણ કાઢે સન્દુરુષ બળવાન જોને, સમ્યગ્દર્શન માખણ મીઠું ભોગવતા ભગવાન જોને. સમ્યગ્દર્શન-જ્ઞાનની સાથે સ્વરૃપ-ચરણ ચારિત્ર જોને, આત્માનુભવ રૂપ રહે છે, અવિનાભાવી મિત્ર જોને. ૧૦ અર્થ - અનાદિની મિથ્યાત્વવાળી કુમતિને મથી કોઈક સપુરુષ જેવા બળવાન પુરુષો આત્મજ્ઞાનરૂપી માખણ કાઢે છે. તે આત્મઅનુભવરૂપ સમ્યક્દર્શન એ જ મીઠું માખણ છે. તેના સ્વાદને સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓ અનુભવ સ્વરૂપે ભોગવે છે. તેમને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન સાથે સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટેલ છે. તેથી હમેશાં આત્મઅનુભવ રૂપે રહે છે. કેમકે સમ્યગ્દર્શન જ્ઞાન સાથે સમ્યગ્વારિત્રનો અવિનાભાવી મિત્ર જેવો સંબંધ છે, અર્થાત્ જ્યાં સમ્યગ્દર્શન જ્ઞાન હોય ત્યાં સ્વરૂપાચરણરૂપ ચારિત્ર અવશ્ય હોય છે. (૧૦ગા. ટગમગ પગ ના પ્રથમ ટકે જો બળ વઘતાં દે દોટ જોને, પ્રથમ તેમ સમ્યવ્રુષ્ટિને રહે સ્થિરતા-ખોટ જોને; સમ્યગ્દર્શન-જ્ઞાન પછી જો ટાળે નહીં પ્રમાદ જોને, વંધ્ય-તરું-ઉપમા તે પામે નહિ શાંતિનો બહુ સ્વાદ જોને. ૧૧ અર્થ - બાળક જેમ પ્રથમ પગ મૂકતા શીખે ત્યારે પડી જાય છે. પણ પછી બળ વઘતાં દોટ મૂકે છે. તેમાં પ્રથમ આત્મજ્ઞાન થયા પછી પણ ચારિત્રમોહને લઈને આત્મસ્થિરતા કરવામાં જ્ઞાનીને મુશ્કેલી પડે છે. તેથી સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાન થયા પછી પણ જો તે પ્રમાદને ટાળે નહીં તો તે વંધ્યત એટલે ફળ ન આપે એવા વૃક્ષની ઉપમાને પામે છે, અર્થાત્ પ્રમાદ તજી સમ્યક્રચારિત્રની આરાધના કરે નહીં તો તે આત્માનુભવરૂપ શાંતિનો બહુ સ્વાદ પ્રાપ્ત કરી શકતો નથી. //૧૧| ચોથા ગુણસ્થાનક સુથી છે અવિરતિનું રાજ્ય જોને, ચારિત્ર-રવિ-કિરણ ચોથામાં થાય ઉષામાં કાજ જોને,

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208