________________
(૫૭) માથે ન જોઈએ ભાગ-૧
દે દાન અઢળક સર્વ ક્ષેત્રે; વીરતા ખરી આદરી,
સંયમ તણા અભ્યાસની બત્રીસ દિવસ મુદ્દત કરી. ૨૬
અર્થ :– માતાને સમજાવ્યા પછી પોતાની પત્નીને પ્રતિબોધવા લાગ્યા. પ્રતિદિન એક સ્ત્રીને સારી રીતે બોઘ પમાડી ત્યાગવા લાગ્યા. એ ક્રમ સેવતા હતા. સાથે સર્વ ક્ષેત્રમાં અઢળક દાન પણ દેતા હતા. એમ ખરી શૂરવીરતા આદરીને સંયમના અભ્યાસ અર્થે બત્રીસ દિવસની મુદત નક્કી કરી. બત્રીસ દિવસમાં બત્રીસ સ્ત્રીઓને પ્રતિબોધી સંયમ લેવાનો નિર્ણય કરી લીધો. ।।૨૬।।
છે બેન શાલિભદ્રની નાની સુભદ્રા નામની, ઇચ્છિત વરે વરી ઘન્યને તે નગરમાં સૌભાગ્યિની. શ્રેણિક નૃપની સોમશ્રી પુત્રી હતી તેની સખી, તે પણ વરી તે ધન્યવરને પૂર્ણ પુછ્યું નીરખી. ૨૭
અર્થ :– શાલિભદ્રની નાની બેન સુભદ્રા હતી. તે સૌભાગ્યિની પોતાની ઇચ્છાએ તે જ નગરમાં રહેતા ધન્યકુમારને વરી હતી. શ્રેણિક રાજાની સોમશ્રી પુત્રી હતી. તે તેની સખી હતી. તે પણ ધન્યકુમારને પૂર્ણ પુણ્યશાળી જાણી તેને જ વરી હતી. ।।૨૭।
જાતે સુભદ્રા સ્નાનકાળે એકદા પતિપીઠ પર્સ, વાંસા ઉપર અશ્રુ પડ્યાં તેથી પૂછે : “શું દુઃખ વસે?”’ બોલી સુભદ્રા : “શાલિભદ્રે કામ માંડ્યું આકરું, 'બત્રીસ દિવસે સર્વ નારી તğ,' કહે, વ્રત આદરું.' ' ૨૮
૬ ૯
અર્થ :– ધન્યકુમારના સ્નાન સમયે એક દિવસ સુભદ્રા જાતે પતિની પીઠ ઘસતી હતી. તે વખતે ધન્યકુમારના વાંસા ઉપર આંસુ પડ્યા. તેથી તેણે સુભદ્રાને પૂછ્યું કે તારા મનમાં શું દુ:ખ છે? ત્યારે સુભદ્રા બોલી : મારા ભાઈ શાલિભદ્રે આકરું કામ આદર્યું છે. તે એમ કહે છે કે હું તો બત્રીસ દિવસે સર્વ સ્ત્રીઓને તજી પંચ મહાવ્રતને ધારણ કરીશ. ।।૨૮।।
“કાયર કરે વિશ્વાસ દિન બત્રીસ તક મૃત્યુ તણો,' એવાં વચન આ શેઠનાં વૈરાગ્ય સૂચવતાં ઘણો;
ત્યાં તો સુભદ્રા બોલી : ‘‘છે કરવું કઠણ એ આપથી,” અક્લેશ ચિત્તે ઊઠી ચાલ્યા પૂર્વના સંસ્કારથી. ૨૯
અર્થ :— – જે કાયર હોય તે બત્રીસ દિવસ સુધી મૃત્યુનો વિશ્વાસ કરે, ધન્ય શેઠના આવા વચન અંતરંગમાં રહેલ ઘણા વૈરાગ્યને સૂચવતા હતા. ત્યાં તો સુભદ્રા બોલી ઃ આવું આપથી થવું કઠણ છે. કહેવું : સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. ત્યાં તો અક્લેશમય ચિત્ત છે જેનું એવા ઘન્યકુમાર ત્યાંથી ઊઠીને ચાલવા માંડયા. એ પૂર્વના સંસ્કારી જીવ હતા.
પૂર્વ જન્મમાં ગાયો ચરાવતાં જંગલમાં મુનિ મહાત્માનો બોધ સાંભળતા ઘણો જ મીઠો લાગ્યો હતો. હું પણ એવી મુનિચર્યાને અંગીકાર કરું એવી ભાવના ભાવતાં ઘર તરફ આવતાં રસ્તામાં સિંહે ફાડી ખાધા. પણ તે ભાવનાના કારણે દેહ છોડી આ ભવમાં તેઓ ધન્યકુમાર શેઠ બન્યા હતા. ।।૨૯।।