Book Title: Mahavirswamino Antim Updesh Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 9
________________ તેનાં મુખ્ય કર્તવ્યનું ભાન કરાવવું; ઉપદેશ અને દષ્ટાંત વડે ભિક્ષુજીવનની આવશ્યકતા તેના મન ઉપર ઠસાવવી; તેના માર્ગમાં આવતાં વિદ્યા અને મુશ્કેલીઓ બાબત તેને સાવચેત કરવો; તથા તેને કોઈક સૈદ્ધાંતિક માહિતી આપવી.” –એ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, જેન આગમોમાં ખરેખર જૂના કહી શકાય તેવા આચારાંગ, સૂત્રકૃતાંગ, વગેરે ગ્રંથે –કે જેમાં ઉત્તરાધ્યયનનો પણ સમાવેશ કરવામાં આવે છે – તે બધામાં, પછીના —– મુખ્યત્વે ગદ્ય – ગ્રંથની માફક ભાગ્યે જ કાંઈ ખાસ સૈદ્ધાંતિક કે દાર્શનિક ચર્ચાઓ કે વિવરણે હોય છે. પરંતુ ઉત્તરાધ્યયનમાં કેટલાંક અધ્યયનો એવાં છે કે જેમાં માત્ર સૈદ્ધાંતિક માહિતી છે. તે જેમકે : ૨૪મું, ૨૬મું, ૨૮મું, ૨૯મું, ૩૦મું, ૩૧મું, ૭૩મું, ૩૪મું, અને ૩૬મું. આ નવ અધ્યયનમાં માત્ર સૈદ્ધાંતિક બાબતો જ ચચી છે અને તે પણ પછીના આગમગ્રંથમાં કે આગમગ્રંથે ન ગણાતા ગ્રંથના લેખકોનાં પુસ્તકોમાં (જેવાં કે ઉમાસ્વાતિનું તત્ત્વાર્થસૂત્ર”) આવતી પરિભાષામાં. અલબત્ત, બધી બાબતોમાં તે ભાગે પછીના ગ્રંથેના મુદ્દાઓ સાથે નથી જ મળતા આવતા; તેમજ તેમનું વિવરણ પણ પછીના ગ્રંથ જેવું છેક દાર્શનિક નથી. ૧. ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનમાંથી ૨૯મું અધ્યયન, ૨ જા અને ૧૬મા અધ્યાયનને શરૂઆતનો ભાગ, તથા છઠ્ઠા અધ્યયનને અંતે થોડી લીટીઓ ગદ્યમાં છે. બાકીના બધે ૧૬૪૩ શ્લોક જેટલો ભાગ પધમાં જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 322