________________
(૫૫) સંયોગનું અનિત્યપણું
હાં રે વળી ચક્રવર્તી સમ પુણ્યવંતનાં સુખ જો, સ્થિર રહ્યાં ના, તો શી વાત બીજા તણી રે લોલ ? હાં રે સત્ ધર્મ ભૂલ્યાં તો ખમવું પડશે દુઃખ જો, લખચોરાશી યોનિ દુઃખદાયી ઘણી રે લોલ. ૧૮
=
અર્થ :– નરોમાં ઇન્દ્ર સમાન ચક્રવર્તી જેવા પુણ્યશાળીના સુખો પણ સ્થિર રહ્યા નથી, તો બીજા સામાન્ય જીવોની શી વાત કરવી? ઇન્દ્રિયોના સુખોમાં આસક્ત થઈ આત્મધર્મને જો ભુલી ગયા તા ચારે ગતિમાં દુઃખ ખમવું પડશે. ચોરાશી લાખ જીવયોનિ ઘણી દુ:ખદાયી છે, તે વાત સ્થિર ચિત્તે વિચારવા યોગ્ય છે. ।।૧૮।।
હાંરે જુઓ લક્ષ્મી કાજે જીવ કરે બહુ પાપ જો, તોપણ પુણ્ય વિના મળતી, ટકતી નથી રે લોલ; હાં રે તે દે દુર્બુદ્ધિ, વર્ષે પાપ સંતાપ જો, દાન ભોગ વિના તō, જીવ લે દુર્ગતિ રે લોલ. ૧૯
૫૩
અર્થ :– ઘન મેળવવા માટે જીવો અનેક પ્રકારના આરંભ કરે છે, અઢાર પાપસ્થાનક સેવે છે. પણ
-
પુણ્ય જો ન હોય તો લક્ષ્મી મળતી નથી અથવા મળેલ હોય તો પણ ટકતી નથી. પાપથી મેળવેલી લક્ષ્મી દુર્બુદ્ધિ આપે છે. જેથી પાપ વધે છે અને તે પાપ જીવને સંતાપનું કારણ થાય છે. વિશેષ મેળવવાની તૃષ્ણાના કારણે જીવ તે લક્ષ્મીને દાનમાં કે ભોગમાં વાપર્યા વિના જ તજી દઈને મરણ પામી દુર્ગતિએ જાય છે. “જન્મ મરણ કોના છે જે તૃષ્ણા રાખે છે તેના.” શ્રીમદ્ રાજચંદ્ર ||૧૯ના
હાં રે તે જનશિક્ષણ કે સત્શાસ્ત્રોને કાજ જો, સન્માર્ગે વાળી જીવોને રક્ષવા રે લોલ; હાં રે જે દુખી-દરિદ્રીને દેવા સુખ-સાજ જો,
યોજે લક્ષ્મી તે લક્ષ્મીપતિ લેખવા રે લોલ. ૨૦
અર્થ :— તે લક્ષ્મીનો ઉપયોગ લોકોને આત્મા સંબંધી સાચું શિક્ષણ આપવામાં કે જ્ઞાનીપુરુષો દ્વારા રચિત સત્શાસ્ત્રો છપાવવામાં કરવો જોઈએ. જેથી તે જીવો સભ્યજ્ઞાન દ્વારા ઉત્તમ મોક્ષમાર્ગને પામી સંસારના જન્મજરામરણાદિ દુઃખોથી સર્વકાળને માટે બચે. તેમજ દુ:ખી અને દિરતી એટલે ગરીબને સુખશાંતિ આપવા જેઓ પોતાની લક્ષ્મીને યોજે તે ખરેખરા લક્ષ્મીપતિ ઘનવાન શેઠ જાણવા. IIરહ્યા હાં રે તુજ હાથ વિષે ઘન છે ત્યાં લગ્ન લે લ્હાવ જો, તજી અચાનક મરવું પડશે એકલા રે લોલ;
હાં રે સત્ દાન નિમિત્તે સુધરશે નિજ ભાવ જો, લોભ છૂટ્યા વિણ મળે ન નિજસુખની કલા રે લોલ. ૨૧
અર્થ :– પુણ્ય ઉદયે જ્યાં સુધી તારા હાથમાં ધન છે ત્યાં સુધી તું આ દાનધર્મનો લ્હાવો લઈ લે. નહીં તો અચાનક મરણ આવ્યે એકલા જ મરવું પડશે. અને લક્ષ્મી બધી અહીં જ પડી રહેશે. લક્ષ્મીને સભ્યપ્રકા૨ે દાનમાં વાપરવાથી તારા ભાવ પણ સુધરશે. નહીં તો અંતરંગ શત્રુ એવો આ લોભ કષાય છૂટયા વિના આત્મસુખ પ્રાપ્તિની કલા પણ હાથ લાગે તેમ નથી. ।।૨૧।।