________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એકવીસથી અઢાર સુર્થી બંઘ ચારમાં, હો લાલ સુથી
જાય સંજ્વલન લોભ સૂક્ષ્મ-સંપાયમાં હો લાલ સૂક્ષ્મ ૪૦ અર્થ - એકવીશથી અઢાર એટલે બીજા વિભાગમાં એકવીશ, ત્રીજામાં વીસ, ચોથામાં ઓગણીશ અને પાંચમામાં અઢાર એમ ચાર વિભાગમાં ઉતરતા ક્રમે બંઘયોગ્ય પ્રવૃતિઓ નાશ પામે છે.
હવે દશમા સૂક્ષ્મ-સંપાય નામના ગુણસ્થાનમાં સંજ્વલન લોભ કષાયની પ્રકૃતિનો નાશ થાય છે. તેથી હવે ૧૮માંથી ૧ જવાથી ૧૭ રહી. II૪૦ના
સત્તરનો ગણ બંઘ તેથી દશમે ગુણે; હો લાલ તેથી,
સોળ બીજી ન બંઘાય ઉપશમ-સ્થાનકે-હો લાલ ઉપ૦ ૪૧ અર્થ - હવે ૧૭ પ્રકૃતિઓનો બંઘ દશમા ગુણસ્થાનકે રહ્યો.
તેમાંથી અગ્યારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં સોળ બીજી પ્રકૃતિઓનો બંઘ થતો નથી. તેથી ૧૭માંથી ૧૬ જવાથી હવે એક જ બંઘયોગ્ય પ્રકૃતિ શેષ રહી. તે શાતા વેદનીય. ૧૧ થી ૧૩માં ગુણસ્થાન સુઘી યોગને આશ્રયીને એક શાતાવેદનીય બાંધે છે. ૪૧.
દર્શનાવરણી ચાર જ્ઞાનાવરણી બઘી, હો લાલ જ્ઞાના
અંતરાયની પાંચ, યશ, ઉચ્ચ ગોત્રની. હો લાલ યશ૦ ૪૨ અર્થ - તે ૧૬ કઈ કઈ પ્રકૃતિઓ છે તે જણાવે છે –
ચક્ષ, અચક્ષ, અવધિ, કેવળ એ ચાર દર્શનાવરણીય કર્મની તથા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનાવરણીય કર્મની પાંચ તથા દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યંતરાય કર્મની પાંચ અને યશ નામકર્મ તથા ઉચ્ચ ગોત્ર મળીને કુલ ૧૬ પ્રકૃતિઓ થઈ. II૪૨ાા
એક સાતનો બંઘ સયોગી સુર્થી છે, હો લાલ સયોગી
ચૌદમે જીવ અબંઘઃ સર્વજ્ઞ-વાણી એ. હો લાલ સર્વજ્ઞ૦ ૪૩ અર્થ - શેષ રહેલ બંઘયોગ્ય એક પ્રકૃતિ તે શાતાવેદનીય છે. તે શાતાવેદનીયનો બંઘ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક અને સયોગી કેવળી નામના તેરમા ગુણસ્થાનક સુઘી છે. ચૌદમા ગુણસ્થાનકમાં જીવ અબંઘ દશાને પામે છે. એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ૪૩
પ્રકૃતિ-બંઘની જેમ પ્રદેશાદિક છે, હો લાલ પ્રદેશા
એક સમય-પ્રબદ્ધ અનંત અણું ઘરે હો લાલ અનંત. ૪૪ અર્થ - ૧૨૦ બંઘયોગ્ય પ્રકૃતિની જેમ પ્રદેશબંઘ, સ્થિતિબંઘ અને રસબંઘ પણ છે. એક સમય પ્રબદ્ધ એટલે એક સમય માત્રમાં આ જીવ અનંત પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરે છે તે પ્રદેશબંઘ છે. //૪૪ો.
જેમ કવલ-આહાર ક્રમે કરી જીવ લે હો લાલ ક્રમે
પ્રતિસમય તેમ બંઘ સમય-પ્રબદ્ધ છે; હો લાલ સમય ૪૫ અર્થ :- જેમ કોળીએ કોળીએ ક્રમપૂર્વક આહાર લેવાય છે, તેમ પ્રતિ સમયે જીવને કર્મબંઘનો સંચય થાય છે. એક સમયમાં જેટલા કર્મ પરમાણુ બંધાય, તેને સમય-પ્રબદ્ધ કહેવામાં આવે છે. ૪પા!