Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 154
________________ (૬૪) માયા ૧૪૫ અર્થ - નરપતિ-પતિ એટલે રાજાઓનો પતિ એવો ચક્રવર્તી રાજા પોતાના સુખ વૈભવોને તજી દીક્ષાને અધિક હિતકારી જાણી, તેને ગ્રહીને ઘર ઘર ભિક્ષા માંગતા થાય છે. પણ અહો! અતિ આશ્ચર્ય છે કે મુનિ હોવા છતાં ભ્રષ્ટાચારી બની મોહમાયાના જાળમાં ફસાઈને વિષયસુખની રૂચિથી વિષ્ટાની જેમ તેને ચાટે છે. I૧૪ના તઓં પરિણીતા દીક્ષા લીથી દ્વિજે શરમાઈને, મુનિ નિજ વડાબંધુ સાથે રહી વિચરે બધે; વિષય-વશ તે કોઈ કાળે ગયો નિજ ગામમાં, ખબર પૂંછતાં પત્ની સાથ્વી સ્થિતિકરણે વદ્યા : ૧૫ અર્થ - જંબુસ્વામી પૂર્વભવમાં બ્રાહ્મણ હતા. ત્યારે પોતાના મોટાભાઈને આહાર આપી સાથે અપાસરા સુધી વળાવા ગયા. ત્યાં મોટાભાઈએ ગુરુને કહ્યું : આ મારા ભાઈને દીક્ષા આપો. ત્યારે નાનાભાઈએ પણ ભાઈની શરમથી પોતાની પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી દીક્ષા લઈ લીધી. મોટાભાઈ જીવતા રહ્યા ત્યાં સુધી બધે સાથે વિચર્યા. પણ મોટાભાઈના દેહ છૂટ્યા પછી કોઈ કાળે વિષયવશ તે પોતાના ગામમાં ગયા. ત્યાં પૂછતાં ખબર મળી કે પત્ની તો સાધ્વી બનેલ છે. છતાં સાધ્વીને મળી સાથે થયેલ પતિએ પાછા ઘરે જવા જણાવ્યું. ત્યારે નિર્મળ છે મન જેનું એવી સાધ્વીએ સાધુ થયેલા પતિને દૃષ્ટાંતથી ઘર્મમાં સ્થિત કરવા માટે એમ વદ્યા અર્થાત્ આ પ્રમાણે જણાવ્યું. ૧પના “નૃપઘર વિષે કોઈ કુત્તો રહે બહુ સુખમાં, જમણ મથુરાં નિત્યે તાજાં મળે બહલાં ભલાં. પણ ન ગઈ જો ભૂંડી ટેવો રહી છુપ દિલમાં! નૃપસહ કદી માનામાં તે જતો દરબારમાં- ૧૬ અર્થ - રાજાને ઘેર એક કૂતરો બહુ સુખમાં રહેતો હતો. તેને હમેશાં મથુરાં એટલે મીઠા, તાજાં અને અનેક સુંદર ભોજન જમવા મળતા હતા. છતાં તેના મનમાં રહેલી ભૂંડી ટેવો ગઈ નહીં. તે કદા એટલે કોઈ દિવસ રાજાની સાથે માનામાં એટલે પાલખીમાં બેસી રાજ દરબારમાં જતો હતો. ૧૬ાા શિશુમળ તણા ગંદા સ્થાને ગયો, ફૂદી કૂતરો, લપલપ કરી ચાટે વિષ્ટા, અરે! નહિ સુંઘર્યો.” મલિન મનના ભાવો જાણી કથા કહી તે સુણી, અતિ શરમથી નીચા મુખે ખમાવી, ગયા મુનિ. ૧૭ અર્થ - રાજદરબારમાં જતાં રસ્તામાં શિશુમળ એટલે બાળકની વિષ્ટા જોઈ તે કૂતરો પાલખીમાંથી કુદીને તે ગંદા સ્થાને ગયો. ત્યાં લપલપ જીભથી કરીને તે બાળકની વિષ્ટાને ચાટવા લાગ્યો. અરે! આશ્ચર્ય છે કે રાજ દરબારનું ભોજન મળતા છતાં પણ હજીએ સુથર્યો નહીં. તેમ દીક્ષા લીઘા તમને આટલા વર્ષ થઈ ગયા છતાં મનના મલિન ભાવો હજી ગયા નહીં? તેની પત્ની સાથ્વીએ આ કથા કહી. તે સાંભળીને અત્યંત શરમ આવવાથી નીચું મુખ કરી સાધુ પતિએ તેને ખમાવી, ત્યાંથી પાછા ફર્યા. ||૧ળા ગુરુ સમપ તે માયા ત્યાગી ફરી વ્રત આદરે, અતિશય તપે પ્રીતિ ઘારી હવે ભૂંલ ના કરે;

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208