________________
૭ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જીવમાં અહંપણું એટલે હું છું તે સ્વસંવેદનાનો પ્રત્યક્ષભાવ, જીવ વગર કદી હોઈ શકે નહીં. તેમ જગતમાં દેખાતી જીવોની ચિત્રવિચિત્ર અવસ્થા પણ તે કર્મ વગર કોઈ બતાવી શકે નહીં. જગતમાં ચિત્રવિચિત્રપણું બતાવી નાટકના પાત્રોની જેમ જીવને નચાવનાર તે કર્મ છે. કર્મ જીવને રાંક બનાવે, કર્મ ઊંચ-નીચે ભમાવે, કર્મ જ શાતા અશાતા ઉપજાવે છે. વ્યવહારનયથી કર્મનો કર્તા પણ પોતે અને તેનો ભોક્તા પણ પોતે જ છે; એ વિના બીજું કોઈ હોઈ શકે નહીં. Iટા
૧ બંઘ (સામાન્ય) ગ્રહે જીવ નવીન કર્મ : બંઘ-સ્વરૂપ તે, હો લાલ બંઘ૦
અસંખ્ય લોક-પ્રમાણે પ્રકૃતિ બંઘ છે, હો લાલ પ્રકૃતિ ૯ અર્થ – પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત પામી, જો જીવ શુભાશુભભાવે તેમાં જોડાય તો નવીન કર્મનો બંધ થાય છે. તે ક્ષીરનીરવત હોય છે. તેને બંદસ્વરૂપ કહેવામાં આવે છે.
લોકાકાશ અસંખ્યપ્રદેશ પ્રમાણ છે. તેમ જગતમાં રહેલા જીવોના અસંખ્ય પ્રકારના જુદા જુદા ભાવો હોવાથી કર્મ પ્રકૃતિનો બંઘ પણ અસંખ્ય પ્રકારનો છે. લા.
તોપણ મુખ્ય આઠ; તેના ય ભેદ બે-હો લાલ તેના ય
ઘાત, અઘાતીરૂપ; વિભાવ નિમિત્ત એ. હો લાલ વિ. ૧૦ અર્થ:- છતાં તે સર્વ પ્રકૃતિઓને જ્ઞાનાવરણાદિ મુખ્ય આઠ પ્રકૃતિઓમાં ભગવાને વણી લીધી છે. તેના પાછા ઘાતી, અઘાતીરૂપે બે ભેદ છે. આત્માના મૂળગુણોને જે ઘાતે અર્થાત્ હણે તે ઘાતી કર્મ છે. તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ છે. જે આત્માના મૂળગુણોને હણે નહીં તે અઘાતી કર્મ છે. તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ છે. આ આઠેય કર્મપ્રકૃતિઓનો ઉદય જીવને વિભાવભાવનું નિમિત્ત બની, નવીન કર્મબંધનું કારણ થાય છે. આ આઠેય કર્મની બંઘયોગ્ય પ્રવૃતિઓ એકસોને વીશ ભગવાને જણાવી છે. II૧૦ના
જીવનું લક્ષણ જ્ઞાન, તેને જ આવરે-હો લાલ તેને જ..
જ્ઞાનાવરણીય જાણ ઘટ જેમ દીપ પરે. હો લાલ ઘટક ૧૧ અર્થ :- જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મની બંઘયોગ્ય પ્રવૃતિઓને હવે વિસ્તારથી જણાવે છે –
જ્ઞાનાવરણીય કર્મ :- જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. તેના ઉપર જે આવરણ લાવે તેને જ્ઞાનાવરણીય કર્મ જાણો. જેમ દીપક ઉપર ઘડો મૂકવાથી દીપકનું તેજ હોવા છતાં બહાર દેખાતું નથી. અથવા આંખે પાટા બાંઘવાથી જોવાની શક્તિ હોવા છતાં આંખવડે પદાર્થ જોઈ શકાતો નથી; તેમ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ જાણો. ||૧૧ાા
તેના ભેદો પાંચ મુખ્ય તો જાણવા, હો લાલ મુખ્ય
દર્શનાવરણીય કર્મ દેતું નહિ દેખવા, હો લાલ દેતું. ૧૨ અર્થ - તે જ્ઞાનાવરણીય કર્મના મુખ્ય પાંચ ભેદ છે. તે આત્માના જ્ઞાન ગુણને રોકે છે, માટે અવશ્ય જાણવા. તે આ પ્રમાણે છે :
(૧) મતિજ્ઞાનાવરણીય - જે પાંચ ઇન્દ્રિય તથા મનથી જ્ઞાન થાય તે મતિજ્ઞાન. તે મતિજ્ઞાન