Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 219
________________ त्वं नाथ ! जन्मजलधेर्विपराङ्मुखोपि । यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान् ।। युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव । चित्रं विभो ! यदसि कर्मविपाकशून्यः ||२९।। હે નાથ ! સંસાર રૂપી સમુદ્રથી વિશેષે પરામુખ થયેલા એવા પણ તમે પોતાની પાછળ લાગેલા પ્રાણીઓને જે તારો છો તે માટીના ઘડાના દૃષ્ટાન્તતુલ્ય એવા આપશ્રીને જ યોગ્ય છે. પરંતુ આશ્ચર્ય એ છે કે હે પરમાત્મા ! તમે તો કર્મોના વિપાકથી શૂન્ય છો. સારાંશ એ છે કે તમે ચૌદ રાજલોકમય સંસાર છોડી ઉપર સિદ્ધશિલામાં વસ્યા છો. એટલે સંસારથી પરાભુખ થયા છો, છતાં જે પ્રાણીઓ આ મૃત્યુલોકમાં તમારી સેવા, ભક્તિ અને રત્નત્રયીની આરાધના કરવા દ્વારા તમારી પાછળ જ મન આપીને લાગેલા છે તે સર્વને તમે સંસારથી તારો છો, તે બરાબર તમને જ ઉચિત છે કારણ કે તમે માટીના ઘડા જેવા છો. માટીનો ઘડો પાણી ઉપર ઉંધા મુખે રાખ્યો હોય તો તે તરે અને તેને લાગેલાને તારે જ છે, પરંતુ તેમાં એક જ આશ્ચર્ય છે કે ઘડો પાણી ઉપર ચાલવાની ક્રિયા કરે છે અને તારે છે જ્યારે તમે તો આવી ક્રિયા અને કર્મોના વિપાક વિનાના છો અને પ્રાણીઓને તારો છો. Il૨૯lી. આઠમું સ્મરણ-૧૮૬ Eight Invocation-186 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260