Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 190
________________ ૧૮ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરમાત્મા નભ એટલે આકાશ સમ નિર્લેપ છે. એ આત્મ પ્રભુતાને પામેલા પ્રભુ અપુનર્ભવી એટલે ફરી કોઈ કાળે જન્મ લેનાર નથી. કરવાનું કાર્ય જેને સર્વ કરી લીધું માટે કૃતકૃત્ય છે, સદૈવ નિરાકુળ છે. આપની ભક્તિભાવે સ્તુતિ કરી નિત્ય આપના જેવા નિરાકુળ સિદ્ધપદને હું પણ ચાહું છું. I/૧૩યા. જેવા થવું હોય તેવી કરો નિત્ય ભાવના રે, કરો. સર્વ પ્રદેશે શુદ્ધિ સિદ્ધોની પાવના રે; સિદ્ધો ત્રિકાળ તે જ સ્વરૂપે સ્થિતિ અચળ લહી રે, સ્થિતિ, સ્વયંજ્યોતિ,નિરંજનરૂપ, અજર-અમરતા કહી રે. અજર૦ ૧૪ અર્થ:- જે દશા પ્રાપ્ત કરવી હોય તેવી હમેશાં ભાવના કરો. સહજ આત્મસ્વરૂપને પામવું હોય તો નિરંતર તેવી આત્મભાવના ભાવો. આત્માના સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધિ એ જ સિદ્ધ ભગવંતોની પવિત્રતા છે. “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણે કાળ તે જ શુદ્ધ સ્વરૂપે જેણે અચળ સ્થિરતા પ્રાપ્ત કરી છે એવા સ્વયંજ્યોતિસ્વરૂપ, નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા તે અજર અમર પદને પામેલા છે. ૧૪. જેવું સિદ્ધોનું સ્વરૂપ તેવું સૌ જીવનું રે, તેવું માત્ર ઔપાથિક ભેદ દૃષ્ટાન્ત સ્ફટિકનું રે; દ્રષ્ટાંત જાય કર્યજનિત વિભાવ સ્વરૂપ ઉપાસતાં રે, સ્વરૂપ૦ શુદ્ધ સ્વરૂપે સ્થિતિ થતી સિદ્ધ પૂજતાં રે. થતી. ૧૫ અર્થ – જેવું સર્વ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ છે, તેવું જ મૂળ સ્વરૂપે સર્વ જીવોનું સ્વરૂપ છે. તેમના અને બીજા સર્વ જીવો વચ્ચે માત્ર કર્મ ઉપાધિનો ભેદ છે. તેનું દ્રષ્ટાંત સ્ફટિક રત્ન છે. સ્ફટિક રત્ન શુદ્ધ નિર્મળ હોવા છતાં જેવા રંગનો સંગ મળે તે રૂપે દેખાય છે. તેમ આત્મા શુદ્ધ હોવા છતાં કર્મ ઉપાધિથી મલિન જણાય છે. તે કર્મ જનિત આત્માનું વિભાવ સ્વરૂપ શુદ્ધ આત્માની ઉપાસના કરતા નાશ પામે છે. અને સિદ્ધ સ્વરૂપને ભાવથી પૂજતાં પોતાની પણ શુદ્ધ સ્વરૂપે શાશ્વત સ્થિતિ થાય છે. ૧૫ અસંગ અનામ સ્વરૂપ અનુભવી ઓળખે રે, અનુ. સ્વાનુભવી ગુરુમુખથી બોઘે જીંવ લખે રે; બોથે મુમુક્ષુતા રૂપ નેત્ર સ્વદોષો દેખશે રે, સ્વ સગુરુનું ય સ્વરૂપ યથાર્થ તે લેખશે રે. યથાર્થ. ૧૬ અર્થ - સિદ્ધ ભગવંતના અસંગ, નામ વગરના શુદ્ધ સ્વરૂપને આત્મઅનુભવી જ્ઞાની પુરુષો જ ઓળખી શકે. તે શુદ્ધ સ્વરૂપના સ્વાનુભવી એવા શ્રી ગુરુના મુખ દ્વારા થયેલ બોઘથી આપણા આત્માને પણ તે શુદ્ધસ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ આવે છે. તે સ્વરૂપ જેને પામવું હશે તે મુમુક્ષતારૂપ નેત્રો વડે પોતાના સ્વદોષને દેખશે. તે ભવ્યાત્મા મુમુક્ષતાના કારણે સગુરુનું પણ તે જ યથાર્થ સ્વરૂપ છે, તેને જાણી શકશે. ૧૬ાા. સદ્ગુરુ ત્રિવિઘ સ્વરૂપ સૂરિ, પાઠક, મુનિ રે, સૂરિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદવી, ત્રણ નામની રે; પદવી

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208