________________
૧૨
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
કે સંપત્તિનો ત્યાગ કરી શારીરિક શ્રમવાળું જીવન જીવવામાં જ સાચો આનંદ છે ત્યારે એક ક્ષણનાયે વિલંબ વિના એ બધી સંપત્તિ છોડીને શ્રમિકનું જીવન જીવવા ચાલ્યા ગયા અને એ અપરિગ્રહ એમણે જીવનના અંત સુધી આનંદથી નિભાવ્યો. એટલું જ નહીં કંઈ કેટલાંયે માણસો આ અનેરો આનંદ માણવા એ રસ્તે વળ્યાં પણ ખરાં.
અપરિગ્રહ વિચારનો : જગતના મહાન વિચારોમાં ગાંધીજી એક હોવા છતાં અમુક કક્ષા સુધી વિચાર કર્યા પછી જે ક્ષો એ વિચારનું દર્શન સ્પષ્ટ થયું તે ક્ષણે એમણે વધારે વિચાર કરવાનું છોડી તેનું આચરણ શરૂ કરી દીધું અને એમના આચારમાંથી જ પ્રયોગસિહચિંતન બહાર આવ્યું. બીજા વિચા૨કોની જેમ ચિંતન ખાતર ચિંતન એમણે કર્યું નથી. એ લખે છે જેને આચારમાં ન મૂકી શકાય તેવા ચિંતનની મારે મન કાણી કોડીનીર્થ કિંમત નથી. જગતનો અપૂર્વ એવો સત્યાગ્રહનો વિચાર પણ એમણે આચારમાં મૂકી જગત સામે મુક્યો છે. એમણે પોતાના વિચારને ક્યાંયે ચિંતન સ્વરૂપે પ્રગટ કર્યો નથી. જેમ ગીતાકારે ગીતા આપ્યા પછી શંકરાચાર્યે તેની ટીકા લખી તેમ ગાંધીજીના ચિંતન વિષે, એમનાં દર્શન વિષે યુર્ગો સુધી લોકો ચિંતન કરતા રહેશે. ગાંધીજીએ જેમ નવા અને અદ્ભુત વિચારો જગત સામે મૂક્યા તેમ નિર્વિચાર રહી શકવાની અદ્ભુત શક્તિનો પણ જગતને પરિચય કરાવ્યો. બધી જ પરિસ્થિતિથી અલિપ્ત થઈને એ વિચારશૂન્ય અવસ્થામાં રહી શકે છે એટલું જ નહીં ગમે તેવા ગંભીર પ્રશ્નોની ચર્ચાસભામાં પણ પોતાને મળેલ પાંચ મિનિટમાં એ ઉધનું ઝોકું લઈ શકે છે. ગોળમેજી પરિષદમાં લોકોના આશ્ચર્ય વચ્ચે આવી નિર્વિચાર શાંત સ્થિતિમાં રહીને બીજી ક્ષણે એમણે ચર્ચામાં ભાગ લઈ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધાં
હતાં.
જાન્યુઆરી, ૨૦૧૩
આવ્યું. પણ તોફાનો શાંત ન થયાં જ્યારે બંગાળમાં ગાંધીજી એકલા ગયા. ખુલ્લી છાતીએ વરસતી ગોળીઓ વચ્ચે ફર્યા અને રમખાણો શાંત થઈ ગયો ત્યારે માઉન્ટબેટને કહ્યું, 'One man baundry force'. એક માણસનું સરહદી લશ્કર. પરંતુ આ અપરિગ્રહી ગાંધીએ, સત્યના પૂજારીએ તો પોતાની જાતને રજકણ કરતાંયે નમ્ર કરી નાંખી હતી. એશે કહ્યું, 'મારી અહિંસા અધૂરી, નહીં તો આવાં તોફાન થાય જ નહીં.'
સત્તાનો અપરિગ્રહ : ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી જ પોતાને મળેલ માન, ચાંદ કે સત્તાથી દૂર રહ્યા. હિંદુસ્તાનમાં ગોખલેના આદેશથી આવ્યા. મનમાં હતું કે એમની પાસે બેસી ધર્મમય રાજકારણના પાઠ શીખીશ, પણ જે ક્ષણે ખ્યાલ આવ્યો કે ગોખલેના શિષ્યો એ ઈચ્છતા નથી તે ક્ષણે પોતાના સ્વપ્નને સંકેલીને ચાલતા થયા. એનો કોઈ અફસોસ એને નથી. જે કોંગ્રેસને ગાંધીજીએ સત્યાગ્રહના વિવિધ પ્રયોગો દ્વારા જીવંત બનાવી દેશમાં ચેતનાના પ્રાણ પૂર્યા એ કોંગ્રેસમાંથી પણ જળકમળવત રહી એ નીકળી ગયા. આધાતોને તો એ કેવા પચાવી જાણે છે ? સ્વરાજ મળવાનું હતું, આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ રેંટિયો અને ખાદી દ્વારા જે ક્રાન્તિ કરી તે દુનિયાના અર્થશાસ્ત્રમાં અજોડ હતી. વેપારના સ્વાર્થથી અંગ્રેજ પ્રજા આ દેશ પર રાજ ચલાવી રહી છે એટલે એ વેપારને જ નિરર્થક કરવાથી સ્વતંત્રતા મળી શકે એવું સ્પષ્ટપણે ગાંધીજીએ દેશમાં આવી એક વર્ષ પરિભ્રમણ કર્યું ત્યારે કહ્યું હતું અને રેંટિયો અને ખાદીના પ્રચાર પ્રસારને પરિણામે માત્ર બે ટકા લોકો ખાદી પહેરતાં થયાં ત્યાં ઈંગ્લેન્ડની કેશાયર મીત્રને ફટકો પડ્યો હતો અને સલ્તનતના પાયા ડગમગવા માંડ્યા હતા. આમ છતાં ૧૯૪૫, ૪૬માં વાતચીત દરમ્યાન જવાહરલાલ જેને આપણે ગાંધીજીના તદ્દન નજીકના સાથી ગણીએ છીએ તેમણે બાપુને કહ્યું, ‘બાપુ, સ્વરાજ મળશે પછી આપણો રેંટિયો નો અભરાઈ ઉપર' કેવી પીડા થઈ હશે ગાંધીજીને આ સાંભળીને ! શું પ્રત્યાધાત કરશે તેના? કલ્પના કરો. પણ ગાંધીજી જેમ સંત હતા, આર્ષદૃષ્ટા હતા તેમ અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. એમણે તરત જ જવાબ આપ્યો,
બીમાર કસ્તુરબાને જ્યારે ડૉક્ટરે મીઠું ખાવાની ના પાડી ત્યારે અકળાયેલાં કસ્તુરબાએ ગાંધીજીને કહ્યું કે, તમારે મીઠા વિનાનું ખાવાનું હોય તો ખબર પડે કે કેવું લાગે, એ જ ક્ષણે આજથી જ મીઠું બંધ એમ‘ને બાપુ જવાહરની જેલમાં.' અનાસક્ત ભાવે જગતની સેવા કરવા
કહી પોતે મીઠું ખાવાનું બંધ કર્યું. જાણે સ્વીચ બંધ કરતા હોય એટલી ઝડપથી ગાંધીજી વસ્તુ કે વિચારનો ત્યાગ કરી શકે છે.
નીકળેલા ગાંધીજીએ આવાં તો કેટલાંયે વિષ પચાવ્યા છે શંક૨ની જ.
આમ પોતાનો પુરુષાર્થથી એક અપરિગ્રહી સંત્તનું જીવન જીવનાર ગાંધીજીનું તપ અને ઈશ્વરશ્રદ્ધા અનન્ય છે. આપણા દેશમાં અહિંસા ૫૨મોધર્મ એ તો આદિકાળથી ચાલ્યું આવે છે. ગાંધીજી કહે છે તેમ ‘સત્ય અને અહિંસા એ તો પહાડથી પણ પુરાણા છે' પરંતુ સામૂહિક ક્ષેત્રે અહિંસક સત્યાગ્રહની ભેટ માનવજાતને આપનાર ગાંધીજીના આ વ્યક્તિગત અહિંસાના પરિણામ તો જુઓ ? ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યાં. પંજાબ અને બંગાળમાં કોમી રમખાો ફાટી નીક્ળ્યાં. તેને શાંત કરવા પંજાબમાં પંચાવન હજાર સૈનિકોનું લશ્કર મોકલવામાં
૧૯૩૦માં દાંડીકૂચ વેળાએ રાતના સ્ત્રીઓ રસોઈ કરતી એ ખ્યાલ જતાં ખોરાકમાં પણ અમુકથી વધારે વાનગી નહિ ખાવાનો સંકલ્પ કર્યા.
અપરિગ્રહ આગ્રહનો : પણ અને તો ગાંધીજી પણ માહાસ છે. નિરંતર ઈશ્વર શ્રદ્ધાથી પ્રમાણિકપણે કામ કરી જીવન જીવનારના જીવનમાં ક્યાંક પણ અધૂરપ રહી ગઈ હોય તો ઈશ્વર એને એમાંથી પણ મુક્ત કરે છે એવું ગાંધીજીના જીવનમાં બન્યું. કોંગ્રેસ કારોબારીએ ગાંધીજીની ઈચ્છા વિરૂદ્ધ દેશના ભાગલાનો સ્વીકાર કર્યો. રમખાણો થયા. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે દેશને આઝાદી મળી ત્યારે ગાંધીજી દિલ્હીના જલસામાં નહોતા. એ તો કલકત્તાના રમખાો શાંત કરવા ગયા હતા. નહેરૂ અને સરદારે મોકલેલ માણસ જ્યારે