Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ ન્યાયસંપ્રદાયના સર્વથાએકાંતગર્ભિત સિદ્ધાન્તોની વિસ્તૃત સમાલોચના- સમીક્ષા દ્વારા જૈનન્યાય પર પ્રકાશ (=આલોક) પાથર્યા છે. પ્રસ્તુત પ્રકરણને શ્રીમદ્જીએ ત્રણ પ્રકાશ (વિભાગ) માં પ્રસ્તુત કરેલ છે. શ્રીમદ્ભુજીએ પ્રથમ પ્રકાશમાં મોક્ષમાં જ્ઞાન-સુખના પ્રતિપાદનથી ગર્ભિત મુક્તિવાદનું આલેખન કર્યું છે. વર્તમાનમાં ધાવિંશદ્વાત્રિંશિકા (૩૧મી બત્રીશી), સ્યાદ્વાદકલ્પલતા (પ્રથમ સ્તબક) વગેરેમાં પ્રસ્તુત મુક્તિવાદ ઉપલબ્ધ થાય છે. ત્યાર બાદ (પૃષ્ઠ ૪૯ થી પૃષ્ઠ ૮૪ સુધી) આત્માને વિભુ = સર્વવ્યાપી માનનાર નૈયાયિકના મતનું (આત્મવિભુત્વવાદનું) વિસ્તારથી ખંડન કરવામાં આવેલ છે. જેમાં પ્રાસંગિક રીતે શબ્દમાં દ્રવ્યત્વની સિદ્ધિ (પૃષ્ઠ ૫૧ થી પૃષ્ઠ ૬૪), સાવયવ આત્માનો કથંચિત્ નાશ (પૃ.૭૫) વગેરે દર્શાવેલ છે. પ્રથમ પ્રકાશમાં તૃતીય વાદસ્થલ છે આત્મસિદ્ધિ. તેમાં પ્રાચીન નાસ્તિક મતનું ખંડન કરી શરીર, ઇન્દ્રિય, મન વગેરેથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ કરવામાં આવેલ છે. (પૃષ્ઠ ૮૫ થી પૃષ્ઠ ૧૨૫). તેમ જ લાઘવથી શરીરને જ્ઞાનસમવાયીકારણ માનનાર તથા અનુમિતિને માનસપ્રત્યક્ષાત્મક માનનાર નવીનનાસ્તિક (=ઉશૃંખલ નૈયાયિક) મતનું પણ સચોટ નિરસન (પૃષ્ઠ ૧૨૬ થી પૃષ્ઠ ૧૪૬) કરવામાં આવેલ છે. આ વિષય આત્મખ્યાતિ, સ્યાદ્વાદરહસ્ય (મધ્યમ તૃતીય ખંડ) તેમ જ સ્યાદ્વાદકલ્પલતા (પ્રથમ સ્તબક)વગેરે ગ્રંથોમાં વર્તમાનમાં ઉપલબ્ધ છે. પ્રથમ પ્રકાશમાં ચતુર્થ વાદસ્થલ છે જ્ઞાન-પરપ્રકાશખંડનવાદ. નૈયાયિકમતે જ્ઞાન પરત: (=સ્વોત્તરકાલીન અનુવ્યવસાયથી) પ્રકાશ્ય છે. પૃષ્ઠ ૧૪૭ થી પૃષ્ઠ ૧૬૫ સુધી નૈયાયિક સંમત (પૂર્વપક્ષ)વિવેચન કરી પૃષ્ઠ ૧૬૬ થી પૃષ્ઠ ૧૯૭ સુધી વિસ્તારથી જ્ઞાન સ્વત: પ્રકાશ્ય છે- તે વાતની સિદ્ધિ કરવામાં આવેલ છે.આ રીતે પ્રથમ પ્રકાશમાં ચાર વાદસ્થલોનું શ્રીમદ્જીએ હૃદયંગમ રીતે વર્ણન કરેલ છે. દ્વિતીય પ્રકાશમાં પણ કુલ ચાર વાદસ્થલ છે, જે ગોદાદકલ્પલતા વગેરેમાં પણ આલેખિત છે. અહીં પ્રથમ વાદસ્થલ છે જ્ઞાનાદ્વૈતખંડન. બૌદ્ધસંપ્રદાયમાં માધ્યમિક, સૌત્રાન્તિક, વૈભાષિક, યોગાચાર- આ રીતે કુલ ચાર મત છે. તેમાંથી યોગાચાર બૌદ્ધ વિદ્વાન જ્ઞાનથી ભિન્ન બાહ્ય ઘટ, પટ વગેરે પદાર્થના અસ્તિત્વને માન્ય કરતાં નથી (પૃષ્ઠ ૧૯૬ થી પૃષ્ઠ ૨૦૩). શ્રીમદ્જીએ તાર્કિક રીતે જ્ઞાનાતિરિક્ત બાહ્ય અર્થની સિદ્ધિ કરી વિજ્ઞ નવાદી યોગાચારમતનું ખંડન કરેલ છે. (પૃષ્ઠ ૨૦૩ થી પૃષ્ઠ ૨૧૨ સુધી). આ વિષય સ્યાદ્વાદકલ્પલતા (ચતુર્થ સ્તંબક), ન્યાયખંડખાદ્ય વગેરે ગ્રંથમાં સાંપ્રતકાલે પ્રાપ્ત છે. દ્વિતીયવાદ સ્થલ છે સમવાયનિરસનવાદ. નૈયાયિકમતે ગુણ-ગુણી, અવયવ-અવયવી વગેરે વચ્ચે સંબંધીવ્યાતિરિક્ત સમવાય સંબંધ માનવામાં આવેલ છે. તત્ત્વચિંતામણિ તેમ જ તેની આલોકટીકાને શ્રીમદ્ભુએ નજર સામે રાખીને સમવાયનું ખંડન કરેલ છે (પૃષ્ઠ ૨૧૩ થી પુષ્ઠ ૨૬૯ સુધી). તૃતીય વાદસ્થલ છે ચક્ષુઅપ્રાપ્યકારિતાવાદ. નૈયાયિક વગેરેના મતે વિષયદેશ પર્યન્ત જઈને આંખ વિષયનો સાક્ષાત્કાર ઉત્પન્ન કરે છે. અર્થાત્ ચક્ષુ ઈન્દ્રિય પ્રાપ્યકારી છે. સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા વગેરે ગ્રંથોના આધારે તેમ જ નવીન યુક્તિઓ બતાવીને શ્રીમદ્જીએ ચક્ષુ ઈન્દ્રિયને અપ્રાપ્યકારી = વિષયદેશ સુધી ગયા વિના જ યોગ્યદેશમાં રહેલ વસ્તુના પ્રત્યક્ષને ઉત્પન્ન કરનાર બતાવી છે. (પૃષ્ઠ ૨૩૭ થી પૃષ્ઠ ૨૫૬ સુધી) હકીકતમાં પ્રસ્તુત ચક્ષુઅપ્રાપ્યકારિત્વવાદ મુખ્યવાદસ્થલ નથી, પરંતુ સ્યાદ્વાદરહસ્ય વગેરે ગ્રંથની જેમ અહીં પણ સમવાયનિરસનવાદમાં પ્રાસંગિક રીતે જ તે શ્રીમને અભિમત છે. તેથી જ ચક્ષુઅપ્રાપ્યકારિત્વસિદ્ધિ પછી પુન: સમવાયસાધક નવીન યુક્તિઓનું ખંડન શ્રીમદ્જીએ કરેલ છે (પૃષ્ઠ ૨૫૭ થી પૃષ્ઠ ૨૦૬૯ સુધી) તથા અવયવ-અવયવી વગેરે વચ્ચે ભેદાભેદનું સ્થાપન કરેલ છે, (પૃષ્ઠ ૨૭૦ થી પૃષ્ઠ ૨૩૬) અંતિમવાદ સ્થલ છે અભાવવાદ. (પૃષ્ઠ ૨૭૭ થી પૃષ્ઠ ૩૧૨ સુધી) નૈયાયિકમતે અભાવ અધિકરણથી અતિરિક્ત = ભિન્ન છે. લાઘવસહકારથી અભાવને અધિકરણસ્વરૂપ સિદ્ધ કરી સ્યાદ્વાદરત્નાકરદર્શિત રીત મુજબ વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી ધ્વંસ અને પ્રાગભાવનું નિરૂપણ કરીને પ્રમાણ દ્વારા તેને દ્રવ્યપર્યાયઉભયાત્મક બતાવેલ છે.તેમ જ પ્રભાકર મિશ્ર મતાનુસાર શુધ્દાધિકરણબુદ્ધિસ્વરૂપ અભાવને બતાવી તેનું ખંડન કરેલ છે. (પૃષ્ઠ ૩૧૩ થી પૃષ્ઠ ૩૧૮ સુધી) પ્રસ્તુત વાદસ્થલનો ઉપસંહાર કરતાં જ્ઞાનાદ્વૈતનયાનુસાર પ્રભાકરમિશ્રમતને સંમતિ પણ આપેલી છે. (પૃષ્ઠ ૩૧૯) શ્રીમદ્જીએ તૃતીય પ્રકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે ૬ દ્રવ્ય તેમજ પર્યાયનું સંક્ષિપ્ત નિરૂપણ કરેલ છે. પ્રસ્તુત પ્રકરણમાં પ્રથમ પ્રકાશ કરતાં દ્વિતીય પ્રકાશનું પ્રમાણ અલ્પ છે. તેમ / દ્વિતીય પ્રકાશ કરતાં તૃતીય પ્રકાશનું પરિમાણ અલ્પ છે, અલ્પતમ કદવાળા તૃતીય પ્રકાશમાં પણ શ્રીમદ્જીએ અતિરિક્તકાલવાદી અને પર્યાયાત્મક કાલવાદીના મતનું નિરૂપણ કરેલ છે.(પૃ.૩૨૭) તથા લોકાકાશના પ્રત્યેક આકાશપ્રદેશમાં એક - એક કાલાણુનો સ્વીકાર કરનાર દિગંબરમતનું નિરૂપણ અને નિરાકરણ કરવાનું શ્રીમદ્જી ચૂકી નથી ગયા (પૃ.૩૨૯) પર્યાયના પ્રતિપાદનનો અતિદેશ શ્રીમદ્જીએ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથના નિર્દેશ દ્વારા કરી તૃતીય પ્રકાશની અને તેની સાથે પ્રસ્તુત પ્રકરણની સમાપ્તિ કરેલ છે (પૃ.૩૩૨). ‘ગાગરમાં સાગર' ઉક્તિને ચરિતાર્થ કરનાર પ્રસ્તુત પ્રકરણના પ્રત્યેક પ્રમેયોનો વિસ્તૃત પરિચય મેળવવા માટે વિજ્ઞ વાચકવર્ગ વિષયમાર્ગદર્શિકાનું અવલોકન કરી શકે છે. અહીં તો અતિસંક્ષેપમાં વિષયનિર્દેશ કરવામાં આવેલ છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 366