Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 183
________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ અર્થ – સદ્ગુરુ પરમકૃપાળુદેવની ઉદાસીનતા કેવી છે તે તો કોઈ પ.પૂ.પ્રભુશ્રીજી જેવા ભક્તિમાન જ ઓળખી શકે. પરમકૃપાળુદેવને જગતના કોઈ પદાર્થ પ્રત્યે રુચિ રહી નથી. તેઓ હમેશાં સમતાભાવમાં રમણતા કરે છે. “એક પુરાણપુરુષ અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે. અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેપારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી;’’ (વ.પૃ.૨૯૦) I।૫૧/ જગત તણી વર્તે વિસ્મૃતિ પ્રભુ-પ્રેમ-ખુમારી જાગી રે, દેપારી છે કે નહિ તે પણ ભૂલી જતા મહાભાગી રે. શ્રીમદ્ ૧૭૩ અર્થ :– ૫૨મકૃપાળુદેવને પ્રભુ પ્રેમની ખુમારી જાગૃત થવાથી જગતની સાવ વિસ્મૃતિ વર્તે છે. પોતે દેહઘારી છે કે નહીં તે પણ ભૂલી જાય છે. એવા તે મહાભાગ્યશાળી છે. પરા સત્સંગી, સન્મુખ જીવોના યોગ વિના ઉદાસી રે, કોઈ વિમુખ જગમાં ના માને વિષયાર્દિી નિરાશી રે. શ્રીમદ્ અર્થ :– પ્રભુ સન્મુખ એવા સત્સંગી જીવોનો યોગ નહીં મળવાથી ઉદાસભાવ રહે છે. જગતમાં કોઈને પણ પોતાથી વિમુખ એટલે શત્રુરૂપે માન્યા નથી. તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો આદિ પ્રત્યે પણ જેને નિરાશભાવ એટલે ઇચ્છારહિતપણું વર્તે છે એવા પરમકૃપાળુદેવ છે. ‘“અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે;’' (૧.૧.૨૯૦૦ ||૫૩|| શૂન્યપણે વર્તે ઇન્દ્રીંગણ, હૃદય શૂન્ય સમ ભાસે રે, ઠેકાણું નહિ ખાનપાનનું, પ્રતિબંધથી પ્રતિબંધથી ત્રાસે રે. શ્રીમદ્ અર્થ :— પરમકૃપાળુદેવની ઇન્દ્રિયો વિકાર વિના શૂન્યપણે પ્રવર્તે છે તથા હૃદય પણ વિકલ્પ રહિત = શૂન્યપણે ભાસ્યમાન થાય છે. ‘હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇન્દ્રિયો શૂન્યપત્રો પ્રવર્તાવારૂપ જ રહે છે;” (વ.પૃ.૨૯૦) આત્માકાર વૃત્તિ થવાથી ખાનપાનનું પણ ઠેકાણું નથી. તથા આત્મસ્થિરતામાં વિઘ્ન કરનાર એવા પ્રતિબંધ તેમને ત્રાસરૂપ જણાય છે. ।।૫૪ પૂર્ણ ઘેલછા એક પ્રકારે, જગ-જનથી છુપાવે રે, મનમાનતી ઉદાસીનતા નથી એમ મન લાવે રે. શ્રીમદ્ અર્થ :— પ્રભુ પ્રત્યેની એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. તેને જગતવાસી જીવોથી છુપાવે છે. કેમકે તે આ વાતને સમજી શકે નહીં. એટલી બધી પ્રભુ તન્મયતા હોવા છતાં પણ મનમાનતી ઉદાસીનતા નથી એમ તેઓ માને છે. “એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ......... આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208