________________
૮ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રકૃતિઓનો જીવને બંધ થાય છે. આઠેય કર્મમાં નામકર્મની પ્રકૃતિઓનો વિસ્તાર વિશેષ છે.
અત્રે ક૭ ભેદે નામકર્મની પ્રકૃતિઓ બતાવવામાં આવી છે. આ પ્રવૃતિઓના જ પેટા ભેદોને સાથે ગણીને તેની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિઓ બતાવવામાં આવે છે.
શુભ નામકર્મ બાંઘવાના કારણો -
ક્ષમા, નમ્રતા, સરળતા, રસગારવ, રિદ્ધિગારવ કે શાતાગારવનો અભાવ, ગુણીજનોની પ્રશંસા તથા આત્મનિંદા આદિ શુભનામકર્મ બાંધવાના કારણો છે.
સર્વથી શુભ પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ એવું ‘તીર્થંકર નામકર્મ તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય વગેરે વીસપદોની વિધિપૂર્વક બહુમાન સહિત આરાધના કરવાથી બંઘાય છે.
અશુભ નામકર્મ બંધના કારણો -
મન વચન કાયાની વક્રતા, રસ, ઋદ્ધિ કે વિષયસુખમાં આસક્તિ, ઠગાઈ, ચિત્તની ચંચળતા, વસ્તુઓમાં ભેળસેળ કરવી, ખોટા તોલમાપ રાખવા, પરનિંદા અને આત્મપ્રશંસા કરવી ઇત્યાદિ અશુભનામ કર્મબંઘના કારણો છે. ૧ળા
ઉચ્ચ, નીચ, બે ગોત્ર, પાત્ર કુંભારના હો લાલ પાત્ર
નાના મોટાં જેમ, કુળો સંસ્કારના. હો લાલ કુળો. ૧૮ અર્થ - ગોત્રકર્મ –ગોત્રકર્મના બે ભેદ છે. ૧. ઉચ્ચ ગોત્ર :- જેના ઉદયથી જીવોનો જન્મ ઉત્તમકુળ વંશ-જાતિમાં થાય તે ઉચ્ચ ગોત્ર. ૨. નીચ ગોત્ર – જેના ઉદયથી જીવોનો જન્મ હલકા કુળમાં થાય તે નીચ ગોત્ર.
આ કર્મ કુંભારના ઘડા જેવું છે. કુંભાર એક જ માટીમાંથી ઘડા બનાવે, છતાં એકનો ઉપયોગ દારૂ ભરવા માટે અને બીજા ઘડાનો ઉપયોગ અમૃત ભરવા માટે થાય. તેમ જન્મ તો બઘા જ લે છે, પણ નાના મોટા કુળોમાં જન્મીને તે તે પ્રકારના શુભ અશુભ સંસ્કારો પામે છે.
આ કર્મ આત્માના અગુરુલઘુગુણને અર્થાતુ અટલ અવગાહનારૂપ આત્મશક્તિને (સિદ્ધની અવગાહનાને) રોકી રાખે છે.
ઉચ્ચ ગોત્ર કર્મબંઘના કારણો -
ગુણાનુરાગ, નિરભિમાનીપણું, અધ્યયન, અધ્યાપનની રુચિ તથા જિનભક્તિ આદિ વડે ઉચ્ચગોત્રનો બંધ થાય છે.
નીચ ગોત્રકર્મબંઘના કારણો -
ગુણવાન પ્રત્યે ઈર્ષાભાવ, માન, મદ, પરનિંદા તથા આત્મપ્રશંસા વગેરે કરવાથી નીચ ગોત્રનો બંઘ થાય છે. ૧૮ાા
અંતરાય જે કર્મ ભંડારી સમ કહ્યું, હો લાલ ભંડારી
ખાળે દાનાદિક, તે પાંચ ભેદે કહ્યું. હો લાલ તે પાંચ૦ ૧૯ અર્થ - અંતરાય કર્મ :- જે કર્મનો ઉદય દાનાદિ કાર્યોમાં વિઘ્ન કરે તે અંતરાય કર્મ. આ કર્મના ઉદયથી આત્માની અનંતદાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યશક્તિ રોકાઈ રહેલ છે. આ કર્મ