________________
विश्वेश्वरोपि जनपालक । दुर्गतस्त्वं । किं वाक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश ! ।। अज्ञानवत्यपि सदैव कथंचिदेव | જ્ઞાનું ત્વયિ તિ વિશ્વ-વિાસ-હેતુઃ ||રૂ૦ ||
=
શાશ્વતસ્વભાવવાળા
સર્વ જીવોનું પાલન કરનારા હે પરમાત્મા ! તમે ત્રણે જગતના સ્વામી છો છતાં દરિદ્રી છો. આ અર્થ કેમ સંગત થાય ? એટલે દુર્ગત (દુઃખે દુ:ખે સમજાઓ) એવા તમે છો. તથા હે સ્વામી ! શાન્તિનાથ પાર્શ્વનાથ આદિ અક્ષરોના સ્વભાવવાળા તમે છો છતાં લિપિ વિનાના છો. આ પણ કેમ સંભવે ? એટલે અક્ષર નિશ્ચળ મોક્ષ સ્વરૂપવાળા છો અને તેથી અલિપિ કર્મના લેપ વિનાના છો. તથા હે પરમાત્મા ! અજ્ઞાન વાળા એવા પણ તમારા વિષે હંમેશાં વિશ્વનો પ્રકાશ કરવામાં કારણભૂત એવું જ્ઞાન સ્ફુરાયમાન થાય જ છે અહીં અજ્ઞાનવાન હોય તો જ્ઞાન થાય છે એ અર્થ કેમ ઘટે ? તેથી अज्ञान् अवति અજ્ઞાનીઓનું રક્ષણ કરનારા એવા તમારામાં જ્ઞાન સ્ફુરાયમાન થાય છે. એવો અર્થ કરવો. ।।૩૦।
=
આઠમું સ્મરણ-૧૮૮
Jain Education International
-
Eight Invocation-188
For Private & Personal Use Only
www.jainelibrary.org