________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
८०
લાવે છે. તે આ પ્રમાણે :—
(૫) નિદ્રા ઃ— નિદ્રાવડે આત્મા ઉપર આવરણ લાવે. પણ આ નિદ્રાના ઉદયથી માણસ સુખેથી જાગી શકે. કૂતરાની જેમ તરત અવાજ સાંભળતા જાગી જાય.
(૬) નિદ્રા-નિદ્રા :– જેના ઉદયથી ઢંઢોળતાં મુશ્કેલીથી જાગે.
(૭)પ્રચલા ઃ— જેના ઉદયથી જીવને ગાય, ભેંસ કે ઊંટની જેમ ઊભાઊભા કે બેઠાબેઠા ઊંઘ આવે. (૯) પ્રચલા–પ્રચલા :– જેના ઉદયથી ઘોડા વગેરેની જેમ રસ્તામાં ચાલતા ચાલતા ઊંઘ આવે.
(૯) સ્ત્યાનગૃદ્ધિ :– જેના ઉદયથી જીવ દિવસે ચિંતવેલા કાર્યને, જે દિવસે કરવું અશક્ય હોય તેને ઊંઘમાં કરી આવે. આ ઊંઘવાળા પ્રથમ સંઘયણીને વાસુદેવના બળ કરતાં અર્ધું બળ પ્રાપ્ત હોય છે. અતિ વિચિત્ર પ્રકારની આ ઊંઘ છે. આ નિદ્રાવાળો જીવ મરીને નરકે જાય. વર્તમાનકાળે આ ઊંધવાળાને પોતાના બળ કરતા ત્રણચાર ગણું બળ આવે છે.
દર્શનાવરણીય કર્મબંધના કારણો :–
ઇન્દ્રિયોનો દુરઉપયોગ કરવાથી આ કર્મનો બંઘ થાય છે. જેમકે ચક્ષુઇન્દ્રિયનો બીજાના દોષો જોઈ દુરુપયોગ કરવાથી કે જીભાદિ ઇન્દ્રિયો વડે બીજાની નિંદા કરવાથી અથવા દેવગુરુધર્મનું શ્રદ્ધાપૂર્વક પાલન નહિં કરવાથી આ દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે. દર્શન—ભગવાનના દર્શનની, દર્શની—દર્શન કરનાર આરાધકની, અને દર્શનના સાઘનો મૂર્તિ કે ચિત્રપટ વગેરેની આશાતના, નિંઠા, અપમાન કરવાથી પણ આ કર્મનો બંઘ થાય છે. અને દેવગુરુધર્મનું શ્રદ્ધાપૂર્વક આરાધન કરવાથી, ભક્તિ કરવાથી કે ઇન્દ્રિયોનો સદ્ઉપયોગ કરવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષય થાય છે, ॥૧૩॥
સુખ-દુઃખનો દે સાજ, કહી વેદનીય તે, હોલાલ કહી
મઘ-ખરડી તરવાર જીભે સુખ-દુઃખ દે, હો લાલ જીભે ૧૪
વેદનીય કર્મ :— વેદનીયકર્મ શાતા અશાતારૂપે સુખદુઃખના સાજ એટલે રોગાદિક સાઘનોવર્ડ સુખદુઃખનો અનુભવ કરાવે તે વેદનીય કર્મ છે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને રોકે છે. મધથી ખરડાયેલી તરવાર જેવું આ કર્મ છે. તરવાર ઉપર રહેલ મઘને જીભવડે ચાટતાં મીઠો સ્વાદ આવે તે રૂપ શાતાવેદનીય કર્મ સંસાર સુખ અને તરવારના ઘારથી જીભ કપાતાં પીડા થાય તે અશાતાવેદનીયરૂપ સંસારનું દુઃખ છે, આવા સંસારસુખના ક્ષણિક અનુભવ વખતે હિંસાદિથી કાર્ય થતાં અશાતાવેદનીય-કર્મ બંધાય અને તેના ઉદયથી ફરી દુઃખ આવે. ।।૧૪।।
બે ભેદ તે જાણ; મોહનીય કર્મ તો હો લાલ મોહનીય૰
કરે અસાવધ દારૂ સમાન વિચારજો, હો લાલ સમાન ૧૫
તે વેદનીય કર્મના બે ભેદ છે.
=
(૧) શાતાવેદનીય – જેના ઉદયથી શરીર નિરોગી રહે. પરિવાર સુખી હોય કે માનસિક શાતા રહે તે શાતાવેદનીય.
કે
(ર) અશાતાવેદનીય :- જેના ઉદયથી જીવને તાવ આવે, માથું દુઃખે, પેટ દુ:ખે, ગુમડા થાય, સંગ્રહણી, ક્ષય કે કેન્સર વગેરે થાય અથવા પરિવાર અશાતા આપે કે મનમાં અશાંતિ આદિ રહે તે સર્વ અશાતાવેદનીય કર્મ છે.