Book Title: Mahavirswamino Antim Updesh Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 8
________________ એવા અર્થમાં જ વાપરે છે; તેને અને બ્રાહ્મણોના સૂત્રગ્રંથની શૈલીને કશી લેવાદેવા નથી. જૈન પરંપરા “ઉત્તરાધ્યયન'ના વિષયને મહાવીર ભગવાને છેક છેવટે કહ્યો હતો એવું માન્ય રાખે છે, પરંતુ ઉત્તરાધ્યયન ” નામનો અર્થ એ રીતે કરતી નથી. નંદીસૂત્રની ટીકામાં કહ્યું છે કે : “આ અધ્યયનો સર્વે અધ્યયનોના નિગમ – સાર –રૂપ છે.” એટલે કે, તે “ઉત્તર શબ્દનો અર્થ “ઉત્તમ, “છ” એ લે છે. “ઉત્તરાધ્યયનસૂત્ર'ના ટીકાકારે પણ “ઉત્તર' શબ્દનો અર્થ એવો જ લે છે. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે પુસ્તકના કે તેના વિભાગના નામ તરીકે એ શબ્દ “અંતિમ ”. –‘છેવટનું” એવા જ અર્થમાં વપરાય છે. આ બધી ચર્ચા ધ્યાનમાં રાખી આ અનુવાદનું નામ ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ” એવું રાખ્યું છે. છતાં તે ઉપરથી એવું માનવાની જરૂર નથી કે એ આખું સૂત્ર ભગવાન મહાવીરના જ શબ્દોમાં છે, કે બીજા પણ કોઈ એક જ લેખકની કૃતિ છે. ટીકાકારો તો દરેક અધ્યયનને આગળ કે પાછળના અધ્યયન સાથે કે સંબંધ છે તે દર્શાવવા તેમના રિવાજ મુજબ પ્રયત્ન કરે છે; પરંતુ ઉપરચેટિયા નજર કરનારને પણ લાગ્યા વિના રહેશે નહિ કે, તેમાં ભિન્ન ભિન્ન બાબતે જુદે જુદે સમયે જુદે જુદે હાથે એકત્રિત થયેલી છે. આપણે એ વસ્તુ જરા વિગતથી તપાસીએ. ઉત્તરાધ્યયનસૂત્રનું પ્રયોજન વર્ણવતાં જૂના ગ્રંથમાં જણાવવામાં આવે છે કે, તેનો હેતુ, “યુવાન ભિક્ષને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 322