Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 185
________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ ૧૭૫ અર્થ - આ વિષમ કળિકાળમાં મોહના નિમિત્ત પ્રબળ હોવાથી આત્માની સ્વરૂપમાં સ્થિરતા ટકવી દુર્ઘટ છે. “આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો.” (વ.પૃ.૩૧૩) આ કાળમાં જિંદગી અલ્પ જીવો છે અને જંજાળ એટલે કામો અનંત છે તથા જીવની તૃષ્ણા પણ અનંતી હોવાથી અનેક પ્રકારની ખટપટ જીવો કર્યા કરે છે. જિંદગી અલ્ય છે, અને જંજાળ અનંત છે; અસંખ્યાત ઘન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપમૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે!” (વ.પૃ.૩૧૩) //૬૧ાા. સ્વરૂપસ્મૃતિ સંભવતી નથી ત્યાં; અપ્રમત્ત જો જીવે રે, તોડી તૃષ્ણા-જાળ સમજથી તો ર્જીવ પહોંચે શિવે રે. શ્રીમદ અર્થ - જ્યાં તૃષ્ણા અનંત છે ત્યાં આત્મસ્વરૂપની સ્મૃતિ થવી સંભવતી નથી. પણ જીવ અપ્રમત્ત એટલે પ્રમાદ રહિત બની પુરુષાર્થ કરે તો સત્પરુષના બોઘથી તૃષ્ણાની જાળને તોડી ઠેઠ શિવ એટલે મોક્ષ સુધી જીવ પહોંચી શકે છે. Iકરા અનાદિ અવિદ્યા-અભ્યાસે જીંવ સ્વરૂપ ભૂલી રમતો રે, તે જો સગુરુસત્સંગે હજીં બોઘભૂમિ અનુસરતો રે. શ્રીમદ્ અર્થ - અનાદિકાળની અવિદ્યા એટલે અજ્ઞાનના અભ્યાસે આ જીવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલીને વિભાવમાં કે ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે. પણ જો તે સદગુરુના સમાગમે અથવા તેમના વચનોના સમાગમે હજી પણ સાચી સમજ મેળવવા પ્રયત્ન કરે તો બોઘબીજની ભૂમિકાને એટલે સમ્યગ્દર્શનની યોગ્યતાને તે પામી શકે છે. I૬૩ દીર્ઘકાળના અભ્યાસે તો ઉદાસીનતા આવે રે, સ્વàપ-વિસ્મરણ પણ ટાળી તે આત્મલીનતા લાવે રે. શ્રીમદ્ અર્થ – સત્પષના બોઘનો દીર્ઘકાળ અભ્યાસ કરવાથી જગતના પદાર્થો પ્રત્યે જીવને ઉદાસીનતા અર્થાત્ વિરક્તભાવ આવે છે અને પોતાનું અનાદિકાળનું વિસ્મરણ થયેલ સ્વરૂપ પણ જાણી, શ્રદ્ધીને તે આત્મસ્વરૂપમાં લીનતા અર્થાત્ સ્વરૂપ રમણતાને પામી શકે છે. //૬૪માં શ્રી સદ્ગુરુ ભગવંતના ગુણગાન કરવાથી કે ભક્તિ કરવાથી પંચ પરમેષ્ઠિ ભગવંતનું સ્વરૂપ સમજાય અને તેમના સ્વરૂપનો વિશેષ વિચાર કરવાથી પોતાનો આત્મા પણ મૂળસ્વરૂપે જોતાં પંચ પરમેષ્ઠિ ભગવાન જેવો છે તેનું ભાન થાય. આગળના પાઠનું નામ “પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર’ છે. પાંચ પરમપદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. જગતમાં આ સર્વોત્કૃષ્ટ પાંચ પદવીઓ છે. આ પાંચેય પદ ઇષ્ટ હોવાથી પંચ પરમેષ્ઠી કહેવાય છે. એ પાંચેય પદમાં રહેલ સત્પરુષો સહજાત્મસ્વરૂપને પામેલા છે,

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208