________________
જાન્યુઆરી, ૨૦૧૩
પણ મેં ક્યારેય મિ. ગાંધીને મિજાજ ગુમાવતા જોયા નથી.’ ગાંધીજીની અહિંસા એમની જીવનદૃષ્ટિનો કેટલો વિકાસ કરે છે ! ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' એ પુસ્તકમાં એક પ્રકરણ છે ઃ જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત! પછી આશ્ચર્ય ચિહ્ન છે. એ પ્રકરણમાં વર્ણન છે કે એક વખત જનરલ સ્મટ્સે ગાંધીજી જેલમાં હતા ત્યાંથી બોલાવીને એમને કહ્યું કે તમને અત્યારે છોડી મૂકવામાં આવે છે અને તમારા સાથીઓને આવતી કાલે છોડવામાં આવશે. પણ બન્યું એવું કે બીજા દિવસે ગાંધીજીના સાથીઓને સ્મટ્યું છોડયા નહીં ત્યારે છાપામાં જનરલ સ્મટ્સે વિશ્વાસધાત કર્યો એ જાતનું લખાણ આવ્યું. આમ પણ અંગ્રેજી છાપાંઓએ રાજકારણી તરીકે એને માટે ખંધો, લુચ્ચો એ મતલબના વિશેષણો વાપર્યા છે. પરંતુ ગાંધીજી આ આખાયે પ્રસંગની વિગત આપી. પ્રકરણને અંતે પ્રશ્ન મૂકે છે કે ખરેખર જનરલ સ્મટ્સે ઈરાદાપૂર્વક કરેલો વિશ્વાસધાત હતો?' પછી લખે છે–‘કદાચ નહીં.’ મનુષ્ય માત્રમાં પડેલા સારા અંશોને નિહાળવા અને તેને ઉગાડવા, જાગૃત કરવા, ટૂંકમાં માનવતાની ખેતી કરવી એ જ તો ગાંધીજીનું મોટામાં મોટું કાર્ય છે.
ગાંધીજીએ શું છોડ્યું, શું પકડ્યું તેના માત્ર એક એક દૃષ્ટાંતો આપ્યાં છે. જેમાં ઘણું સમાવી શકાય, પરંતુ શું છોડયું ? શું પકડ્યું પછીનો મુદ્દો છે શેનો સંગ્રહ કર્યો ?
સંગ્રહ : આપણે આગળ જોયું તેમ સંગ્રહ એટલે સરખી રીતે ભેગું કરવું. ગાંધીજીએ અનેક સંગ્રહો કર્યા છે.જેમકે ફેશનનો એમનો શોખ. વિલાયત ભણવા ગયા ત્યારે ટાઈ બાંધતા શીખવા, પીયાનો અને નૃત્ય શીખવા એમણે ટ્યૂશન પા રાખેલાં એટલે મૂળમાં જીવ શોખીન. છે; પણ બેલ સાહેબનું પુસ્તક વાંચ્યું અને એમના મનમાં બેલ વાગ્યો કે હું ક્યાં આ બધું શીખવા આવ્યો છું ? હું તો ભણવા આવ્યો છું અને એમણે એ બધું છોડ્યું. પણ તમે જુઓ તો દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પણ યુરોપિયન સ્ટાઈલમાં રહેવાનો એમનો શોખ કંઈ ઓછો નથી. ટાઈ અને હેટ સાથેના એમના ફોટાઓમાં એમની પર્સનાલિટી છે, પરંતુ આ બધાથી વિશેષ એવું કશુંક એને ખેંચે છે. ગિરમીટિયાઓ સાથે કામ કરતાં એમની સાથે એકરૂપતાથી સહકાર, સમભાવ રચતાં એ ગિરમીટિયાના ડ્રેસ લેંઘો અને ઝભ્ભો પહેરે છે પણ એમની ફેશન કે ચીવટ ક્યારેય ઓછાં થયાં નથી. મિત્રો, ચીવટ એ કપડાંમાં નથી, કપડાં પહેરવાની રીતમાં છે. ગાંધીજીએ જ્યારે માત્ર એક પોતડી પહેરીને બીજાં બધાં વસ્ત્રોનો ત્યાગ કર્યો ત્યારે પણ એમની ફેશન, એમની સ્ટાઈલ એકદમ ધ્યાન ખેંચે તેવાં છે. ગમે તેટલું દોડતા હોય તો પણ એમની પોતડી ક્યારેય અવ્યવસ્થિત કે કરચલીવાળી દેખાતી નથી. આમ એમની ફેશનની શોખવૃત્તિ બદલાતા સ્વરૂપે પણ જળવાઈ રહી છે એમાં વિકાસ છે.
વાંચનનો સંગ્રહ : ગાંધીજી લખે છે કે હું તો સામાન્ય વિદ્યાર્થી હતો પરંતુ ઇંગ્લેન્ડમાં ભણવા ગયા ત્યારે જગતના બદલાતા વિચાર પ્રવાહો વિષે એમણે ઘણું વાંચ્યું છે. એમણે કેટલાં કેટલાં અને કેવાં કેવાં
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
૧૧
પુસ્તકો એ ઉંમરમાં વાંચ્યા છે તેનો ખ્યાલ એક અંગ્રેજી પુસ્તક ‘ગાંધી ઈન લંડન' વાંચીએ તો ખ્યાલ આવે. પછીના સમયમાં દક્ષિણ આફ્રિકામાં અને દેશમાં જેલમાં પણ એમણે પુષ્કળ વાંચ્યું છે. વાંચનનો સંગ્રહ, વિચારનો સંગ્રહ-દેશ અને દુનિયામાં પશ્ચિમના યંત્રયુગને કારણે સર્જાયેલી નવી સભ્યતામાં રહેલ શોષણનીતિમાંથી શું પરિસ્થિતિ દુનિયામાં સર્જાશે અને હિંસા થશે એનું જે ચિત્ર એમણે ઈ. સ. ૧૯૦૯માં આપ્યું અને ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ અને પછી બીજું, એમ બે મહાયુદ્ધો જગતે નિહાળ્યા. ગાંધીજીનું લખેલ ‘હિંદ સ્વરાજ’ એ માત્ર હિંદુસ્તાનના સ્વરાજની વિચારણા આલેખનું પુસ્તક નથી. સમસ્ત દુનિયા વિષેનું તેમાં ચિંતન છે. એથી જ રોફલરે ગાંધીવિચારને ત્રીજા મોજાં તરીકે ઓળખાવ્યો છે. માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ત્રણ મોજાંઓ આવ્યા છે. ૧. ખેતી અને પશુપાલન. ૨. યંત્ર સંસ્કૃતિ. ૩. ગાંધી વિચાર. ગાંધી વિથ સેટેલાઈટ એમ કહીને રોલરે વિચારજગતમાં ગાંધી ક્યાં છે ? તે દર્શાવી આપ્યું છે. પોતાને સામાન્ય વિદ્યાર્થી ગણાવતા ગાંધીજીને જગતની ત્રણ ભાષા પર પ્રભુત્વ હતું, જેમાં એ લખી, વાંચી ને બોલી શકતા. આમ છતાં આપણે તેના પુસ્તક સંગ્રહ વિષે કે વિચાર સંગ્રહ વિષે કશું જાણતા નથી એ કરૂણતા કંઈ ઓછી નથી.
ગાંધીજીનો ખગોળશાસ્ત્રને સમજવાનો શોખ, ખરીદેલું દૂરબીન, કેલનબેક
સાથેની ચર્ચા આ બધા જ એમના આસ્વાદ્ય શોખ અને સંગ્રહો છે. પણ મજાની વાત એ છે કે વર્તન વિષેની ચીવટને કારણે એમણે સંગ્રહ એ પરિગ્રહ થાય તે પહેલાં જ અપરિગ્રહના જીવનમૂલ્યની સાધના શરૂ કરી. આમેય ગીતાના અભ્યાસે અને શ્રીમદ્ રાજચંદ્રના સંગે એમની અધ્યાત્મની દિશાઓ ખોલી આપી હતી. દક્ષિણ આફ્રિકામાં વકીલાત જામી હતી ત્યારે પણ જાતમહેનત માટે કપડાં ધોવાં, દળવું વગેરે કાર્યો કરતા હતા. દરરોજ બે કલાક દવાખાનામાં મફત સેવા આપવા પણ જતા એ આંતરયાત્રા ચાલુ જ હતી. હવે અપરિગ્રહના અદ્ભુત દૃષ્ટાંતોએ જગતમાં જે આથર્યો સજ્યાં તે જોઈએ
અપરિગ્રહ સંપત્તિનો : ગાંધીજી કમાવા માટે જ દક્ષિણ આફ્રિકા ગયા હતા અને ઠીક ઠીક કમાયા પણ છે. એક પણ ખોટો કેસ લડ્યા વિના પણ એ ઘણું કમાયા છે. સુમિત્રા કુલકર્ણીએ પોતાના પુસ્તક ‘અણમોલ વિરાસત'માં આજથી વીસ વર્ષ પહેલાં ગણતરી કરીને લખ્યું છે કે-ગાંધીજીએ જ્યારે રસ્કિનનું પુસ્તક 'અન ટુ પીસ લાસ્ટ' વાંચીને પોતાની સંપત્તિનો ત્યાગ કરી સાદું મજુરીનું જીવન જીવવા કોદાળી ને પાવડો લઈ નીકળી પડ્યા ત્યારે એમની માસિક આવક પંદર લાખ રૂપિયા હતી. ગવર્નર જ્યાં રહેતા એ મહોલ્લામાં એમનો આલીશાન બંગલો હતો જેમાં દેશમાંથી ગયેલા અને વિદેશી મિત્રો પણ એમની
સાથે રહેતા. એ પંદર લાખની આવકમાંથી દક્ષિણ આફ્રિકાનું એમનું પોતાનું ઘર, દેશમાં એમના બે મોટાભાઈઓના ઘર અને એક વિધવા બહેનનું ઘર ચાલતું. આટલી સંપત્તિ એકઠી કરનારને જ્યારે સમજાયું