________________
(૫૬) મહાત્માઓની અનંત સમતા
૫ ૫
(૫૬)
મહાત્માઓની અનંત સમતા
(રાગ–ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે)
સ્વરૂપ-સ્થિત, સમતાપતિ રે સર્વ અવસ્થામાં ય રાજચંદ્ર, પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય.
સમતા-સ્વામી તે રે જે રમતા સમભાવે. અર્થ - જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત રહી ઉદયાથીને વર્તન કરે છે. જે સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક આદિ સર્વ અવસ્થાઓમાં સમભાવને ઘારણ કરવાથી સમતાના પતિ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. મારું મન પણ ભક્તિવડે તેમના ગુણોમાં જ રમ્યા કરો જેથી હું પણ સમતા સુખનો આસ્વાદ પામું.
પરમકૃપાળુદેવને સમતા એટલે પરપદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનો અભાવ હોવાથી તે સમતાના સ્વામી છે. સમભાવ એ આત્માનું ઘર છે, સ્વભાવ છે. તેથી વિભાવ ભાવોની વિષમતાને મૂકી જે સદૈવ સમભાવના સુખમાં રમણતા કરે છે એવા પરમકૃપાળુદેવ અમારા સ્વામી છે. ૧
ત્રણે લોકને બાળતો રે મોહ-અગ્નિ વિકરાળ;
અંતર્મુખ દૃષ્ટિ કરી રે બુઝાવે તત્કાળ. સમતા અર્થ :- રાગદ્વેષ અજ્ઞાનરૂપ વિકરાળ મોહાગ્નિ ત્રણે લોકના જીવોને અનાદિકાળથી બાળી રહ્યો છે. તે મોહરૂપ અગ્નિને આ સમતામાં રમનારા મહાત્માઓ પોતાની દ્રષ્ટિને અંતર આત્માભિમુખ કરી શીધ્ર બુઝાવી દે છે અને સમતા સુખમાં સદૈવ મગ્ન રહે છે. રાા
ઇન્દ્રિયો વિષયો ચહે રે, ખેંચે અવિરત-પંથ;
સંયમરૂપ લગામથી રે, વારે તે નિગ્રંથ. સમતા અર્થ - પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઇચ્છે છે. આંખ રૂપને, કાન સંગીતને, નાક સુગંઘને અને મુખ સ્વાદને તથા શરીર કોમળ સ્પર્શને ઇચ્છે છે. તે ઇન્દ્રિયો જીવને અસંયમના માર્ગમાં ખેંચી જાય છે. જ્યારે સંયમરૂપ લગામથી આ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને જે વશ કરે તે જ સાચા નિગ્રંથ છે. [૩]
રાગાદિ કાંટાભર્યું રે દુર્ગમ ભવવન દેખ;
સમતા-બૂટ બચાવતા રે કોઈ નડે નહિ રેખ. સમતા અર્થ :- દુઃખે કરીને પાર ઊતરી શકાય એવું દુર્ગમ આ સંસારરૂપી વન છે. તે રાગદ્વેષાદિરૂપ કાંટાઓથી ભરપૂર છે. ત્યાં સમતારૂપી બૂટ પહેરી લે તો કોઈ પ્રકારના વિદન વગર આ સંસારરૂપી જંગલને તે સુખે પાર કરી શકે. કા.
જીવ-અજીવ પદાર્થ જે રે, ઇષ્ટ-અનિષ્ટ ભળાય;
તેમાં ના મૂંઝાય તે રે, સમતાવંત કળાય. સમતા અર્થ - સંસારમાં રહેલા ચેતન અચેતન પદાર્થોને જોઈ જીવને ઇષ્ટ-અનિષ્ટ એટલે ગમવા