Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 195
________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર ૧૮૫ આત્મા પ્રાપ્ત થાય તે શબ્દ બ્રહ્મ છે. એવા શબ્દબ્રહ્મ વડે જે સર્વશે કહેલા સૂત્રોના અર્થને પ્રકાશે છે. પોતાના ગુરુ દ્વારા આપેલ સમજણથી સૂત્રનો અર્થ જાણી, જે મીઠી વાણી વડે બીજાના હૃદયમાં ઊતરે તેવું વ્યાખ્યાન કરે છે. તથા મુનિના સર્વ સાધારણ ઘમનું એટલે આચારનું જે પૂર્ણ રીતે પાલન કરે છે, એવા તે ઉપાધ્યાય ભગવાન છે. ૩૦ગા. * આત્મસિદ્ધિને અર્થે સુદૃષ્ટિ, ભક્તિ ઘરી રે, સુષ્ટિ સાથે સાધુ સુંઘર્મ-ચારિત્ર અંગીકરી રે; ચારિત્ર, સાધુ કહે નહિ કાંઈ, ઇશારે ન દાખવે રે, ઇશારે કર, ચરણાદિથી કાંઈ, મને નહિ ચિંતવે રે. મને ૩૧ અર્થ - હવે મુનિપદના આચાર વિષેનું વર્ણન કરે છે : સંપૂર્ણ આત્મસિદ્ધિને માટે સમ્યકુદ્રષ્ટિ એવા સાધુ ભગવંત, સમ્યકુચારિત્રને ધારણ કરી, ભક્તિ સહિત આત્મઘર્મની આરાધના કરે છે. તેઓ કોઈને વચન વડે કાંઈ કહે નહીં કે કાયા વડે હાથપગના ઇશારા કરી કાંઈ બતાવે નહીં કે મનથી કોઈના વિષે કંઈ ચિંતવન કરે નહીં પણ મૌન રહે છે. ૩૧ાા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એકાગ્ર મને ઘરે રે, એકાગ્રહ બાહ્ય-અત્યંતર વૃત્તિ તણો ઉપશમ કરે રે; તણો. તરંગરહિત વારિધિ સમાન પ્રશાંત તે રે; સમાન નહિ ઉપદેશ-આદેશ વિષે અલ્પ પણ વદે રે. વિષે. ૩૨ અર્થ :- આત્મજ્ઞાની મુનિઓ એકાગ્ર ચિત્તથી શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી બાહ્ય પદાર્થોમાં જતી વૃત્તિ અને કામ ક્રોધાદિ અંતરંગ વૃત્તિઓને ઉપશમાવે છે. તેઓ તરંગ રહિત વારિધિ એટલે સમુદ્ર સમાન પ્રકૃષ્ટપણે શાંત રહે છે. તથા કોઈને ઉપદેશ આપવા કે આદેશ આપવા વિષે અલ્પ પણ કાંઈ બોલતા નથી. //૩રા. સ્વર્ગ-મોક્ષમાર્ગ અર્થે વિવાદ ન આદરે રે, વિવાદ તો વિકથાની શી વાત? જે ભવ-હેતું ઘરે રે; જે. વૈરાગ્યની પરાકાષ્ઠા સાથુપદમાં વસે રે, સાઘુ નિર્દોષ, યથાજાત વેષ, દિલે દયા ઉલ્લસે રે. દિલે૩૩ અર્થ :- મહાત્માઓ સ્વર્ગ કે મોક્ષમાર્ગને અર્થે પણ કોઈ વિવાદ એટલે ખેંચતાણ કરતા નથી. તો તેમનામાં સંસાર વધારવાના કારણભૂત એવી વિકથાની તો વાત જ ક્યાંથી હોય? સાધુપદમાં તો વૈરાગ્યની પરાકાષ્ઠા રહેલી છે. તે નિર્દોષ છે. જેમનો યથાજાત એટલે જન્મ્યા તેવો વેષ છે અર્થાત નગ્નતાને ઘારણ કરેલ છે. તથા જેમના દિલમાં દયાઘર્મ આદરવાના અતિ ઉલ્લાસિત પરિણામ રહેલા છે. કેમકે દયા એ જ ઘર્મ છે. જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી. [૩૩ના બાહ્ય-અત્યંતર ગ્રંથિ રહિત નિગ્રંથ તે રે, રહિત તપ-કિરણોની શ્રેણિથી દહે કર્મ વૃન્દને રે; દહે. ઉપસર્ગ-પરિષહ જીતતા રતિ અતિ સંયમે રે, રતિ, લેતા તો ભિક્ષા શુદ્ધ નિયમોથી મન દમે રે. નિયમો. ૩૪

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208