________________
धर्मोपदेशसमये सविधानुभावा
दास्तां जनो भवति ते तरुरप्यशोकः ।।
अभ्युद्गते दिनपतौ समहीरुहोपि ।
किं वा विबोधमुपयाति न जीवलोकः || १९ । ।
આઠમું સ્મરણ-૧૭૨
-
હે ૫૨માત્મા ! આપશ્રી જ્યારે ધર્મની દેશના આપો છો. તે સમયે આપના સમીપપણાના પ્રભાવથી સ્પષ્ટ ચૈતન્યવાળા મનુષ્યો તો દૂર રહો, પરંતુ અસ્પષ્ટ ચૈતન્યવાળું અશોક વૃક્ષ પણ અશોક (શોક રહિત-પ્રસન્ન) બને છે. કારણ કે સૂર્ય ઉદય પામતે છતે કમલાદિ વનસ્પતિ સહિત એવો જીવલોક શું જાગૃતિ પામતો નથી ? અર્થાત સૂર્યોદય સમયે સ્પષ્ટ ચૈતન્યવાળો જીવલોક તો જાગૃત થાય જ. પરંતુ અસ્પષ્ટ ચૈતન્યવાળા કમલાદિ વૃક્ષો પણ ખીલી ઉઠે છે. તેમ તમારા નિકટપણાથી મનુષ્યો તો અશોક બને પરંતુ વૃક્ષ પણ અશોક બને છે. ।।૧૯।।
Jain Education International
'
Eight Invocation-172
For Private & Personal Use Only
www.jainelibrary.org