Book Title: Mahatirth Ujjayantgiri Girnar Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 6
________________ ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો પૃષ્ઠભૂમિ અખિલ ભારતનાં પરમ મહિમ્ન જૈન સ્થાનો—આગમ પ્રતિષ્ઠિત મહાતીર્થો—માં ‘‘ઉજ્જયન્તગિરિ’’ એટલે કે ગિરનારની ગણના થાય છે. યદુકુલતિલક જિન અરિષ્ટનેમિ ભગવાન નેમિનાથ — નાં દિફ્ના (દીક્ષા), નાણ (જ્ઞાન, કૈવલ્ય પ્રાપ્તિ) અને નિવ્વાણ (નિર્વાણ) આ ગિરિવર પર થયાના ઉલ્લેખો ઉત્તરાધ્યયનસૂત્ર, જ્ઞાતાધર્મકથા, દશાશ્રુતસ્કન્ધ (પર્યુષણા - કલ્પસૂત્ર) અને આવશ્યકસૂત્ર સરખા આગમોમાં મળે છે. એ પછી દ્વિતીય ભદ્રબાહુસ્વામી વિરચિત મનાતી આવશ્યકનિર્યુક્તિ (ઈસ્વીસનની છઠ્ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ)માં અષ્ટાપદ, ગાગ્રપદ, થાવર્તપર્વત, તક્ષશિલા (ધર્મચક્રતીર્થ), ઇત્યાદિ એ કાળના પ્રસિદ્ધ અને મહિમાવંત તીર્થોમાં ‘‘ઉજ્જયન્ત’”ની પણ ગણના કરેલી છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષ-આવશ્યક-ભાષ્ય (પ્રાય: ઈ. સ. પ૮૮)માં, તેમ જ આવશ્યક સૂત્રની પ્રક્ષિપ્ત ગાથામાં પણ નેમીશ્વરદેવનાં ત્રણ કલ્યાણકો ‘‘ઉજ્જત’’પર થયાનો ઉલ્લેખ છે. ક્ષપણકાચાર્ય યતિઋષભના મનાતા તિલોયપણતિ ગ્રંથ (ઈસ્વીસનનો છઠ્ઠો સૈકો)માં પણ ‘‘ઉજ્જયન્ત‘ નો ઉલ્લેખ ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ ‘‘અપાપા’’ સાથે કરેલો છે. સંસ્કૃત ‘‘ઊર્જાયત’’નાં પ્રાકૃત ‘‘ઉજ્જન્ત‘, ‘‘ઉજ્જેન્ત‘, અને અપભ્રંશ ‘‘ઉજ્જિલ’’ એવાં રૂપો પ્રાચીન જૈન સાહિત્યમાં મળે છે. આમાંથી “ઉજ્જન્ત‘નું સંસ્કૃતીકરણ કરીને ‘‘ઉજ્જયન્ત‘ રૂપ થયું છે, અને મધ્યકાલીન જૈન-જૈનેતર સંસ્કૃત સાહિત્યમાં એ જ રૂપ વિશેષ રૂઢ થયેલું જોવા મળે છે. આ સિવાય પ્રસ્તુત ગિરિરાજ માટે ‘રેવત’’ કે ‘રૈવતક’’વા ‘‘રેવતાચલ’’ યા (પ્રાકૃત) ‘‘રવયગિરિ’’કે (અપભ્રંશ) ‘રૈવતગિરિ'' એવા પર્યાય પણ અનુક્રમે ગુપ્તકાળથી શરૂ કરી વિશેષે મધ્યકાળે પ્રરૂઢ થયા જોવા મળે છે. જોકે બહુ પ્રાચીન સાહિત્યમાં ‘‘ઉજ્જયન્ત’’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90