________________
चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव । विष्वक पतत्यविरला सुरपुष्पवृष्टिः ।। त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश । गच्छन्ति नूनमध एव हि बन्धनानि ।।२०।।
હે પરમાત્મા ! આપશ્રીની ધર્મદેશનાના સમયે ચારે તરફ દેવોએ કરેલી સતત પુષ્પોની વૃષ્ટિ, નીચે છે બીંટ (બંધન) જેનાં એવી જ થઈને કેમ પડે છે ? એ એક આશ્ચર્ય છે. પરંતુ આશ્ચર્ય પામવાની જરૂર નથી. કારણ કે આપશ્રીને દેખે છતે ઉત્તમ મનવાળાનાં (પુષ્પોનાં તથા દેવોનાં અને મહર્ષિઓનાં) કર્મોનાં બંધનો નક્કી નીચે જ જાય છે એમ હે મુનીશ્વર ! તે પુષ્પવૃષ્ટિ સૂચવે છે. પરમાત્માના દર્શનથી જેમ પુષ્પોનાં બંધનો નીચે જાય છે. તેમ સારા મહાત્મા પુરૂષોનાં કર્મોનાં બંધનો પણ નિયમો નીચે જ જાય છે. ૨૦
આઠમું સ્મરણ-૧૭૪
Eight Invocation-174
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org