________________
Regd, No. MH, By South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ –૫૦ પૈસા
પ્રબુદ્ધ જૈનનુ નવસ સ્ફુરણ વર્ષ ૩૮૪ અંક: ૨
મુંબઇ, ૧૬ મે, ૧૯૭૬, રવિવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિ’ગ : ૨૨
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
કલ્યાણ રાજ્ય (વેલ્ફેર સ્ટેટ)
કલ્યાણ રાજ્ય તરીકે સ્વીડન સૌથી મોખરે ગણાય છે. ૪૬ વર્ષથી લોકશાહી સમાજવાદનો પ્રયોગ ત્યાં થઈ રહ્યો છે. ૮૨ લાખની વસતિના આ દેશમાં દુનિયાના કોઈ દેશ કરતાં સૌથી ઊંચું જીવનધારણ છે. શિક્ષણ અને તબીબી સહાય તદ્ન મફત છે. રહેવાની અને નોકરીની સ્થિતિ ખૂબ સગવડભરી છે. બેરોજગારી લગભગ નથી. કલ્યાણ રાજ્ય હોય ત્યાં લોકોની જીવન જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી અને ફ્રજ રાજ્ય માથે લે છે. જીવન જરૂરિયાત ઓછામાં ઓછી નહિ પણ વધુમાં વધુ હોય તેને ઉચ્ચ જીવનધારણ માનવામાં આવે છે.
માંદગી, વૃદ્ધાવસ્થા, કદાચ બેરોજગારી આવી પડે તો, રાજ્ય નિભાવે છે. સામાજિક સેવાઓ વ્યાપક પ્રમાણમાં રાજ્ય તરફથી પ્રાપ્ત થાય છે. આર્થિક અસમાનતા પ્રમાણમાં ઘણી ઓછી હોય છે.
પણ રાજ્ય આ બધું પૂરું કર્યાંથી પાડે? રાજ્ય પાસે કુબેર ભંડાર નથી. સામ્યવાદ પેઠે બધી મિલકત રાજ્યને કબજે નથી. લોકશાહી સમાજવાદ એટલે સામ્યવાદ નહિ. ખાનગી ધંધા-ઉદ્યોગ હોય છે. લોકો વેપારમાં નફો કરે છે. ખાનગી મિલકત ધરાવે છે. એટલે રાજ્ય પાસે એક જ ઉપાય રહ્યો. કરવેરા બહુ મોટા પ્રમાણમાં નાખવા અને કરચારી અટકાવવા કરવેરા ખાતાને ખૂબ વ્યાપક સત્તા આપવી. કરચોરી, નાની–મોટી, સારા પ્રમાણમાં છે એટલે આવી સત્તાના સારી પેઠે ઉપયોગ થાય છે. કરવેરાનું પ્રમાણ બહુ ઊંચું હોવાથી સાહસ અને મહેનત કરવાની વૃત્તિ ઓછી થાય છે. વધારે કમાય તેમ કરનું પ્રમાણ વધારે. પરિણામે ઉત્પાદન થવું જોઈએ તેટલું થતું નથી, તેમ કામ કરવાનું મન રહેતું નથી. નાકરશાહી ફૂલતીફાલતી છે અને તેની કનડગત ઘણી રહે છે. કરચારી કરવાની એક નવી રીત લાકોએ શોધી કાઢી છે. પૈસાની લેવડદેવડ ઓછી કરી, ચીજ-વસ્તુની આપ-લે થાય છે. કોઈ રીપેર કામ કરી જાય તો તેને પૈસા આપવાને બદલે તેનું કામ હોય તે કરી આપે ડોકટર દવા આપે તો પૈસાને બદલે ચીજવસ્તુ આપે.
તાજેતરમાં એક બહુ જાણીતી વ્યકિતના કિસ્સા બન્યા, તે ઉપરથી કલ્યાણ રાજ્યના આ અનિષ્ટો (utopia's Dark Side) તરફ વધારે ધ્યાન ખેંચાયું. બર્જમેન, સ્વીડનનાં વિશ્વવિખ્યાત ફિલ્મ નિર્માતા છે. તેમના ઉપર કરચારીનો આરોપ મુકી મોટી રકમની માંગણી કરવામાં આવી. બર્જમેન માનસિક રીતે ભાંગી પડયા. બધું ત્યાં મૂકી સ્વીડન છેડી દેવાનો નિર્ણય કર્યો અને પેરિસ ચાલ્યા ગયા. વર્તમાનપત્રમાં નિવેદન કરતાં લખ્યું : “Anyone in this country, any time and in any way, can be attacked and villified by a particular kird of bureaucracy that grows like a galloping cancer" આવા કલ્યાણ રાજ્યમાં આર્થિક અને ભૌતિક સગવડો
અને સાધના પૂરતાં મળી રહેવા છતાં લોકો સુખી નથી. કહેવાય છે કે સ્વીડનમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધારે છે. લોકો કરચારી કરે તે રાજ્યે પગલાં લેવા જ પડે. લોકો કહે કે કરવેરા એટલા ભારે છે કે કરચારી કરવી જ પડે. વ્યકિતના દોષ કરતાં પતિ અને આર્થિક વ્યવસ્થા જ ડેટા છે.
મૂડીવાદમાં વ્યકિતને સ્વતંત્રતા છે. પણ તેના ભયંકર દુરૂપયોગ કરી લોકોનું શોષણ થાય છે. વૈજ્ઞાનિક શોધખોળ અને મોટા ઉઘોગા, થોડી વ્યકિતઓના હાથમાં જમા થાય એટલે સમૃદ્ધિ અને ગરીબાઈની ખાઈ મેાટી થતી જાય. શુદ્ધ મૂડીવાદ, ૧૮ મી૧૯ મી સદીના કર્યાંય રહ્યો નથી. તેનાં ઉપર ઘણાં અંકુશા આવ્યા છે. છતાં ugly face of capitalism રહે જ છે.
સામ્યવાદ સામે છેડે જઈ બેઠું. વ્યકિતની સ્વતંત્રતા અને ખાનગી મિલકત નાબૂદ કર્યા, વ્યકિતનું ગૌરવ ગયું, રાજ્યનું દમન વધ્યું. મૂડીવાદીએ લોકોનું શેષણ કરતાં તેને બદલે રાજ્યે ભક્ષણ કરવા માંડયું. રોટી મળી, રાજ્યની ગુલામી આવી પડી. સામ્યવાદનું સ્વપ્ન તો એ છે કે વખત જતાં લોકો એટલા નિર્લોભી અને નિ:સ્વાર્થ થશે કે રાજ્યની જરૂર જ નહિ રહે. નવી માનવતા સર્જવી હતી. પણ માનવતાનું જ દન થયું.
મૂડીવાદ અને સામ્યવાદ બન્નેના અનિષ્ટોમાંથી બચવા, લાકશાહી સમાજવાદની કલ્પના કરી. તેનું એક સ્વરૂપ કલ્યાણ રાજ્ય; વ્યકિતની સ્વતંત્રતા જાળવવા સાથે આર્થિક અસમાનતા દૂર કરવી અને દેશનું ઉત્પાદન અને સમૃદ્ધિની સમાન ભાવે વહેંચણી અને ઉપભાગ કરવા, એવું કાંઈક ધ્યેય સ્વીકાર્યું. પણ સ્વીડન અને ડેનમાર્કના અનુભવ બતાવે છે કે આવા પ્રયોગ નવી જાતના અનિષ્ટોને જન્મ આપે છે.
મૂડીવાદ, સામ્યવાદ અને લાકશાહી સમાજવાદ, આ ત્રણ મુખ્ય વ્યવસ્થાઓના જુદા જુદા મિશ્રણના પ્રયોગા કેટલાય દેશેા કરી રહ્યા છે. અમેરિકા હજી મૂડીવાદનો ગઢ ગણાય. તેની વૈજ્ઞાનિક પ્રગતિ અને ઉત્પાદનશકિત અઢળક છે, દેશ વિશાળ છે, હજી ઘણા અણખેડયો છે અને તેનાં પ્રમાણમાં વતિ આછી છે એટલે મૂડીવાદ ટકી શકે. કારણકે ગરીબાઈનું પ્રમાણ બહુ ઓછું છે. યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવેકિયા અને કેટલેક દરજ્જે હંગેરીએ સામ્યવાદનું માનવતાભર્યું સ્વરૂપ ઉપસાવવા પ્રયત્નો કર્યાં. ડ્રેકોસ્લોવેકિયા અને હંગેરીને રશિયાએ દાબી દીધા. યુગોસ્લાવિયાએ સામ્યવાદ સાથે સહકારી ધોરણ જોડવા પ્રયત્ન કર્યો પણ સ્વરૂપ સામ્યવાદનું જ રહ્યું. બ્રિટન, ટ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, પાયામાં મૂડીવાદી પણ હવે સમાજવાદ કે સામ્યવાદ તરફ ઢળતાં જાય છે. અણુવિકસિત અને વિકસતાં દેશાને – એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા સામ્યવાદનું આકર્ષણ છે. આ દેશમાં લોકશાહી નથી મ