Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 199
________________ (૬૯) અવિરતિ ૧૮૯ વૃત્તિ રોકવા વ્રત આદરવાં, નહિ જનરંજન કાજ જોને, પાપવૃત્તિને પ્રથમ રોકવી ભવ તરવા ઘર દાઝ જોને. ૫ અર્થ :- સર્વ વિરતિ એટલે સંપૂર્ણ સંયમ તો આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ જ યથાર્થ ઘારણ કરી શકે અને દેશવિરતી એટલે અંશે સંયમ તે ગૃહી કહેતા આત્મજ્ઞાન સહિત એવા શ્રાવકો ઘારણ કરી શકે. તેઓ પ્રથમ યથાશક્તિ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ કે વ્રત ઘારણ કરવાનો વિચાર કરી તેનો અભ્યાસ કરે છે. કેમકે વૃત્તિઓને રોકવા માટે વ્રત છે, તે લોકોને રંજન કરવા માટે નથી. આવા વ્રતોને ઘારણ કરતાં પહેલા સંસાર સમુદ્રને તરવાની અંતરમાં દાઝ રાખી પાપવૃત્તિઓને પ્રથમ રોકવી યોગ્ય છે. પાા પાંચ પ્રકારે પાપ પ્રકાશે અવિરતિની ઘૂન જોને, હિંસા, મૃષાવાદ ને ચોરી પરિગ્રહ સહ મૈથુન જોને; બાર પ્રકારે કોઈ પ્રકાશ અવિરતિરૃપ આચાર જોને, પાંચ ઇન્દ્રિય ને મન નહિ રોકે આત્મઘાત વિચાર જોને. ૬ અર્થ - અનાદિકાળથી અસંયમની ધૂનના કારણે જીવની આ પાંચ પ્રકારના પાપોમાં પ્રવૃતિ છે. તે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ છે. કોઈ વળી અસંયમના આચાર સમા અસંયમના બાર પ્રકાર બતાવે છે. તેમાં છ ઇન્દ્રિય અસંયમ અને છ પ્રાણી અસંયમ છે. પ્રથમના ઇન્દ્રિય અસંયમમાં પાંચ ઇન્દ્રિયો અને મનનો અસંયમ છે. તે ઇન્દ્રિયો અને મનની વિભાવરૂપ વૃતિઓને ન રોકે તો તેને આત્મઘાતક વિચારવાળો જાણો. તે વૃતિઓને રોકવી તે છ પ્રકારે ઇન્દ્રિય સંયમ કહેવાય છે. કા પૃથ્વી-જળ-તેજ-વાયુ-કાય ને વનસ્પતિરૂપ જીવ જોને, એ એકેન્દ્રિય પાંચ પ્રકારે, વળી હણે ત્રસ જીવ જોને; બે-ઇન્દ્રિય ત્રણ-ઇન્દ્રિયથારી વળી ચઉ-પંચેન્દ્રિય જોને, એ ચારે ત્રસ એક પ્રકારે; સ્થાવર એકેન્દ્રિય જોને. ૭. અર્થ - હવે અસંયમના બાર પ્રકારમાં બીજા પ્રકાર તે છ કાય જીવોની રક્ષા ન કરવી તે છે. તેમાં પૃથ્વી, પાણી, તેજ એટલે અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર તથા બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયને ઘારણ કરવાવાળા ત્રસકાય જીવનો તે છઠ્ઠો પ્રકાર છે. એમાં પૃથ્વી પાણી આદિ સ્થાવર જીવો કહેવાય છે અને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો હાલતા ચાલતા હોવાથી ત્રસકાય ગણાય છે. તેમની હિંસા ન કરવી તે છ પ્રકારે પ્રાણી સંયમ કહેવાય છે. શા પરઑવ પ્રત્યે દયા ઘરે તે બાહ્યવ્રત ઘરનાર જોને; અંતરવૃતી તો કષાય ટાળે, આત્મકપા તે સાર જોને; અવિરતિનું કારણ જોતાં જડે કષાયો બાર જોને : પ્રથમ કષાય, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ઘાર જોને. ૮ હવે બાહ્યવ્રત અને અંતરદ્રતનું સ્વરૂપ જણાવે છે : અર્થ :- જે બીજા જીવોની દયા પાળવામાં માત્ર ઘર્મ માને તે બાહ્યવ્રતને ઘારણ કરનાર જાણવા. જ્યારે અંતરંગવ્રતને ઘારણ કરનારા તો પ્રથમ કષાયભાવોને ટાળે છે. તે આત્મકૃપા એટલે પોતાનો આત્મા જે કષાયભાવોને લઈને આ સંસારમાં રઝળે છે તે કષાયભાવોને હણવા જે પોતાના આત્મા ઉપર

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208