Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(૬૭) સદ્ગુરુ સ્મૃતિ
૧૬૫
ગટરમાં આળોટે છે. દારૂના નશામાં અંધ બનેલો તે ભાન વિના બકે છે કે હું તો ખાટલા ઉપર સૂતો છું. તેમ મોહથી અંધ બનેલો પ્રાણી એમ માને છે કે હું તો સંસારમાં પરમ સુખી છું; કોઈ દુઃખ નથી. પા સજ્જન સદ્ગુરુ ત્યાં થઈ જાતાં ઊભા તેવી વાટે રે, જગાડતા પોકારી, “ભાઈ, અરે! શ્વાન જો ચાર્ટ રે. શ્રીમદ્
·
અર્થ :– સજ્જન એવા સદ્દગુરુ ત્યાં થઈને જતાં, રસ્તામાં ઊભા રહી તેને જગાડવા માટે પોકારીને કહે છે કે અરે! ભાઈ, આ કૂતરા તારું શરીર ચાટે છે તે જો.
૬
આમ આવ
જાગ્રત થા રે! આમ આવ તું,
પોકારે રે,
ચાલ, ઘેર પ્હોંચાડું ભાઈ, ઊઠ, ઉતાવળ મા૨ે રે. શ્રીમદ્
અર્થ :— હૈ જીવ, ‘કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.' આ બાજુ આવ, આત્મા ભણી વળ. ચાલ, તને તારા મૂળ આત્મસ્વરૂપરૂપ ઘરમાં પહોંચાડી દઉં. ભાઈ, હવે ઊઠ, મારે જવાની બહુ ઉતાવળ છે. શા
11911
ક્યાં તુજ સુંદર સેજ અને આ કાદવ-ખરડી કાયા રે,
લાજ તજી આળોટે કેવો! ઊઠ ઉત્તમ કુળજાયા રે.” શ્રીમદ્
અર્થ ક્યાં તારી સ્વરૂપાનંદમય પથારી અને ક્યાં તારી વિષયોરૂપ કાદવમાં ખરડાયેલી આ કાયા. તું લાજ તજી વિષયોમાં કેવો આળોટે છે! હવે ઉત્તમકુળના જાયા તું ઊઠ. મૂળ સ્વરૂપે તો તું પરમાત્મસ્વરૂપમય ઉત્તમ જાતિકુળનો છું, તેનું હવે ભાન કર. ।।૮।।
એમ મનોહર વચન કુસુમ સમ કરુણાકર ગુરુ વદતા રે,
કુશળ પુરુષ એ કૃપાનજરથી વ્યસનોનું વિષ હરતા રે. શ્રીમદ્
જાણે
અર્થ :– એવા મનોહર કુસુમ એટલે ફૂલ જેવા વચનો કરુણાળુ સદ્ગુરુ બોલે છે. તે બોલે છે ત્યારે ઝરે છે. એવા કુશળ સત્પુરુષ, કૃપાદૃષ્ટિથી બોધ આપીને સંસારી જીવોના વિષયરૂપ વ્યસનોનું વિષ હરણ કરે છે. ાલ્યા
ફૂલ
અસંગ ભાવ નિજ સ્પષ્ટ બતાવી આત્મમાહાત્મ્ય બતાવે રે,
પરમ શાંત રસથી છલકાતું ઉર શાંતિ વરસાવે રે. શ્રીમદ્
અર્થ :— સદ્ગુરુ ભગવંત પોતાના મન વચન કાયાની નિર્મળ ચેષ્ટા વડે પોતાનો અસંગ-અલિપ્તભાવ સ્પષ્ટ બતાવીને આત્માનું માહાત્મ્ય દર્શાવે છે. તેમનું પરમ શાંત રસથી છલકાતું એવું અંતઃકરણ મુમુક્ષુના મનમાં પરમ શાંતિ પ્રગટાવે છે. ।।૧૦।।
એવા સદ્ગુરુ સમીપ વસતાં દિનદિન દશા વિચારું રે,
અપૂર્વ ગુણના આદ૨થી હું ગુરુશિક્ષા ઉર ધારું રે. શ્રીમદ્
અર્થ :— એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવનો મને ભેટો થતાં તેમની અદ્ભુત આત્મદશાનો પ્રતિદિન વિચાર કરું, તેમના અપૂર્વ ગુણો પ્રત્યે આદરભાવ લાવી શ્રી ગુરુની શિક્ષાને ભક્તિભાવે સદૈવ હૃદયમાં ઘારણ કરું. ।।૧૧।
વિષય-કષાય વિદેશ જતા રહે, સ્વપ્ને પણ નહિં દેખું રે, ઉપશમ રસમાં નિત્યે ન્હાતાં, દેહકેદ નહિ લેખું રે. શ્રીમદ્

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208