Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 182
________________ ૧૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- અપૂર્વ ફળ તે આત્મદર્શન અથવા સમકિત છે. તે મળવાના યોગે હવે પાછી પાની કરું નહીં. તેમાં અંતરાય કરનારા કારણોને શોધી શોધીને પણ દૂર કરું. //૪૬ાા હું જાણું છું” એ અભિમાને રખડ્યો કાળ અનાદિ રે, કુળઘર્મ ને ચાલુ ક્રિયા લોક-લાજ સહ નાથી રે. શ્રીમદ્ અર્થ :- “હું જાણું છું' એ અભિમાન વડે જીવ અનાદિકાળથી રખડ્યો છે. કુલધર્મ અને કરતા આવ્યા છે તે ક્રિયાને, લોકલજ્જાના કારણો સહિત ઘોડાના લગામની જેમ પકડી રાખે છે, પણ છોડતો નથી. “તેમાં અંતરાય કરનાર “હું જાણું છું', એ મારું અભિમાન, કુળઘર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાઘવાપણું એ આદિ પ્રકાર છે,' તે જ અનંતાનુબંઘી ક્રોઘ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે.” (વ.પૃ.૪૧૯) I/૪શા. સપુરુષોની ભક્તિ આદિક લૌકિક ભાવે કરવાં રે, પંચ વિષયફૅપ કર્મ જ્ઞાનનાં દેખી તે અનુસરવાં રે. શ્રીમદ્ અર્થ – સત્પરુષોની ભક્તિ આદિ લૌકિક ભાવે એટલે આ લોકના સંસાર સુખ મેળવવા અર્થે જીવ કરે અથવા જ્ઞાની પુરુષના પંચ વિષયાકાર કર્મ ઉદયમાં દેખી પોતે પણ એમ વર્તવાનો ભાવ રાખે એ અનંતાનુબંધી કષાય છે. ૪૮ ઇત્યાદિ વિધ્રો વિચારી મુમુક્ષુ-જન, ટાળે રે, અનંતાનુબંઘી ભાવો એ જ્ઞાન-વિચારે ગાળે રે. શ્રીમદ્ અર્થ :- કલ્યાણ માર્ગમાં ઉપર જણાવેલ વિદ્ગોને સ્થિર ચિત્તથી વિચારી મુમુક્ષજન ટાળે છે. એવા અનંતાનુબંધી કષાય ભાવોને તે સમ્યકજ્ઞાન વિચાર કરીને ગાળે છે. લા. ઘન, સંબંઘી, ગામ, ઘરાદિક તજી અનેક પ્રકારે રે, આ અભિમાન, મમત્વ, વાસના ભવ-બીજ કેમ વઘારે રે? શ્રીમદ્દ અર્થ :- પૂર્વ ભવે કે આ ભવે અનેક પ્રકારે ઘન, સગાં સંબંઘી, ગામ, થરાદિક એટલે પૃથ્વી આદિને છોડ્યા છે. પણ તે પ્રત્યેનું અભિમાન, મમત્વ કે વાસનાનો ત્યાગ કર્યો નથી. તે જ સંસારનું બીજ છે. તેને હવે કેમ વઘારે છે? જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ઘારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંથમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુઘી તે જ્ઞાનાવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અઘિકરણક્રિયાનો હેતુ કહ્યો છે; જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી.” (વ.પૃ.૪૧૯) //૫૦ ઉદાસીનતા સદ્ગુરુની કો ભક્તિમાન જીંવ જાણે રે, કોઈ પદાર્થ પ્રતિ રુચિ ના રહીં, સમતા મનમાં આણે રે. શ્રીમદ

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208