Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 179
________________ (૭) સગુરુ-સ્તુતિ ૧ ૬૯ સર્વ સમ્મત કરવું.” (વ.પૃ.૨૫૦) મુરલી મુખાકૃતિ અવલોક ઉરે, તન-મન-વચનર્ની ચેષ્ટા રે, અદ્ભત રહસ્યભરી ગણી ભાવો ગુસંમતિ-મતિ શ્રેષ્ટા રે. શ્રીમદ્ અર્થ :- સપુરુષની વીતરાગમય મુખાકૃતિનું હૃદયમાં અવલોકન કરું. તેમના તન મન વચનની અદભુત રહસ્યભરી ચેષ્ટાઓને વારંવાર નિહાળી શ્રી ગુરુએ સમ્મત કરેલું તે સમ્મત કરવું તથા એમાં જ મારી મતિની શ્રેષ્ઠતા રહેલી છે એમ માનવું. ૩૦ના. મુક્તિ માટે માન્ય રાખજો, જ્ઞાનીએ ઉર રાખ્યું રે, સર્વ સંતના અંતરનો આ મર્મ પામવા દાખ્યું રે. શ્રીમદ્ અર્થ - મુક્તિ મેળવવા માટે ઉપરોક્ત જણાવેલ વચન માન્ય રાખજો. જ્ઞાનીઓએ આ વાત હૃદયમાં રાખેલ, તે સર્વ સંતના અંતરનો મર્મ પામવા માટે અત્રે પ્રગટ કરેલ છે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સન્મુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” (વ.પૃ.૨૫૧) /૩૧ાા. વિદ્યમાન ગુરુ જ્ઞાની મળતાં અવિચળ શ્રદ્ધા આવે રે, તો સઘળું આ ઉર ઉતારી ભક્તિભાવ જગાવે રે. શ્રીમદ્ અર્થ :- વિદ્યમાન એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા પ્રત્યક્ષ આત્મજ્ઞાની ગુરુ મળતાં, તેમના પ્રત્યે અવિચળ શ્રદ્ધા આવે છે અને ઉપર જણાવેલ બધી વાત હૃદયમાં ઊતરી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ જાગૃત થાય છે. ૩રા. ગિરિગુફાનું ગહન અંઘારું દીવો થતાં દૂર થાશે રે, સદગુથ ઉરે પરિણમતાં અજ્ઞાન અનાદિ જાશે રે. શ્રીમદુo અર્થ - પર્વતમાં રહેલ ગુફાનું ગહન અંધારું હોય પણ દીવો થતાં તત્પણ દૂર થાય છે. તેમ સદગુરુ ભગવંતનો બોઘ હૃદયમાં પરિણામ પામતાં અનાદિકાળનું અજ્ઞાન પણ દૂર થઈ જાય છે. “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર //૩૩ના જન્મ મરણ રૂપ ગહન નદીમાં ઘણો તણાતો આવ્યો રે, ગુ. પરમકૃપાળુ શિખા ગ્રહી ખેંચી લે તો ફાવ્યો રે. શ્રીમદુ અર્થ - જન્મમરણરૂપ ગહન નદીમાં હું અનાદિકાળથી ઘણો તણાતો આવ્યો છું. પણ ગુરુ પરમકૃપાળુદેવ હવે કૃપા કરીને તેમાંથી મારી શિખા એટલે ચોટલી પકડીને મને ખેંચી કાઢે તો હું ફાવી જાઉં, અર્થાત્ સંસારરૂપી જળમાં ડૂબતો બચી જાઉં. //૩૪ તટ નિકટ આ નરભવ દુર્લભ, પૂર્વ પુણ્યથી પામ્યો રે, સદગુરુયોગ અચાનક મળતાં ખટપટથી વિરામ્યો રે. શ્રીમદ

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208