________________
(૫૫) સંયોગનું અનિત્યપણું
સર્વત્ર ક્ષણભંગુરતારૂપી દાવાનળ ક્ષણે ક્ષણે સળગી રહ્યો છે, અર્થાત્ જગતની સર્વ વસ્તુઓ ક્ષણિક એટલે નાશવંત જણાય છે. ક્યાંય પણ શાશ્વત સુખ નજરે દેખાતું નથી. ત્રિવિઘ તાપથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. ||૧||
હાં રે જુઓ, તરણાંટોચે ઝાકળ જળ દેખાય જો, રવિ-કિરણમાં રત્ન-રાશિ સમ શોભતું રે લોલ; હાં રે તે તાપ પડ્યું કે પવન વડે ઊડી જાય જો,
તેવા સૌ સંયોગો અસ્થિર બોઘતું રે લોલ. ૨ અર્થ - જેમકે પ્રભાતમાં ઘાસના ટોચ ઉપર ઝાકળના બિંદુ પડેલા દેખાય છે. તે સૂર્યના કિરણમાં રત્નની રાશિ એટલે રત્નના ઢગલા સમાન શોભા આપે છે. પણ તાપ પડે કે પવન આવ્યું તે ઊડી જાય છે, તેમ જગતના સર્વ સંયોગો સુંદર દેખાતા છતાં અસ્થિર છે, એમ તે આપણને બોઘ આપે છે. રા
હાં રે આ સાગરજળ ઉપર પરપોટા-ફીણ જો, વરઘોડે ચઢીને આવે ઉપદેશવા રે લોલ; હાં રે તીરે તે અફળાઈ નિષ્ફળ થાય જો,
પુણ્ય-મનોહર સુખ આવે તેવાં જવા રે લોલ. ૩ અર્થ – સમુદ્રના જળ ઉપર પાણી પરપોટા કે ફીણ જેવું બનીને જાણે વર જેમ ઘોડા ઉપર ચઢીને આવતો હોય તેમ દેખાય છે. પણ તે ફીણ સમુદ્રના કિનારે આવતાં અફળાઈને નષ્ટ થઈ જાય છે. તેમ પુણ્યોદયથી ઇન્દ્રિયના મનોહર સુખ પ્રાપ્ત થાય છે પણ અલ્પ સમયમાં તે જતા રહે છે. એમ જગતના સર્વ સંયોગો અનિત્ય છે તેનો તે પરપોટા ઉપદેશ આપે છે. II
હાં રે કોઈ ભિક્ષક સંતો એઠું જુઠું ખાઈ જો. સ્વપ્ર વિષે રાજાનો વૈભવ ભોગવે રે લોલ; હાં રે ત્યાં મેઘગર્જના સુણતાં જાગી જાય જો,
તેમ જ સૌ સંપદનો નક્કી વિયોગ છે રે લોલ. ૪ અર્થ - કોઈ ભિખારી એઠું જૂઠું ખાઈને સૂતો હતો. તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જાણે રાજા બની તેનો વૈભવ ભોગવે છે. તેટલામાં વાદળાની ગર્જના થઈ અને તે જાગી ગયો. જુએ છે તો રાજ્ય વૈભવ જેવું
ત્યાં કંઈ નથી. તે તો માત્ર સ્વપ્ન હતું. તેમાં મળેલી સર્વ સંપત્તિનો પાંચ પચાસ વર્ષમાં વિયોગ નિશ્ચિત છે. પુણ્ય ક્ષીણ થયે કાં તો લક્ષ્મી ચાલી જાય છે કાં પોતે ચાલ્યો જાય છે. જો
હાં રે ચોમાસામાં નભ, નદી, વન, મેદાન જો, શોભે વિવિઘ મનોહર વર્ણ વડે, ખરે! રે લોલ; હાં રે તે ઉનાળામાં સૌ ઉજ્જડ-વેરાન જો,
તેમ જગતમાં ઘન, યોવન, આયું સરે રે લોલ. ૫ અર્થ - ચોમાસામાં નભ એટલે આકાશ વાદળાથી, નદી જળથી ભરેલી, વન ઉપવનમાં ઝાડ પાન ખીલેલા હોવાથી અને મેદાનમાં પણ લીલું ઘાસ ઊગવાથી વિવિઘ રૂપરંગવડે તે મનોહર જણાય છે.