Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 178
________________ ૧ ૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મહા ભાગ્યશાળી આત્મા ખેદ વગર સહેલાઈથી તે મિથ્યાત્વની ગ્રંથિને ભેદી શકે છે. ૨૩ાા સદગુરુના ઉપદેશે જો ઑવ સુપાત્રતા પ્રગટાવે રે, તો શીતળતામય શાંતિથી ભવ-સંતાપ બુઝાવે રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુના ઉપદેશથી જો ઑવ આત્મજ્ઞાનની યોગ્યતા પ્રગટાવશે તો શીતળતામય એવી આત્મશાંતિને પામી ત્રિવિધતાપરૂપ ભવ સંતાપને તે બુઝાવી શકશે. રજા. પારસમણિનો સ્પર્શ થતાં જો કનક-ગુણ લહે લોઢું રે, પણ પારસમણિ બની શકે ના, એ અચરજ તો થોડું રે. શ્રીમદ્ અર્થ - પારસમણિનો સ્પર્શ થતાં લોઢું, કનક એટલે સોનું બની જાય છે. પણ લોઢુ પારસમણિ બની શકે નહીં. એ તો થોડું આશ્ચર્યકારક છે. ગરપાા ગુરુ-ભક્તિ ગૌતમમાં ઉત્તમ, શિષ્યોને ઉદ્ધરતા રે, પોતે કેવળજ્ઞાન-રહિત પણ શિષ્યો કેવળ વરતા રે! શ્રીમદ્ અર્થ :- પણ વિશેષ આશ્ચર્યકારક વાત તો એ છે કે શ્રી ગૌતમ સ્વામીમાં ભગવાન મહાવીર પ્રત્યે એવી ઉત્તમ પ્રકારની ભક્તિ હતી કે પોતે પંદરસો તાપસોને શિષ્ય બનાવી તેમનો ઉદ્ધાર કરતાં, પોતે કેવળજ્ઞાન રહિત હોવા છતાં પણ શિષ્યો કેવળજ્ઞાનને પામી ગયા. ૨૬ાા. પથ્થર સમ શિષ્યો અથડાતા, ગુરુ-કારીગર મળતાં રે, બોઘ-ટાંકણે નિત્ય ઘડાતાં, પ્રતિમા સ્વàપે ભળતાં રે. શ્રીમદ્ અર્થ :- અહીં તહીં અથડાતા એવા પત્થર સમાન શિષ્યોને પણ શ્રી ગુરુ જેવા કારીગર મળતાં, તેમને નિત્ય બોઘરૂપી ટાંકણાથી ઘડીને, પૂજવા યોગ્ય પ્રતિમા સ્વરૂપ બનાવી દે છે. “ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસેં પ્રતિમા કરે, પૂજા લહે અપાર.” –આલોચનાદિ પદસંગ્રહ ||૨૭મી પૂજ્યપદે જ્યાં થઈ સ્થાપના, દેવરૃપે રહે કેવા રે! દેવ-ભાવ પ્રગટાવે સદગુરુ દેવ-દેવરૃપ એવા રે. શ્રીમદ્ અર્થ :- પ્રતિમાસ્વરૂપ બનાવવાથી શિષ્યની પૂજ્યપદે સ્થાપના થતાં તે દેવરૂપે કેવા શોભે છે. શિષ્યને દેવસ્વરૂપ બનાવનાર એવા સદ્ગુરુદેવને પણ દેવસ્વરૂપને પામેલા છે. ૨૮ ઉદાસીનતા સેવી નિરંતર ગુરુભક્તિમાં રહેવું રે, ચરિત્ર પુરુષોનાં સ્મરવાં, ગુદૃગુણે મન દેવું રે. શ્રીમદ્ અર્થ - એવા સદ્ગુરુ ભગવંતની ભક્તિમાં ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ ઘારણ કરીને નિરંતર રહેવા યોગ્ય છે. એવા સત્પરુષોનાં જીવનચરિત્રોનું સ્મરણ કરવું. તથા શ્રી ગુરુના ગુણોમાં મનને પરોવવું. એમાં આત્માનું પરમ હિત રહેલું છે. “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પરુષોની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્પરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સન્દુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208