________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩ ૫
ઊડ્યા જે વીર સંયમી, માયા ક્રોઘાદિકને પીસે;
અહિંસક બઘા જીંવો તણા પાપવિરત ઉપશાંત તે દીસે. ૧૬ અર્થ :- જે વીર પુરુષો સંયમ પાળવાને તૈયાર થયા તે ક્રોઘ માન માયા લોભાદિને નષ્ટ કરે છે. તે સૂક્ષ્મ કે સ્થૂલ પ્રાણીઓની હિંસા કરતા નથી. તેઓ પાપથી વિરક્ત છે. તથા ક્રોધાદિ તેમના ઉપશાંત થવાથી તેઓ શાંત દેખાય છે. ૧૬ાા.
વિચારે આપદા વિષે, “હું એકલો જગે ન દુઃખિયો,
સૌ સંસારે પીડિત છે; સમ સંયમે જ વીર સુખિયો. ૧૭ અર્થ - તે સંયમી પુરુષો આપત્તિકાળે વિચારે છે કે હું એકલો જ આ જગતમાં શીત કે ઉષ્ણ પરિષહોથી દુઃખી નથી. આ સંસારમાં તો સૌ પ્રાણીઓ દુઃખી જ છે. પણ જે વીર પુરુષોએ સમભાવરૂપ સંયમને ધારણ કર્યો છે તે જ સદા સુખી છે. તથા તેમને કર્મ નિર્જરાનો લાભ પ્રાપ્ત થાય છે. I/૧૭ના.
લીપેલી ભીંત ઊખડ્યે કૃશ દીસે તેમ ઉપવાસથી,
દેહ કસી દયાથી વર્તવું સર્વજ્ઞ કથિત ઉપદેશથી. ૧૮ અર્થ :- લીંપેલી ભીંત ઉપરથી છોડા ઉખચે તે ભીંત પાતળી કે અશોભનીય દેખાય, તેમ ઉપવાસ આદિથી કાયા અશોભનીય કે કુશ જણાય તો પણ કાયાને કસી અહિંસાને જ ઘારણ કરી વર્તવું. એમ સર્વજ્ઞ કથિત આત્મહિતકારી ઉપદેશ છે. ૧૮ાા
ખંખેરે ઘૂળ પંખીઓ તેમ કર્મજ ભવ્ય ખેરવે,
તપ આચરી કર્મ કાઢવા તપસ્વી સાધુ વીર્ય ફોરવે. ૧૯ અર્થ - પક્ષીઓ જેમ પોતા પર પડેલ ધૂળને ખંખેરે છે તેમ સંયમી પણ કરજને ખંખેરે છે. તપસ્વી કે સાધુપુરુષો કર્મોને નાશ કરવા માટે ઇચ્છાઓને રોકવારૂપ તપ આચરી પોતાનું વીર્ય એટલે પોતાના બળને ફોરવે છે. ૧૯ાા
કુટુંબી બાળ-વૃદ્ધ સૌ આહારાર્થે આવતાં મુનિ,
વિનવે લલચાર્વી સાધુને, તો ય તપસ્વ વળે ન તે ભણી. ૨૦ અર્થ:- આહાર અર્થે આવેલ મુનિને પોતાના કુટુંબના બાળ કે વૃદ્ધ સૌ તે સાધુપુરુષને લલચાવવા માટે વિનંતી કરતા થાકી જાય તો પણ વસ્તુ તત્ત્વને જાણનારા તે મુનિ તેમના ભણી વળે નહીં. ૨૦ાા
કરુણ વિલાપો કરે બઘાં, વંશવૃદ્ધિ કરવા ય વીનવે;
ઊઠેલો ભવ્ય ભિક્ષુ છે, ન ડગે, સંયમ ચુસ્ત સાચવે. ૨૧ અર્થ - કુટુંબીઓ બઘા રુદન કરી કરુણ વિલાપો કરે અને વંશવૃદ્ધિ કરવા વિનંતી કરે તો પણ સંયમને આરાઘવા ઊઠેલ તે ભવ્ય સાધુ કદી ડગે નહીં, પણ સંયમનું જ ચુસ્ત રીતે પાલન કરે. સારા
કામ-લાલચોથી ખેંચીને કે ઘેર લઈ જાય બાંઘીને,
ઇચ્છે તેવું ન જીવવા, કોણ ડગાવી, ઘેર રાખી લે? ૨૨ અર્થ - વિષયભોગ માટે લલચાવીને કે બાંધીને તે સાધુને ઘેર લઈ જાય તો પણ જે સાધુપુરુષ અસંયમી જીવન જીવવા જ ન ઇચ્છે તેને કોણ ડગાવીને ઘરમાં રાખી શકે? ૨૨ાા