Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૧૯૯૦. ગમને તાર આવે કે કઈ વાંઝિયાને પુત્રજન્મના સમાચાર મળે કે કોઈ ભિખારીને લાખોની લેટરી લાગ્યાની બાતમી મળે ત્યારે તે શેકસાગરમાં કે આનંદસાગરમાં ડૂબી જાય છે. કામ કે કરુણ ઘટના જ તેના ચિત્તતંત્રને પૂરે કબજે લઈ લે છે. તેનું ચિત્ત શેકસમાધિ કે હર્ષસમાધિ અનુભવે છે. ડી મિનિટ પછી હવઘાત કે શેકાધાતની અસર મંદ બનતાં કવિ દેશ્યશ્રાવ્ય જગતમાં આવે છે તેના ઝબકારામાં થયેલા અનુભવ માટે તેને એક શબ્દ, એક સમાસ કે એક વાય ફરે છે. આનું નામ જ કાવ્યસર્જનની પ્રક્રિયાને આરંભ આ રફૂરણ તેને કવિપ્રતિભા દ્વારા સાંપડે છે. અચાનક મળે છે. કાવ્ય સજનનું ભાન થાય તેની પહેલાં જ સત્ય દર્શન રજૂરે છે. ઉદાહરણ તરીકે કૌચીવધ વેળાએ વાલ્મીકિના મુખમાંથી સરી પડેલા ઉદ્દગાર. પરંતુ આ ઉદ્ગાર તે સંપૂર્ણ બ્લેક છે. તે ક્ષેક પહેલાં માત્ર “કૌંચવધ” કે “કૌચમિથુનવધ” કે “દામ્પત્ય વધ” જેવા શબ્દો અવશ્ય ત્રાષિને ફર્યા જ હશે. આ શબ્દ-સફરણ કવિની પ્રતિભાનું પરિણામ છે. કવિકર્માના શિક્ષણ-તાલીમનું નહિ. અગ્રેજીમાં કહીએ તે બાહ્ય જગતના આઘાતને અંતે તેને Theme મળે છે. અહીં સુધી કવિપ્રતિભા સક્રિય તથા કવિકમશિક્ષણ નિષ્ક્રિય હોય છે. એકવાર કવિને વિષય દર્શન થયું કે આ દશનનું ભાષામાં રૂપાંતર થાય છે. કવિને કાવ્યનું નામાભિધાન કે મથાળું મળે છે. આ પછી પ્રયત્ન દ્વારા, પુરુષાર્થ દ્વારા કેળવેલી કવિકર્માની તેની તાલીમ. સક્રિય બને છે. તેને અચાનક રહસ્યસ્ફટ થાય છે કે આ તે કાવ્યસર્જનને એ વિષય મળ્યો ! પછી કવિકમનું શિક્ષણરૂપ યંત્ર ચાલુ થાય છે. પ્રેરણા પ્રાપ્તિ પછી, વિષય દર્શન પછી કાવ્યશિષક પ્રાપ્તિ પછી તેની કવિપ્રતિભા ઊલટી દિશામાં વહે છે. રસસમાધિથી કાવ્યશિર્ષક દશક સુધી તેની પ્રતિભા એકીકરણની પ્રક્રિયામાં રત હતી હવે તે પ્રતિભા પૃથકરણ ક્રિયા કરે છે. તેને કાવ્ય વિષય માટે મહાકાવ્ય, આખ્યાન, કાવ્ય, ખંડકાવ્ય, કથાકાવ્ય, ઊર્મિકાવ્ય કે મુકતકકાવ્ય ઇત્યાદિ પ્રકારમાંથી સુયોગ્ય કાથાકાર પસંદ કરે પડે છે તે કયારેક કવિની પ્રતિભા સ્વયં કાવ્ય પ્રકારની ભેટ તેને આપે છે. કવિને પૃથકરણમાં દીધ' કે લઘુ કાવ્યની જુદી જુદી ભૂમિકાઓ મનચક્ષુ આગળ દેખાય છે. મહાકાવ્ય હોય તે સમરચનાની ભિન્ન ભિન્ન ભિન્ન અનુક્રમણી સૂઝે છે. આખ્યાન હોય તે તે રકુરેલી પ્રેરણાને જદાં જુદાં કડવાઓમાં વહેચી નાખે છે. ગઝલ હોય તે વારંવાર પંકિતને છેડે આવતી એક જ પદાવલી ફરે છે. સેનેટ હોય તે પ્રથમની આઠ લીટીમાં શું આવે ને પછીની છ લીટીમાં શું શોભે તેનું પૃથકરણ આરંભાય છે. ટૂંકમાં કવિને એકવાર પ્રેરણા કે ફુરણા મળી કે પછી તે કાવ્યની વીગતે વિષય-વ્યવસ્થા કરે છે. વિષય વ્યવસ્થાની સાથેસાથે તેને ઘટનાસૂચક પદાવલીઓ કરાય પ્રયત્ન વિના ફુરે એમ પણ બને છે. આમાં કઈ તર્કશુદ્ધ પ્રક્રિયા નથી દેતી. ક્યારેક કાવ્યારંભને બ્લેક કે કડી પ્રથમ સૂઝે તે કયારેક કાવ્યસમાપ્તિની કડી પણ, કલમ ઉપડે તે પહેલાં સુઝે. કયારેક પા, કયારેક પ્રસંગે, કયારેક સ્વગતેકિતઓ કે સંવાદ, તેના કશાથે દેખીતા પૂર્વાપર સંબંધની પરવા કર્યા વિના જ રકુરે-જેની કાવ્યારંભે કલમ ઉપાડતી વેળાએ જરૂર પણ નથી હતી. કયારેક વનવાસમાં એકલી માદ્રીને જોઈને પાંડુને રફરેલું વનવાસમાં ઉન્માદક પ્રકૃતિદર્શન પણ કવિને લાભે તે કયારેક સરસ્વતીચંદ્ર કાઇને બચાવતા ઘાયલ થઈને વેર અરણ્યમાં પડેલે ત્યારે ફાધારી પગ ડેલ હતું તેવું ભયાનક દશ્ય પશુ કવિને રફરે. કાઈ ફુવડ સ્ત્રીના ઘરમાં જેમ વસ્તુઓ વેરણછેરણ પડેલી હોય છે તેમ તેની ચિત્રગૃહમાં આ સજનપ્રક્રિયા આરંભતા મળેલા પદાવલી ખડે અવ્યવસ્થિત પણ વેરવિખેર રિથતિમાં પડેલા દેખાય છે. કવિ વધારે જાગ્રત થઈ, વધારે સભાન થઈ. કવિકર્મનું યંત્ર ચલાવે છે. તથા કાવ્યને ગંવાર, કડવાવાર, ભૂમિકાવાર, અવયવવાર, ટીનાવાર ગોઠવે છે. કવિ આ અનુભવને જગત આગળ ઉપહારરૂપે, સરસ્વતીના પ્રસાદરૂપે ધરવા માગે છે. પરંતુ જે કવિ પ્રતિભા વડે નિરખેલા આ સત્યદર્શનને નામાભિધાન પામીને બનેલા આ વિષયદર્શનને,' કિરતાર દીધા આ સત્યદર્શનને તે માત્ર બુદ્ધિ દ્વારા પ્રસ્તુત કરે તે આ સત્ય દર્શન તત્વ ચર્ચા બને, કાવ્ય તે કદાપિ ન જ બને, તે ઉપનિષદ બને છે. રામાયણ મહાભારત નથી બનતું. આથી કિરતાર દીધા એક વાક્યમય સત્યને તે દુષ્યમાન જગતના રંગબેરંગી, ભભપકાદાર વધામાં લપેટે છે, જગતમાંથી મેળવેલા આ રેશમી વાઘાઓ જોઈને જ ગતને ભેટ ભાગ રાજી થઈ જાય છે. શી વાર્તા છે ! શા પાત્ર છે ! શા સંવાદ છે ! શી કટોકટી છે. શી વાણી છે! બસ, આવા પ્રશંસાવાચક ઉદ્દગારો ઉચ્ચારીને જગત કાવ્યકૃતિની કદર કરે છે, પરંતુ કવિને પ્રાપ્ત થયેલા દિવ્યશનને રવગીય સ દેશને આત્માની અમૃતકલાને સમજવા જેટલી સામાન્ય પ્રેક્ષકની, વાચકની, ભાવકની સમજ કે શક્તિ હતી નથી. માત્ર કેળવાયેલા રસિકે તથા વિદધ વિવેચકે જ કવિકથન દ્વારા પ્રકટ થયેલી આ આત્માની અમૃતકલાને પિછાને છે. જોકસાહિત્યનું એક મુક્તક કહે છે : “એક નૂર આદમી, સે નૂર કપડાં હજાર નૂર ટાપટીપ, લાખ નૂર નખરા. આ મુકતક માનવીને સંસાર ઉપર છાપ પાડ્વાની, પ્રભાવ પાથરવાની યુકિત બતાવે છે. તેમાં ઘટતે ફેરફાર કરીને કાવ્યની ઉત્પત્તિને લાગુ પડે તેવી અનુકરણીય રચના કરતાં કહેવાય કે એક નૂર સત્ય ઝાંખી, સે. નૂર આકાર; 0 હજાર નૂર કાવ્ય શૈલી, લાખ નૂર સંસાર.” કાવ્યના દેહને જ. અર્થાત વસ્તુ, પાત્ર, સ્વગતેકિત, સંવાદ, વાતાવરણ, મને મંથનરૂપી આંતર સંઘર્ષ, ધમાલ ધીંગાણાં. યુદ્ધ શ્રાદ્ધ, વિશ્વાસઘાત, પ્રપંચજાળ, ચેરીલૂટ, ખૂન, ધાકધમકી, કથાવસ્તુને પ્રપચ વિસ્તાર, ઘટનાઓની જટિલ જાળ, અને સર્વત્ર રફરતી કવિચાતુરીને વિચાર કરવા બેસીશું તે તેમાં સંસારનું સત્ય સાંપડશે, પણ કાવ્યનું સત્ય નહિ જડે કે કિરતારનું સત્ય પણ નહિં સાંપડે. પરંતુ આ જગતની જાળ, સંસારના શણગાર, વાવા લપેટવું વિશ્વ-આ બધાથી પર થઇને, પૃથકરણ દ્વારા, તિરરકાર પુરસ્કારની પૃથકરણરૂપ તેજાબી બુદ્ધિ દ્વારા, અંતિમ સાર ગ્રહણની શોધને અંત આવે ત્યારે કવિને ઝબકા રમાં દેખાયેલું કાવ્ય સત્ય વિવેચકને કળાય છે. આ કાભસત્ય બ્રહ્માંડવ્યાપી એવું કિરતારનું સત્ય ન હોય તે પણ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 178