Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 7
________________ મારું માનવું છે કે “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા” નો અભ્યાસ કર્યા પછી પ્રાકૃત વાચક વર્ગને પ્રાકૃતમાં ગતિ કરવા માટે આ ગ્રંથ અતિ ઉપયોગી નીવડે એમ છે. બસ આ જ ઉદ્દેશથી મેં અનુવાદનું કામ હાથમાં લીધેલ છે. વાચક વર્ગ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરી પ્રાકૃતમાં સફળતા મેળવી આગમમાં ઉડાણ ખેડી આત્મલીન બને એ જ શુભેચ્છા. ...... મને રત્નજયોત નિ. માલવાડા (રાજ.) ૧૪ જૂન, ૨૦૦૫ ટાઈટલની સમજ”) આત્માની જ્ઞાન દર્શન (સમકિત)ની જયોત સદા ઝગમગતી હોય છે. પણ એના ઉપર કર્મનું આવરણ આવવાથી સંપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રગટ થતું નથી. તેમાં વળી મિથ્યાત્વનું પડલ તો વિચિત્ર કામ કરે છે, જેથી ઉંધુ દેખાવા લાગે છે. મૂળમાં-સમ્યગ્દર્શન ઉપર મિથ્યાત્વની કાલિમાના કારણે સમ્યગુ જ્ઞાન-જયોત અવરાઈ જવાથી તે જીવને સંસારની સામગ્રીમાં જ સુખ દેખાય છે. એની નજરમાં ટી.વી., ફ્રીજ,હિલસ્ટેશન, ગાડી, મોટર, સ્વીમીંગ પુલ ઇત્યાદિ ભૌતિક સાધનો આવે અને જયારે મૂળમાંથી મિથ્યાત્વની કાલિમા હટી જતાં જે સમક્તિ પ્રગટે તેથી સત્ જ્ઞાન પ્રકાશ ઝળહળતાં-ઝગારા મારે છે, તેજ મૂળશુદ્ધિ. એ જીવને હવે ગામડામાં સંતોષ થાય એટલે મોટા આરંભ-સમારંભ આને ના ગમે. અને ધર્મસ્થાનો તરફ તેની નજર મંડરાય છે. એટલે મિથ્યાત્વની કાલિમા તે મૂળ-અશુદ્ધિ, સમકિત તે મૂળશુદ્ધિ. વળી આ ગ્રંથમાં સાત ક્ષેત્રનું કર્તવ્ય દર્શાવ્યું છે. અને તે જિનબિંબ-ચૈત્યવિ. સાત સ્થાનો છે. કારણ કે આ સાતક્ષેત્રની યથાયોગ્ય સેવા ભક્તિ કરવાથી મૂળશુદ્ધિ થાય છે. તેનાં ઉપરથી આ ગ્રંથનું સ્થાનક એવું બીજું નામ છે. તેની ઝાંખી બતાવવા પાછળ સાત ક્ષેત્ર દર્શાવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 244