________________
મૂળશુદ્ધિ ભાગ-૨
ગાથાર્થ - જિનેશ્વરો વડે વૈયાવૃત્ય વગેરે જે જે પ્રરૂપવામાં આવ્યું છે તે વૈયાવૃત્ય વગેરે કરવામાં આવે તે તે બધું જ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે. વળી વિશેષથી આ સાધ્વીકૃત્ય.
વિશેષાર્થ : ત્યાં વૈયાવૃત્ય દશપ્રકારે છે. તત્ત્વાર્થમાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવો સાધુ, ગ્લાન સાધુ, કુળ, ગણ, સંઘ અને સમાન સામાચારીવાળા સાધુ આ દશની ઉચિત સેવા કરવી. આદિ શબ્દથી પ્રભુએ કહ્યું તે પ્રમાણે વિનય કરવો, તપસ્યા કરવી ઇત્યાદિનું ગ્રહણ કરવું. નિર્જરા હેતુ એટલે વિશિષ્ટ જે ભારે કર્મ છે, તેનો ક્ષય કરવા માટે આ બધું કૃત્ય તીક્ષ્ણ કુહાડીની જેમ ઉપયોગી નીવડે છે. ૧૦૩
આ બાબતમાં વચ્ચે કોઈ પ્રશ્ન કરે છે કે..... __ कामं खु निज्जरा णंता वीयरागेहि वणिया ।
अज्जावट्टावणे किंतु विहीए दुक्करं इमं ॥१०४॥ ગાથાર્થ – સાધ્વીના કૃત્યની પ્રવૃત્તિમાં અનંતી નિર્જરા વીતરાગપરમાત્માએ દર્શાવી છે એ હું માનું છું. પરંતુ વિધિપૂર્વક આનું પાલન કરવું મુશ્કેલ છે.
વિશેષાર્થ – મમ્ શબ્દ અનુમત-“મને માન્ય છે” એવા અર્થમાં છે, મનાવટ્ટાવળે સાધ્વીઓને સંયમરક્ષક કાર્યમાં પ્રવૃત્ત કરવા સહાયક બનવું તે અનંત કર્મના ક્ષયનું કારણ બને છે. કારણકે સાધુ કરતા સાધ્વી માટે ક્ષેત્રાદિની સહાયતા ખૂબ જરૂરી હોય છે. (આ કથન સમાજમાં થતી સાધ્વીની ઉપેક્ષા પ્રત્યે આંગળી ચીંધે છે.) વિધિપૂર્વક સાધ્વીકૃત્યમાં સહાય કરવી મુશ્કેલ છે એમ પર-વિરોધિ માણસ અશક્ય કૃત્ય ઠેરવી તેને ફગાવી દેવાની વાત કરે છે. ૧૦૪ો. તે પરપક્ષી પોતાના પક્ષની પુષ્ટિ માટે બીજો જ દાખલો આપે છે.
जहा सीहगुहा काई नाणारयणसंकुला ।
धरिसित्ता तहिं सीहं, घेत्तुं रत्ताणि दुक्करं ॥१०५॥ ગાથાર્થ – જેમ કોઈક સિંહગુફા વિવિધ રત્નોથી ભરપૂર હોય, પંરતુ સિંહને પકડી પરાભવ કરી રત્નો ગ્રહણ કરવા દુષ્કર છે, તેમ સાધ્વીકૃત્ય. ૧૦પા. પૂર્વપક્ષવાદી જ દષ્ટાંત સાથે પ્રસ્તુત વાતને જોડતા કહે છે કે..
મUITI-રા-કોસાનીથકુવંતસો
अज्जापओयणं काउं दुक्करं निज्जरा तहा ॥१०६॥ ગાથાર્થ તેમ અજ્ઞાન, રાગ, દ્વેષ, વગેરે દુર્દાન્ત જીવદોષોને લીધે સાધ્વીકૃત્યને વિધિપૂર્વક કરીને નિર્જરા કરવી ઘણી જ મુશ્કેલ છે.
વિશેષાર્થ – અહીં બીજાવાદીને કહેવાનો તાત્પર્ય એ છે કે ચંદ્રને તોડી લાવવો એ શક્ય નથી, તેથી તેનો ઉપદેશ વ્યર્થ છે, તેમ આ સંસારમાં જીવ મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન વિભંગજ્ઞાન તેમજ રાગ= આસક્તિભાવ, દ્વેષ અપ્રીતિ-અણગમો ઇત્યાદિ દોષો એવા વિફરેલી વાઘણ જેવા છે કે તેમના ઉપર કાબુ લેવો મુશ્કેલ છે, માટે આ દોષના પ્રભાવે જીવ જોઈએ એવું સાધ્વીકૃત્ય કરવા જાય તો પણ વિધિ સાચવી જ ન શકે, માટે તેનાથી નિર્જરા થવી એ વાત તો એક બાજુ જ રહી ||૧૦|