________________
૭ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પત્ની બીજી સાતે કહે: “મૂર્ખ કહે તે ના કરો.” કરગર સુભદ્રા બોલી કે “કરુણા કરી ના પરિહરો.” માને નહીં ત્યારે કહે: “સંયમ અમે સૌ પાળીશું,
ને આપ સમ ઉત્તમ પુરુષને અનુસરીને ચાલીશું.”૩૦ અર્થ :- ઘન્યકુમારને કુલ આઠ સ્ત્રીઓ હતી. તેથી બીજી સાતે પત્નીઓ કહેવા લાગી કે આ મૂર્ખ કહે તેમ ના કરો. ત્યારે સુભદ્રા પણ કરગરીને કહેવા લાગી કે હે નાથ! કરુણા કરીને અમને પરિહરો નહીં. છતાં ઘન્યકુમારે તે માન્યું નહીં. ત્યારે આઠેય કહેવા લાગી કે અમે પણ સૌ સંયમ પાળીશું અને આપ સમાન ઉત્તમ પુરુષને અનુસરીને જ ચાલીશું. //૩૦ગા.
તે સાંભળી “શાબાશ” કહીં લઈ સાથે ચાલી નીકળ્યા, શ્રી શાલિભદ્ર કને જઈ કહે: “કેમ નિર્ભય થઈ રહ્યા? વિશ્વાસ કોને કાળનો? તત્પર થઈ જાઓ હવે!
બત્રીસ દિનની ઢીલ ના વૈરાગીને કદ પાલવે. ૩૧ અર્થ :- આઠેય પત્નીઓની ઉત્તમ ભાવના સાંભળીને તેમને શાબાશી દઈ, સર્વને સાથે લઈને ઘરથી ચાલી નીકળ્યા. અને શ્રી શાલિભદ્રની પાસે આવીને કહેવા લાગ્યા કે કેમ નિર્ભય થઈને રહ્યા છો? કાળનો કોને ભરોસો છે? કે તે બત્રીસ દિવસ સુધી ન જ આવે. હવે તૈયાર થઈ જાઓ. બત્રીસ દિવસની ઢીલ વૈરાગીને પાલવે નહીં. શુભ કાર્ય તો શીધ્ર જ કરવું જોઈએ. /૩૧ાા.
વૈભારગિરિ પર તીર્થપતિ આવી રહ્યા સભાગ્યથી, દીક્ષા હવે લઈશું ચલો વીરહાથ સૌ સભાવથી.” કહીં તુર્ત ચાલ્યા, નીરખીને તે શાલિભદ્ર ત્વરા કરે;
વૈરાગ્યવંતન સંગતિ ઉત્સાહ અતિશય ઉર ભરે. ૩૨ અર્થ - વૈભારગિરિ ઉપર તીર્થપતિ ભગવાન મહાવીર આપણા સદભાગ્યથી આવી રહ્યા છે. માટે હવે ચાલો આપણે બધા સદુભાવથી તેમના હાથે દીક્ષા લઈશું. એમ કહી તેઓ તુર્ત ચાલતા થયા. તે નીરખીને શાલિભદ્ર પણ હવે ત્યાગ માટે ત્વરા કરવા લાગ્યા. કેમકે વૈરાગ્યવંતની સંગતિ પણ અતિશય ઉત્સાહને હૃદયમાં ભરનાર હોય છે. ૩રા.
(૫૮) માથે ન જોઈએ
ભાગ-૨ (હરિગીત)
દેખો શ્રી શાલિભદ્ર ને ઘનશેઠની કૃતાર્થતા, આત્માàપે જેનું બન્યું મન ઘર તજી ચાલી જતા