________________
(૫૭) માથે ન જોઈએ ભાગ-૧
૬ ૫
રાજા જવા સ્વીકારતા, નિજ ઘેર ભદ્રા જ્યાં ગઈ ગોભદ્ર-દેવ-સહાયથી સ્વર્ગીય તૈયારી થઈ. ગજ-અશ્વપંક્તિ, દેવદુષ્ય, કલ્પતરુ મંદારથી
સુવર્ણ કળશો શોભતા પંક્તિરૂપે દરબારથી. ૧૦ અર્થ - શ્રેણિક રાજાએ ઘરે આવવાનું આમંત્રણ સ્વીકાર્યું અને ભદ્રા શેઠાણી જ્યાં પોતાના ઘરે ગઈ કે ગોભદ્રદેવની સહાયથી સ્વર્ગીય તૈયારી થઈ ગઈ. હાથીઓ અને ઘોડાઓની પંક્તિ, દેવતાઈ વસ્ત્રો, કલ્પવૃક્ષના ફૂલોથી સોનાના કળશો પંક્તિરૂપે ઠેઠ રાજ્ય દરબારથી તે શાલિભદ્રના ઘર સુઘી શોભવા લાગ્યા. ||૧૦ના
તે માર્ગ દિવ્ય સુગંથી ચૂર્ણ સાથિયા સહ શોભતો, અતિ પુણ્યના ફળ સર્વને સુખકાર, જાણે બોઘતો. રાજા અતિ આશ્ચર્યથી તે સર્વ જોતા જાય છે,
રસ્તા દુકાનો રત્નતોરણ જોઈ બહુ હરખાય છે. ૧૧ અર્થ :- રાજમાર્ગ સુગંધી ચૂર્ણ અને સાથિયા સહ શોભા આપતો હતો. તે જાણે એમ બોઘતો હતો કે અત્યંત પુણ્યના ફળ સર્વને સુખના કર્તા છે. રાજા શ્રેણિક અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ રચના જોતો જાય છે. રસ્તાઓ, દુકાનો, રત્નના તોરણ વગેરે જોઈને રાજા બહુ હર્ષિત થાય છે. ૧૧ના
ભદ્રા લઈ ગઈ માળ ચોથે રાયને સત્કારને, મણિરત્નમંડિત દિવ્ય સિંહાસન પર બેસારને. જઈ પુત્ર પાસે સાતમે માળે કહે માતા : “અરે!
શ્રેણિક ચોથે માળ મળવા આવ, તમને નોતરે.” ૧૨ અર્થ - ભદ્રા શેઠાણી રાજાનો સત્કાર કરી તેમને ચોથા માળે લઈ ગઈ. ત્યાં મણિરત્નોથી જડેલા દિવ્ય સિંહાસન ઉપર તેમને બેસાડી, પોતે સાતમે માળે જઈ પુત્રને કહેવા લાગી કે અરે! શ્રેણિક ચોથે માળે મળવા આવ્યા છે અને તમને બોલાવે છે. ૧૨ા.
કહે પુત્ર: “ખરદો માલ તેનો જોઈને સારો ઘણો,” ભદ્રા કહે : “તે મગથપતિ રાજા શિરોમણિ આપણો, મળવા અહીં સુર્થી આવિયા, ઝટ આવજો,” કહીં મા ગઈ;
“મારે ય માથે કોઈ છે,” ચિંતા પ્રબળ એવી થઈ,- ૧૩ અર્થ :– માતા ભદ્રાના વચન સાંભળી શાલિભદ્ર કહે - શ્રેણિક આવ્યા છે તો તેમનો માલ જોઈને સારો હોય તો ઘણો ખરીદી લો. ત્યારે ભદ્રા કહે છે તો મગ દેશના પતિ રાજા શ્રેણિક છે. આપણા નાયક છે-ઉપરી છે. તે મળવા માટે અહીં સુધી આવ્યા છે માટે ઝટ આવજો. એમ કહીને મા નીચે ગઈ. શાલિભદ્ર વિચારમાં પડ્યા કે “મારે ય માથે કોઈ છે' એની પ્રબળ ચિંતા થવા લાગી. /૧૩
“તો ભોગ નહિ હું ભોગવું, દીક્ષા જર્ફેર લેવી ઘટે; પણ હાલ નીચે જો જઉં તો માતની ચિંતા મટે.”