Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 187
________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર દેવ-દેવ મહાદેવ જ સુખદ શંકર ગણો રે, સુખદ॰ સર્વન્ત્યાપી જે જ્ઞાન તેથી વિષ્ણુ ભણો રે. તેથી ૩ અર્થ :— તે અરિહંત ભગવાનનો દેહ પરમ ઔદારિક છે. તેઓ જ્ઞાનાવરણીયાદિ ચારેય ઘાતીકર્મથી મુક્ત થયેલા છે. જે જગતવાસી જીવોને દેશનારૂપે આત્મધર્મનું સ્વરૂપ સમજાવે છે. તેથી ત્રણેય લોકમાં પૂજનીય છે. જે દેવોના પણ દેવ હોવાથી ખરેખર મહાદેવ છે, અને સુખને દેવાવાળા હોવાથી શંકર જાણો. શમ એટલે સુખ અને તેને કરવાવાળા અર્થાત્ સુખને કરવાવાળા હોવાથી શંકર છે. તથા જ્ઞાન અપેક્ષાએ સર્વ ચરાચરમાં વ્યાપેલ હોવાથી વિષ્ણુ પન્ન કહેવા યોગ્ય છે. ।।૩।। બ્રહ્મસ્વરૂપે બ્રહ્મા, હરે દુઃખ તે હરિ રે, કરે કર્મ-અરિ જીત્યું. જિન, બહુ નામી ગુર્ણ કરી રે, બહુ વચન-અગોચર તત્ત્વ શ્રુત કહે સ્થૂલને રે, શ્રુત અંગુલિથી જુઓ ચંદ્ર ન પહોંચે મૂળને રે. ન ૪ ૧૭૭ અર્થ :– બ્રહ્મસ્વરૂપમાં રમનાર હોવાથી બ્રહ્મા અને દુઃખને હરનાર હોવાથી હાર છે. રાગદ્વેષ અજ્ઞાન આદિ કર્મોને જીતવાથી જિન, તેમજ ગુણો વડે જોઈએ તો તે અનેક નામના ઘારી છે. ભગવાનનું શુદ્ધ આત્મારૂપ તત્ત્વ, તે વચનથી અગોચર છે. તથા શાસ્ત્રો છે તે વસ્તુના સ્થૂલ સ્વરૂપને પ્રકાશનારા છે. જેમ અંગૂલિથી નિર્દેશ કરી ચંદ્ર બતાવી શકાય પણ મૂળ ચંદ્રમા સુધી પહોંચી શકાય નહીં, તેમ શાસ્ત્રો માત્ર અંગૂલિ નિર્દેશ સમાન છે; જ્યારે આત્માનો અનુભવ તો સાક્ષાત્ પ્રત્યક્ષ છે. તે અનુભવ, અરિહંત ભગવંતને સદા સર્વદા સંપૂર્ણપણે પ્રગટ છે. ૫૪૫ પ્રથમ પરમગુરુ આમ, નેતા શિવમાર્ગના હૈ, નેતા તીર્થસ્થાપક સાક્ષાત્, પિતા પરમાર્થના રે; પિતા વીતરાગ ભગવંત અનંત યા ઘણી રે, અનંત અત્યંત કર્યાં. ઉપકાર કરું વંદના પણી રે. કરું પ અર્થ :– પંચ પરમગુરુઓમાં શ્રી અરિહંત પ્રથમ છે. અને આમ એટલે મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરવા લાયક છે, તે મોક્ષમાર્ગના નેતા છે. સાક્ષાત્ સ્વયં ધર્મતીર્થના સ્થાપક છે. મૂળ પરમાર્થને પ્રથમ જન્મ આપનાર હોવાથી પરમાર્થના પિતા સમાન છે. વીતરાગ હોવાથી સાચા ભગવંત છે. જેની પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવાથી અનંત દયાના ઘણી છે. તે શ્રી અરિહંત ભગવંતે મોક્ષમાર્ગ બતાવી અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. માટે એવા પ્રભુની હું ઘણીવાર ભાવભક્તિ સહિત વંદના કરું. પા જે શ્રી તીર્થંકરદેવે સ્વરૂપસ્થ થઈ લઘો રે, સ્વરૂપ વક્તવ્યપણે જે રીતે કહાય તેવો કહ્યો રે, કાય આત્મા અત્યંત યથાસ્થિત, તે દર્શક દેવને રે, તે તર્જી સૌ અન્ય અપેક્ષા નમું, ચઠી સેવને રે. નમું ૬ અર્થ :— જે શ્રી તીર્થંકરદેવે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ વક્તવ્યપણે એટલે વાણી દ્વારા જે પ્રકારે -- આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત એટલે સંપૂર્ણપણે જેમ છે તેમ જણાવ્યો છે, એવા સર્વ

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208