Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 160
________________ (૬૫) પરિષહ-જય ૧ ૫ ૧ એવા મુક્તિના રાગી મુનિઓ સ્વભાવમાં સ્થિર થાય છે. સાલા સ્ત્રીસંસર્ગ ગણે કર્દમસમ, મલિન, મોહક, જીંવ-ઘાતી રે, તો સંયમમાં સ્થિર રહે મુનિ, જગમાં પ્રસરે અતિ ખ્યાતિ રે, સિંહની સાથે અશસ્ત્ર લડતા, ફણિઘરશીર્ષ પગે પીલે રે, વજસમી છાતી ઘા સહતી તે-વા-નર સ્ત્રીવશ ખેલે રે. ૧૦ અર્થ :- ૮. સ્ત્રી પરિષહ :- સ્ત્રીની સંગતિને બ્રહ્મચારી કર્દમસમ એટલે કીચડ સમાન મલિન માને છે. તે જીવને મોહ પમાડનાર છે, તે આત્માને રાગ કરાવી આત્મ ગુણોની ઘાત કરનાર છે. એમ માનનાર મુનિ સંયમમાં સ્થિર રહી શકે અને તેની ખ્યાતિ જગતમાં સર્વત્ર પ્રસરે છે. સિંહની સાથે શસ્ત્ર વગર લડતા કે ફણિઘરશીર્ષ એટલે સર્પના માથાને પગથી પીલી શકે એવા કે વજસમાન છાતીવાળા જે શસ્ત્રોના ઘા સહન કરી શકે તેવા મનુષ્યો પણ સ્ત્રીને વશ થઈ પડી ગયા છે. I૧૦ના વિહારમાં પગપાળા ફરતા નીરખી પથદંડ-પ્રમાણે રે, જગારજનોની તર્જી આસક્તિ મુનિ ખેદ ન મનમાં આણે રે; કઠિન જમીન પર કોમળ ચરણે વગર પગરખે મુનિ ચાલે રે, પાલખી, ગાડી, અશ્વ-ગજાદિની સ્મૃતિ ન મનમાં કદી સાલે રે. ૧૧ અર્થ - ૯. ચર્યા પરિષહ - ચર્યા એટલે વિહાર કરવો. વિહારમાં પથદંડ પ્રમાણે એટલે પગદંડી હોય તે પ્રમાણે નીચે જોઈ જોઈને પગપાળા ચાલે. લોકોની જગ્યાને કે ઘર્મશાળામાં જ્યાં રહેતા હોય તેને છોડતાં આસક્તિ રાખી મનમાં ખેદ લાવે નહીં; ચાલવામાં કઠિન એવી જમીન ઉપર મુનિ શાલિભદ્રની જેમ કોમળ પગ હોય તો પણ પગરખા વિના ચાલે છે. તે વખતે પાલખી, ગાડી, ઘોડા, હાથી વગેરેની સવારીને કદી પણ મનમાં લાવતા નથી. ૧૧ના ગિરિ, ગુફા, અટવી, સમશાને શાંત ચિત્તથી, આસન મારે, ત્રાસરૂપ ના બને કોઈને નિયત કાળ સુથી તત્ત્વ વિચારે, સુરનર-પશુ-પ્રકૃતિકૃત વિઘો આવી પડે ને દુઃખ દે ભારે, તો ય તજે ના સ્થાન મુનિ જે, તે ગુરુ વંદનયોગ્ય અમારે. ૧૨ અર્થ - ૧૦. નૈષેધિકી (એક સ્થાને બેસવાનો કે ઊભા રહેવાનો) પરિષહ :- પહાડમાં કે ગુફામાં, અટવી એટલે જંગલમાં કે સ્મશાન આદિ એકાંત સ્થળોમાં મુનિ અચળપણે શાંતચિત્તથી આસન ઘરીને બેસે તેથી કોઈને ત્રાસરૂપ થાય નહીં. અને નિશ્ચિત કાળ સુધી ત્યાં બેસી તત્ત્વ વિચારણા કરે. ત્યાં દેવતા, મનુષ્ય કે પશુની ક્રૂર પ્રકૃતિકૃત કોઈ વિઘ્નો આવી પડે કે ભારે દુઃખ આપી કોઈ ઉપસર્ગો કરે છતાં જે મુનિ તે સ્થાનને છોડે નહીં તે શ્રી ગુરુ અમારે વંદન કરવા યોગ્ય છે. જેમ પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં કે ગુફામાં કે ઘર્મપુરના જંગલોમાં વિચરતા હતા ત્યાં જંગલી જાનવરો પણ આવતા હતા. અને પ.પૂ.પ્રભુશ્રીજી પણ જુનાગઢની ગુફામાં રહ્યા હતા કે પૂ.શ્રી બ્રહ્મચારીજી પણ કુવાની પાળ ઉપર કે શીમરડા ગામમાં ઘરનાં છજા ઉપર આખી રાત ઊભા રહી ધ્યાન કરતા હતા અને જ્યાં જાય ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ નાની ચટાઈ ઉપર જ બેસતા હતા. આ ત્રણેય પુરુષો નૈઘિકી પરિષહને સહન કરતા હતા. ll૧૨ા.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208