________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
૮ ૫
૪. વામન સંસ્થાન :- જેના ઉદયે ઠીંગણાપણું મળે. ૫. કુન્જ સંસ્થાન :- જેના ઉદયે કૂબડાપણું મળે. ૬. ઠંડક સંસ્થાન :- જેના ઉદયથી બધા અંગો હીનાધિક-એડોલ હોય, તેવા પ્રકારનું શરીર મળે તે.
(૭) વર્ણ નામકર્મ :- જે કર્મના ઉદયથી શરીરનો રંગ થાય તે વર્ણનામકર્મ. (તે પાંચ પ્રકારે છે–કાળો, નીલો, લાલ, પીળો અને સફેદ.)
(૮) ગંથ નામકર્મ :- જે કર્મના ઉદયથી ગંઘ આવે તે ગંદનામકર્મ. (તે સુગંઘ અને દુર્ગધ બે પ્રકારે છે.)
(૯) રસ નામકર્મ – એ કર્મના ઉદયથી સ્વાદ આવે તે રસનામકર્મ. (તે તીખો, કડવો, કષાયેલો, ખાટો કે મીઠો એમ પાંચ પ્રકારનો રસ હોય છે.)
(૧૦) સ્પર્શ નામકર્મ :- જે કર્મના ઉદયથી સ્પર્શનો અનુભવ થાય તે સ્પર્શનામકર્મ. (તે કર્કશ, કોમળ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, (ચીકણો) અને રુક્ષ (લુખો) એમ આઠ પ્રકારનો હોય છે.)
(૧૧) આનુપૂર્વીનામકર્મ :- “મરણ પછી બીજે ઠેકાણે જન્મ લેવા જતાં આત્માને આકાશ પ્રદેશની શ્રેણી અનુસારે ચાલવું પડે છે તે રીતે જતાં જ્યાંથી વળાંક વળવાનો હોય, તે સ્થળેથી બીજી શ્રેણી ઉપર ચડવાને આનુપૂર્વી નામકર્મ જીવને મદદ કરે છે. દેહ છોડે ત્યાંથી જીવ સીધી લીટીમાં જ ચાલે છે. વળાંક વળ્યા પછી પણ સીધી લીટીમાં જ ચાલે છે. વધુમાં વધુ ત્રણ વળાંક જીવને વળવાના હોય છે. એટલે મરણ પછી ઉત્પન્ન થતાં વઘુમાં વધુ ચારથી પાંચ સમય લાગે છે. આ આનુપૂર્વી ચાર પ્રકારની છે.
(૧) નારક આનુપૂર્વી નામકર્મ–આકાશ પ્રદેશની શ્રેણી ઉપર થઈને નરક ગતિ તરફ ચાલતાં જીવને જ્યાં જ્યાં વળાંક વળવાનો હોય ત્યાં ત્યાં તેને અટકવા ન દેતાં નારક તરફ વાળી દઈ નરકગતિમાં પહોંચાડનાર કર્મ તે નારક આનુપૂર્વી નામકર્મ છે.
(૨) દેવ આનુપૂર્વી નામકર્મ–દેવગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને દેવગતિમાં લઈ જનાર કર્મ
(૩) મનુષ્ય આનુપૂર્વી નામકર્મ—મનુષ્યગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને મનુષ્યગતિમાં લઈ જનાર કર્મ.
(૪) તિર્યંચ આનુપૂર્વી નામકર્મ–તિર્યંચ ગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરી જીવને તિર્યંચગતિમાં લઈ જનાર કર્મ.” -કર્મગ્રંથ સાર્થ ભાગ-૧ (પૃ.૨૦૮)
જીવની સ્વાભાવિક ગતિ તો ઋજુ એટલે સીધી જ હોય છે. પણ કર્મના કારણે જીવને બીજી બીજી ગતિઓમાં જવું પડે છે.
(૧૨) વિહાયોગતિ નામકર્મ :- ચાલવાની રીત તે વિહાયોગતિ અથવા ખગતિ કહેવાય છે. તે બે પ્રકારની છે.
૧. શુભ વિહાયોગતિ :- જેના ઉદયથી બીજાને પ્રિય લાગે એવી હંસ, હાથી કે બળદ જેવી શુભ (સારી) ચાલ મળે તે.
૨. અશુભ વિહાયોગતિ :- જેના ઉદયથી બીજાને ન ગમે તેવી ઊંટ કે ગધેડા જેવી અશુભ (વાંકી) ચાલ મળે તે.