________________
कुरुजणवय-हत्थिणाउर-नरीसरो पढमं तओ महाचक्कवट्टिभोए महप्पभावो जो । बावत्तरि-पुरवर-सहस्सवर- नगर-निगम-जणवयवई बत्तीसा-रायवर-सहस्साणु- यायमग्गो || चउदस-वररयण-नव-महानिहि-चउसट्ठि- सहस्स-पवरजुवईण सुंदरवई, જુનની રચ--૨૬-સયસંદ-નાની, છન્નવगामकोडि-सामी आसी जो भारहमि भयवं ||११|| વેષો II
“કુરુ” નામના દેશમાં “હસ્તિનાપુર” નામના નગરના જે શાન્તિનાથ પ્રભુ (દીક્ષા ગ્રહણ કર્યા પહેલાં રાજા હતા. ત્યારબાદ ચક્રવર્તીપણાના મહાભોગોને ભોગવનારા અને મહાપ્રભાવ વાળા થયા. તથા બહોંતેર હજાર શ્રેષ્ઠ નગરો, તથા વાણિજ્ય વેપારના સ્થાનોવાળા દેશોના જે સ્વામી હતા, તથા બત્રીસ હજાર મુકુટબધ્ધ રાજાઓ વડે અનુસરાતો છે માર્ગ જેનો એવા, ચૌદ શ્રેષ્ઠ એવાં રત્નો, નવ મહાનિધિ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ રૂપવતી સ્ત્રીઓના સુંદર સ્વામી એવા, તથા ચોર્યાસી લાખ ઘોડા, હાથી અને રથના સ્વામી, તથા છગ્ન ક્રોડ ગામોના સ્વામી એવા જે શાન્તિનાથ ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા. [૧૧]
છઠું સ્મરણ-૭૩
Sixth Invocation-73
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org