Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 197
________________ (૬૯) અવિરતિ ૧૮૭ ઇચ્છા વિના ઉપદેશ કેવી રીતે બને રે? કેવી સંસારી ઇચ્છા ન હોય - યશાદિ મળે મને રે; યશાદિ ભવહેતુ નિદાન થાય કહી તેને વાસના રે, કહી ઘર્મ-કાર્યો મનોવૃત્તિ તે ઇચ્છા-ભાસના રે. તે ૩૮ અર્થ :- કોઈ કહે કે ઇચ્છા વિના ઉપદેશ આપવો કેવી રીતે બની શકે ? ત્યારે જવાબમાં મહાપુરુષો કહે છે : સાચા જ્ઞાનીપુરુષને ઉપદેશ આપતા સંસારી ઇચ્છા હોય નહીં કે મને યશ મળો કે મારી પૂજા થાઓ. જો મનાવા પૂજાવાની ઇચ્છા થઈ તો તે ભવહેતુ એટલે સંસારવૃદ્ધિનું નિદાન એટલે કારણ થયું. તેને જ્ઞાની પુરુષો અસત્ વાસના કહે છે. જ્યારે સ્વહિત સાઘતાં પરહિતાર્થે ઉપદેશાદિ ઘર્મકાર્ય કરવામાં મનની વૃત્તિ થાય તે ઇચ્છાનું ભાસન માત્ર છે. પણ કંઈ ઉપદેશ આપી મોટા થઈ મનાવા પૂજાવાની કોઈ પ્રકારે તેમને વાસનારૂપ ઇચ્છા નથી. ૩૮ “પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર કરતાં મારો આત્મા પણ મૂળ સ્વરૂપે તેમના જેવો જ સહજાત્મસ્વરૂપમય છે. માટે તે સ્વરૂપને પ્રગટાવવા હવે “અવિરતિ' એટલે અસંયમનો ત્યાગ કરું. તે અસંયમપણાના ત્યાગ માટે શું શું કરવું જોઈએ. તેની આ પાઠમાં સમજ આપવામાં આવે છે : (૬૯) અવિરતિ (રાગ : હરિની માયા મહાબળવંતી, કોણે જીતી ન જાય જોને, જોગીને તો જોતી હીંડે, ભોગીને તો ખાય જોને.) વંદું શ્રી ગુરુ રાજપ્રભુને, અહો! અલૌકિક જ્ઞાન જોને, તીવ્ર જ્ઞાન-દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને? ભાન ભુલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુ રાજ જોને, બીજા રામ સમા તે માનું સારે સૌનાં કાજ જોને. ૧ ઈ. અર્થ:- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતના અહો! અલૌકિક જ્ઞાનને જોઈ હું ભક્તિભાવે તેમને પ્રણામ કરું છું. એમની તીવ્ર આત્મદશામાં અવિરતિ એટલે અસંયમરૂપ રાગદ્વેષના ભાવોને ક્યાંથી સ્થાન હોય? સંસારની આત્મભાન ભૂલાવે એવી વ્યાપાર વ્યવહારની ઉપાધિમાં પણ જેનો આત્મઉપયોગ સદા જાગૃત રહે છે એવા શ્રી ગુરુ રાજપ્રભુને હું પર પદાર્થથી વિરક્ત એવા બીજા શ્રી રામ સમાન માનું છું કે જે સૌ આત્માર્થી ભવ્ય જીવોના કલ્યાણના કાર્યો સિદ્ધ કરનાર છે. ૧ાા. દર્શનમોહે ઑવ ના જાણે શુદ્ધ-સ્વરૃપનો સ્વાદ જોને, દર્શનમોહ જતાં જીંવ પામે સ્વરૂપ-સુખ આસ્વાદ જોને; દર્શનમોહની સાથે જાયે ઘાતક પ્રથમ કષાય જોને, અનંતાનુબંઘી જતાં સૌ કર્મો નિર્બળ થાય જોને. ૨

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208