Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૧૪૦મું - 16 પ્રકારના વચન 411 દ્વાર ૧૪૦મું - 16 પ્રકારના વચન (1-3) કાલત્રિકવચન - ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળનો નિર્દેશ કરનારા વચનો. દા.ત. તેણે કર્યું, તે કરે છે, તે કરશે. (4-6) વચનત્રિકવચન - એકવચન, દ્વિવચન અને બહુવચનને કહેનારા વચનો. દા.ત. એક, બે, ઘણાં. (7-9) લિંગત્રિકવચન - સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગનો નિર્દેશ કરનારા વચનો. દા.ત. આ સ્ત્રી, આ પુરુષ, આ કુળ. (10) પરોક્ષવચન - પરોક્ષનો નિર્દેશ કરનારું વચન. દા.ત. તે. (11) પ્રત્યક્ષવચન - પ્રત્યક્ષનો નિર્દેશ કરનારું વચન. દા.ત. આ. (12) ઉપનયઉપનયવચન - ગુણ કહીને બીજો ગુણ કહેનારું વચન. દા.ત. આ સ્ત્રી રૂપાળી અને સુશીલ છે. (13) ઉપનયઅપનયવચન - ગુણ કહીને દોષ કહેનારું વચન. દા.ત. આ સ્ત્રી રૂપાળી છે પણ દુષ્ટ શીલવાળી છે. (14) અપનયઉપનયવચન - દોષ કહીને ગુણ કહેનારું વચન. દા.ત. આ સ્ત્રી કદ્દરૂપી છે પણ સુશીલ છે. (15) અપનયઅપનયવચન - દોષ કહીને બીજો દોષ કહેનારું વચન. દા.ત. આ સ્ત્રી કડ્ડપી છે અને દુષ્ટ શીલવાળી છે. (16) અધ્યાત્મવચન - બીજાને ઠગવાની બુદ્ધિથી મનમાં જુદુ વિચારીને બહાર જુદુ બોલવા જતા અચાનક જે મનમાં હોય તે જ બોલે તે અધ્યાત્મવચન.